SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૩, નિ - ૧૧૭૧ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) દષ્ટાંત કહે છે - • નિયુક્તિ-૧૧૭૨-વિવેચન : અહીં આલંબન બે ભેદે છે - દ્રવ્યાલંબન અને ભાવાલંબન. તેમાં ખાઈ આદિમાં પડતાને જે આલંબનરૂપ થાય તે દ્રવ્યાલંબન છે. તે પણ બે પ્રકારે - પુષ્ટ અને પુષ્ટ, તેમાં અપુટ તે કશ-વસ્યકાદિ દુર્બળ છે અને પુષ્ટ તે બળવાનું કઠિન વલ્લિદિ છે. ભાવાલંબન પણ પુષ્ટપુષ્ટ ભેદથી બે પ્રકારે છે. તેમાં પુષ્ટ તે જ્ઞાનાદિ અપકારક અને તેનાથી વિપરીત તે પુષ્ટ. તે આ રીતે હું કરીશ અથવા ભણીશ. તપ અને ઉપધાનમાં ઉધમ કરીશ, ગણની નિત્ય સારણા કરીશ. આવા આલંબનને સેવનાર મોક્ષને પામે છે. એ પ્રમાણે રહીને આલંબન સહિત વર્તે છે, તે સાલંબન. આ પણ આત્માને દુર્ગમાદિમાં પડતાં અટકાવે છે કેમકે પુષ્ટાલંબન પ્રભાવ છે. એ પ્રમાણે સેવવું તે પ્રતિસેવના. ઉક્ત સાલંબન સેવા સંસારગામિાં પડતાને અટકાવે છે. (કોને ?) યતિ કે જે અશઠભાવ • માયા સ્થાનરહિત હોય તેને. હવે સાધી શકવાના અર્થથી વ્યતિરેકને દશવિ છે - • નિયુક્તિ-૧૧૭૩-વિવેચન : આલંબનહીન વળી ખલિત થઈને પડે છે. ક્યાં ? દુઃખે ઉતરી શકાય તેવી ગતમાં, એ પ્રમાણે નિકારણ સેવી સાધુ પુષ્ટ આલંબન હિત અગાધ એવી ભવરૂપ ગતમાં પડે છે. આનું અગાધત્વ તે દુઃખે ઉત્તરી શકવાના સંભવથી છે. સપસંગ દર્શનદ્વાર પૂરું થયું. હવે “નીલ આવાસ'નો અવસર છે. તેનો સંબંધ કહેવાઈ ગયો છે તે કંઈક યાદ કરીએ છીએ. અહીં જે રીતે ચાસ્ત્રિરહિતો એકલા જ્ઞાનદર્શન પક્ષનું આલંબન કરે છે. એ પ્રમાણે નિત્યવાસાદિ પણ જાણવા. • નિયુક્તિ-૧૧૩૪-વિવેચન : જે શીતલવિહારી સાધુઓ અનિત્ય વાસાદિમાં જે કાળે ભગ્ન થઈ, અન્ય સ્થાને જવાને માટે અસમર્થ થઈ . સાસ સ્થાનમાં જવા શક્તિમાન ન થઈને એવી ઘોષણા કરે છે કે - અમારા વડે જે અંગીકાર કરાયેલ છે, તે વર્તમાનકાળને આશ્રીને પ્રધાન જ છે, અહીં સાર્થનું દેટાંત છે - જેમ કોઈ સાથે પ્રવિસ્વ જળ અને વૃક્ષની છાયાને માર્ગમાં પામ્યા. ત્યાં કેટલાંક પરપો પરિશાંત થઈ પ્રવિરહ છાયામાં અથવા પાણી વડે આસક્ત થઈ ત્યાં રહેલા. બીજાને બોલાવીને કહે છે - આવો આ જ પ્રધાન છે. તે સાર્થમાં કેટલાંકે તેમની વાતને સ્વીકારી, કેટલાંકે ન સ્વીકારી. જેમણે સ્વીકાર્યું તે ભુખ-તરસ આદિ દુઃખોના ભાગી થયા. જેમણે ન સાંભળ્યું તે જલ્દી પ્રતિબદ્ધ થઈ માર્ગના મુખે જઈને શીતળ જળ અને છાયાના ભાગી થયા. જેમ તે પુરુષો વિષાદ પારખ્યા, તેમ પાર્થસ્થાદિ વિષાદ પામે છે. જેમ તેઓ નીકળી જવાથી સુખી થયા, તેમ સુસાધુઓ સુખી થાય છે. હવે જે કહ્યું - આને “પ્રધાન' ઘોષણા કરે છે, તે દશવિ છે - • નિયુક્તિ-૧૧૩પ-વિવેચન : નિત્યવાસકથ, ચૈત્યોમાં ભક્તિ, કુલ-કાયિિદ પરિણાહ, આર્થિકા-સાળી દ્વારા લાભ, દુધ વગેરે વિગઈઓમાં આસક્ત, નિર્દોષ પ્રેરિત કહે છે. [શંકા] નિત્યાવાસ વિહારમાં સદોષ પ્રેરિત હોવા છતાં તેને નિદોંષ કેમ કહો છો ? તે જણાવે છે. E:\Maharajsaheb\Adhayan-33\Book33ALL • નિયુક્તિ-૧૧૩૬-વિવેચન : જ્યારે ગામ, આકર, નગર, પત્તનાદિમાં ભ્રમણ કરતાં સર્વથા શ્રાંત થાય-થાકે, તો કેટલાંક નષ્ટ નાશક નિત્યવાસી - બધાં જ નહીં, તેઓ સંગમ સ્થવિર આચાર્યનું આલંબન આગળ ધરે છે. કઈ રીતે? • નિર્યુક્તિ-૧૧૭૩-વિવેચન : તે સંગમ સ્થવિર કોણ ? તે કહે છે – કોલેર નગરમાં સંગમ નામે સ્થવિર હતા. દુર્મિક્ષમાં તેણે સાધુઓને વિસર્જિત કર્યા. તેઓ તે નગરને નવ ભાગમાં વહેંચી પરીક્ષીણ જંધાબળથી વિચરતા હતા. ત્યાંના નગરદેવતા ઉપશાંત થયા. તેમનો શિષ્ય દત્ત નામે હતો, તે ઘણાં કાળે આવ્યો. તે દત્ત સંગમ સ્થવિરને નિત્યવાસી છે તેમ જાણીને તેમની વસતિમાં પ્રવેશતો નથી. ભિક્ષાવેળાએ ઔપગ્રહિક થઈ ચાલતા સંક્લેશ પામે છે. આ વૃદ્ધ છે, શ્રાદ્ધકુળ દેખાડશે નહીં. કોઈ શ્રેષ્ઠી કુળમાં બાળક રડતો હતો. તે છ માસ થયા રડવાનું બંધ કરતો ન હતો. આચાર્યએ ચપટી વગાડી, “રડ મા' એમ કહ્યું. વ્યંતરીએ તે બાળકને છોડી દીધો. તેઓએ સંતુષ્ટ થઈને ગૌચરી આદિથી ઈચ્છાનુસાર પ્રતિલાભિત કર્યા. પછી દત્તને વિદાય આપી કહ્યું : ઓટલા તે કુળો છે, આચાર્ય લાંબોકાળ ભ્રમણ કરી અંત-પ્રાંત ભિક્ષા લઈને આવ્યા. આવશ્યક આલોચના કાળે આચાર્યએ કહ્યું – આલોચના કર. દd સાધુ બોલ્યા, તમારી સાથે જ ગૌચરી આવેલો. તે બોલ્યા - તેં ધાબીપિંડ ખાધેલ છે. આ અતિ સૂક્ષ્મ છે, એમ કહીને બેઠો. દેવતાએ અર્ધરાત્રિમાં વર્ષા અને સાંધકાર વિકુવ દત્તની હીલના કરી. આચાર્યએ કહ્યું - અંદર આવ. દત્ત બોલ્યો - અંધારુ છે. આયાર્યએ આંગળી દેખાડી, તે પ્રજ્વલિત થતી હતી. તેનાથી આવઈને આલોચના કરે છે. આચાર્યએ પણ વસતિના કરેલા નવ ભાગ કહી બતાવ્યા. એ પ્રમાણે બધાં મંદધર્મને આ પુષ્ટ આલંબન નથી. • નિર્યુક્તિ-૧૧૭૮-વિવેચન : દુમિક્ષમાં શિણોનું ગમવા, તથા તેનો જ પ્રતિબંધ - અાંગ અને અજંગમવેવૃદ્ધત્વ, તે જ ક્ષોત્રમાં વિભાગ કરવા, આ આલંબન જાળને આલોચતા નથી, પણ એક ક્ષેત્રમાં વાસ છે તેવું મંદબુદ્ધિઓ માને છે. નિત્યાવાસ વિહાર દ્વાર કહ્યું, હવે ચૈત્યભક્તિદ્વાર - • નિયુક્તિ-૧૧૩૯-વિવેચન : ચૈત્ય, કુલ, ગણ, સંઘ કે અન્ય કોઈની નિશ્રા કરીને થતું આલંબન કરીને, કઈ રીતે ? અહીં કોઈ ઐત્યાદિ પ્રતિજાગરક નથી તેથી અમે અસંયમ સ્વીકારેલ છે, જેથી ચૈત્યાદિનો વ્યવચ્છેદ ન થાય અથવા આર્ય વજની નિશ્રા કરીને તે અસંયમને મંદધર્મી સેવે છે. • નિયુક્તિ-૧૧૮૦-વિવેચન : વજસ્વામીએ કઈ રીતે ચૈત્ય પૂજા કરી? તેથી તે પણ સાધુને મોક્ષના અંગ સમાન છે, આનો ભાવાર્થ કથાકથી જાણવો, જે પૂર્વે કહેલ છે, તેથી મંદબુદ્ધિઓ વજ સ્વામીનું આલંબન કરીને આ વાત જોતા નથી - • નિર્યુક્તિ-૧૧૮૧-વિવેચન :શાક્યાદિ દ્વારા અપભાજના અને સ્વતીર્થની ઉદ્ભાવના તથા શ્રાવકોનું વાત્સલ્ય,
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy