SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪/ર૧, ધ્યાનશતક-૧૨ ૧૩૩ વ્યવહારથી આ અદષ્ટ જ છે. આ જ પ્રકારચી અને ક્રિયા પ્રવૃત્તિના યોગથી તેની ચિત્ત શુદ્ધિ થાય છે. અહીં આdધ્યાનને સંસાર વર્ધન કેમ કહ્યું? તે બીજપણે હોવાથી. તે બીજવને જ દર્શાવતા કહે છે – • ગાથા-૧૩ : જે કારણથી રાગ, દ્વેષ, મોહ એ સંસારના કારણો કહiા અને આધ્યિાનમાં આ ત્રણે છે, તેથી તે સંસારનું બીજ છે. • વિવેચન-૧૩ : ગ, દ્વેષ, મોહ જે કારણથી સંસારના હેતપ છે, તેમ પરમમનિઓએ કહેલ છે, આર્તધ્યાનમાં આ ત્રણે સંભવે છે. તેથી તેને ભવવૃક્ષનું કારણ કહેલ છે. (શંકા જો આ ઓઘથી સંસારવૃક્ષનું બીજ છે, તો પછી તિર્યંચ ગતિનું મૂળ કેમ કહ્યું ? તિર્યંચગતિ ગમનના નિબંધનત્વથી જ તેને સંસાર વૃક્ષનું બીજ કહ્યું છે. બીજા કહે છે તિર્યંચ ગતિમાં જ ઘણાં જીવોનો સંભવ અને સ્થિતિના દીર્ધત્વથી સંસારપણાંનો ઉપચાર કહ્યો. હવે આર્તધ્યાનીની વૈશ્યા કહે છે - • ગાથા-૧૪ : આધ્યાનીને અતિ સંકિવન્ટ નહીં એવી કાપોd, નીલ અને કૃષ્ણ વૈશ્યાઓ હોય છે, તે કર્મ પરિણામથી ઉત્પન્ન થાય છે. • વિવેચન-૧૪ : કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાઓ રૌદ્રધ્યાન લેશ્યાની અપેક્ષાથી અતિ અશુભ અનુભાવવાળી હોતી નથી. કોની ? આર્તધ્યાનવાળા પ્રાણીની. એ કઈ રીતે બંધાય ? કર્મ પરિણામ જનિત, નૈશ્યા - કૃષ્ણાદિ દ્રવય યુક્ત આત્માના જે સ્ફટિક સમાન પરિણામ તે વેશ્યા. તે કર્મોદયથી થાય છે. ઓઘથી આdધ્યાની કઈ રીતે ઓળખાય ? ચિહ્નો વડે, તે કહે છે - • ગાથા-૧૫ થી ૧૭ : આધ્યાનના ચિહ્નો છે :- આકંદ, શોક, ઉકળાટ, કૂટવું આદિ. તે ઈષ્ટ વિયોગ, અનિષ્ટ આવિયોગ તથા વેદના નિમિતે થાય છે તેમાં નિજ કાર્યોની નિંદા અને બીજાની વિભૂતીની સવિસ્મય પ્રશંસા કરે છે. તેની અભિલાષા કરે છે, એમાં જ મૃત બને છે, તેના ઉપાર્જનમાં ત થાય છે. શબ્દાદિ વિષય વૃદ્ધ બને છે, સદ્ધર્મ પરગમખ અને પ્રમાદમાં આસકત થાય છે. જિનાગમથી નિરપેક્ષ થઈ આdધ્યાનમાં વર્તે છે. • વિવેચન-૧૫ થી ૧૭ : આકંદન - મોટા શબ્દોથી રડવું. શોક - અશ્રુ પરિપૂર્ણ નયનથી દૈન્ય. પરિદેવન - ફરી ફરી ક્લિષ્ટ ભાષણ. તાડન - છાતી, મારું કુટવા કે વાળ ખેંચવા. તે ઈષ્ટ વિયોગાદિ ઉક્ત કારણે થાય. - બીજું - પોતાના કૃત્યો - કર્મ, શિલ્પ, કલા, વાણિજ્યાદિના અભફળ કે નિષ્ફળતાને ૧૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ નિંદે છે. પ્રશંસે- સ્તવે છે, - સાશ્ચર્ય બીજાની સંપત્તિને. બીજાની સંપત્તિની અભિલાષા રાખે છે. પ્રાપ્ત થતાં તેમાં રાગ કરે છે. તેને મેળવવામાં ઉંધુક્ત થાય છે, તે પણ આર્તધ્યાન છે - વળી - શદાદિ વિષયમાં મૂર્ણિત અને કાંક્ષાવાળો, ક્ષાંતિ આદિ ચામિ ધર્મથી પરાંશમુખ, મધ આદિ પ્રમાદમાં આસક્ત, તીર્થકરોના આગમરૂપ પ્રવચનથી નિરપેક્ષ થઈ આdધ્યાનમાં વર્તે છે. હવે આર્તધ્યાનને આશ્રીને જે અનુગત છે, અનઈ છે, તે – • ગાથા-૧૮ : તે આદધ્યાન અવિરત, દેશવિરd કે પ્રમાદસ્થ સંયતને હોય છે. તેને સર્વ પ્રમાદનું મૂળ સમજી સાધુજનોએ ત્યાગ કરવો. • વિવેચન-૧૮ - વિરત - મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. દેશવિરત- એક, બે આદિ અણુવ્રતધારી શ્રાવક, પ્રમાદ નિષ્ઠ સંયતો. તેમને આર્તધ્યાન હોય પણ અપમત સંયતને ન હોય. આ સ્વરૂપથી સર્વ પ્રમાદનું મૂળ છે. તેથી તેનો ત્યાગ કસ્વો જોઈએ. કોણે? સાધુ લોકોએ અને ઉપલક્ષણથી શ્રાવકોએ કેમકે આર્તધ્યાન પરિત્યાગને યોગ્ય જ છે. - હવે રૌદ્રધ્યાન કહે છે. તે પણ ચાર ભેદે છે – હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી. તેમાં પહેલો ભેદ – • ગાથા-૧૯ : જીવોનો - વધ, વીંધવા, બાંધવા, બાળવા, અંકન કરવું અને મારી નાંખા આદિ સંકલાવાળું અતિક્રોધરૂપ ગ્રહથી ગ્રસ્ત, નિર્દય હદયી માણસનું અધમ વિપાકવાળું ધ્યાન તે રૌદ્રધ્યાન છે. • વિવેચન-૧૯ - સવ - એકેન્દ્રિયાદિ, વધ-કુશલતાદિથી તાડન, વેધ-ખીલી આદિથી નાકનું વેધન. બંધન-દોરડા આદિથી. દહન-ઉભકાદિથી, અંકન - શ્વગૃગાલ ચરણાદિથી, મારણ • પ્રાણ વિયોજન. મારે શબ્દથી આગાઢ, પરિતાપન, પાટનાદિ લેવા. આ બધું ન કરવા છતાં કરવા માટે દઢ અધ્યવસાય. તે રૌદ્રધ્યાન છે. કેવું પ્રણિધાન ? અતિ ઉત્કટ જે ક્રોધ તે જ અપાય હેતુત્વથી ગ્રહ છે, તેનાથી અભિભૂત. ક્રોધના ગ્રહણથી માન આદિ પણ લેવા. તે પણ દયારહિત અંતઃકરણથી કરે. તેનો નકાદિ પ્રાપ્તિ રૂપ વિપાક છે. પહેલો ભેદ કહ્યો, હવે બીજો ભેદ કહે છે – • ગાથા-૨૦ - પૈશુન્ય, અસભ્યવચન, અસત્યવચન, જીવ ઘાતાદિ આદેશ પ્રણિધાન, તે માયાવી : ઠગાઈ કરનાર કે ગુપ્ત પીને થાય છે. • વિવેચન-૨૦ : અનિષ્ટ સૂચક, જ-કાર મ-કાદિ અસભ્ય વચન, અમૃતવચન-તે વ્યવહાર નયથી ત્રણ પ્રકારે છે. (૧) અભૂત ઉદ્ભાવના, (૨) ભૂત નિલવ, (૩) અત્તર,
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy