SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૩, નિr - ૧૧૨૩ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) લિંગ-વેશ પણ અપમાણ થશે. અહીં લિંગ-વેશ માસના વંદન પ્રવૃત્તમાં અપમાણપણાને પ્રતિપાદિત કરાયા છતાં અનભિનિષ્ટ સામાચારી જિજ્ઞાસાથી શિષ્ય કહે છે – • નિયુક્તિ-૧૧૨૪-વિવેચન : જો દ્રવ્યલિંગ પ્રમાણ નથી – વંદન પ્રવૃત્તિમાં અકારણ છે, તો જ્યાં સુધી પરમાર્થથી છાસ્થતાથી પ્રાણી ન જાણે કે કોને કયો ભાવ છે ? કેમકે અસંયતો પણ લબ્ધિ આદિ નિમિતે સંયતવતુ જ પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે અસંતવતુ પ્રવૃત્તિ કરે. એ પ્રમાણે હોવાથી સાધુવેશ જોઈને પછી સાધુ વડે શું કરવું જોઈએ ? એ પ્રમાણે શિષ્ય એ પૂછતા, આચાર્ય કહે છે – - નિયુક્તિ-૧૧૫ - પૂર્વે ન જોયેલા સાઘને જોઈને, આસન છોડીને તેમની સામે જવું, દંડક આદિને ગ્રહણ કરવા તે કર્તવ્ય છે. કદાચ આ કોઈ આચાર્ય આદિ વિધાદિ અતિશય સંપન્ન હોય, તે આપવાને માટે જ આવેલ હોય, જેમ આચાર્ય કાલક પ્રશિષ્ય પાસે આવ્યા. તેને અવિનીત જોઈને વિધાદિ ન આપે. વળી પૂર્વે જોયેલા પણ બે પ્રકારના હોય - ઉધત વિહારી અને શીતલ વિહારી. તેમાં ઉધતવિહારી સાધુ પૂર્વે મળેલ હોય ત્યારે યથાયોગ્ય અમ્યુOાન, વંદન આદિ અને બહુશ્રુતને આશ્રીને જે યોગ્ય કર્તવ્ય હોય તે કરવું જોઈએ. વળી જે શીતલવિહારી હોય તેને અમ્યાન, વંદનાદિ ઉત્સર્ગથી કંઈ જ ન થાય. ધે કારણે શીતલવિહારને પામેલ વિશે વિધિ જણાવવા માટેની સંબંધ ગાથા કહે છે – • નિયુક્તિ-૧૧૨૬-વિવેચન : સંયમમાં કંપનથી મુક્ત, પ્રવચનના ઉપઘાતથી નિરપેક્ષ મૂલગુણ અને ઉત્તરગુણા જાળને સેવવાના શીલવાળા, વ્રતાદિ લક્ષણમાં ચરવાવાળા, પિંડવિશુદ્ધિ અાદિ કરણને કરવું. આ ચરણ-કરણથી પ્રકર્ષ વડે ભ્રષ્ટ, કેવળ દ્રવ્યલિંગયુક્ત જે કંઈ કરે છે, તે ફરી કહે છે - જે કારણને શ્રીને કંઈ કરે છે પણ કારણ અભાવે કંઈ કરતા નથી જ, તેથી જ તેમને પૂછ્યું કહ્યા, તેઓ કદાચિત્ સંપકટ સેવી ન હોય. તેઓ શું કરે છે? તે કહે છે - • નિયુક્તિ-૧૧૨૩-વિવેચન : નિગમભૂમિ દિમાં જોઈને વાણીથી અભિલાપ કરે છે - હે દેવદત્ત ! તું કેમ છે ? ઈત્યાદિરૂપ, મોટા કાર્યની અપેક્ષાથી તેને જ નમસ્કાર કરે છે. - X - અભિલાપ અને નમસ્કાર અંતર્ગત બે હાથ ઉંચા કરે છે, મસ્તક વડે નમન તે શિરોનમન કરે છે, કુશલ આદિની પૃચ્છા કરે છે, તેનું બહુમાન, તેની નીકટ આસનો કેટલોક કાળ સખે. આ તે બહિદષ્ટની વિધિ છે. કારણ વિશેષથી વળી તેના ઉપાશ્રયે પણ જાય. ત્યાં પણ આ જ વિધિ છે. વિશેષ એ કે - થોભવંદન કરે. અથવા પરિશુદ્ધ વંદન પણ કરે. આ વાચા-નમસ્કારાદિ અવિશેષથી કરાતા નથી. તો શું ? • નિયુક્તિ-૧૧૨૮-વિવેચન : પર્યાય અને પર્વ અને પુરુષ તથા ક્ષેત્ર, કાળ અને આગમને જાણીને કોઈ કારણ • પ્રયોજન ઉત્પન્ન થતાં યથાનુકૂળ પર્યાયાદિ યુક્તને જે સમનુરૂપ વાયાનમસ્કારાદિ હોય, તે તેને કરાય. હવે અવયવાર્થ પ્રતિપાદન કરવા ભાગકાર કહે છે – • ભાગ-ર૦૪ + વિવેચન : પર્યાય એટલે બ્રહાચર્ય, તેને ઘણાં કાળથી જેણે અનુપાલન કરેલ છે, પરિષદુ કે વિનિતા એટલે તેનાથી પ્રતિબદ્ધ સાધુ સમુદાય. આ પુરુષને જાણીને, કઈ રીતે જાણીને ? કુળ કાયિિદ વડે આયતન આદિ શહદથી ગણ સંગ્રહ કાર્ય લેવું. માપધ૩ એટલે તે ક્ષેત્રમાં પ્રસિદ્ધ-તેના બળથી ત્યાં રહેવું. મુળ - અવમપતિજાગરણ આદિ. આરામ સૂઝઅર્થ-ઉભયરૂપ, શ્રુત-સૂત્રજ. આ બધું જાણીને. • નિર્યુક્તિ-૧૧૨૯-વિવેચન : આ વાયા-મકારાદિ કષાયની ઉત્કટતાને લીધે ન કરતા, યથાયોગ હતુ દર્શિત માર્ગમાં પ્રવચન ભક્તિ થતી નથી. પરંતુ અભક્તિમંત આદિ દોષો થાય છે. એ પ્રમાણે શિથિલવિહારીની વિધિ પ્રતિપાદિત કરતા શિષ્ય કહે છે - આ પયિાદિ અન્વેષણથી શંસર્વથા ભાવ શુદ્ધિ વડે કર્મોને દૂર કરવાને જિન પ્રણિત વેશને નમસ્કાર જ યુક્ત છે. કેમકે તેમાં રહેલ ગુણવિચાર નિષ્ફળપણે છે. તેના ગુણથી કંઈ નમસ્કાર કરનારને નિર્જા ઉત્પન્ન થતી નથી, પણ પોતાની અધ્યાત્મ શુદ્ધિથી નિર્જરા ઉતાવળ થાય છે. તથા કહે છે – • નિર્યુક્તિ-૧૧૩૦-વિવેચન : તીર્થકરના જ્ઞાનાદિ ગુણો તેમના બિંબ-પ્રતિમામાં હોતા નથી. સંશય રહિત જાણવા છતાં પણ આ તીર્થકર છે, એમ ભાવ શુદ્ધિ વડે પ્રણામ કરતા એવા તેને કમાય રૂપ વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે. આ દષ્ટાંત કહ્યું, તેનો ઉપાય આ પ્રમાણે • નિયુક્તિ -૧૧૩૧-વિવેચન : લિંગ • જેના વડે સાધુ ઓળખાય છે, તે જોહરણાદિઘારણ કરવા રૂપ ચિલ અરહેતો વડે જ પ્રાપ્ત છે, જેમ જિનપ્રતિમાને પ્રણામ કરતા વિપુલ નિર્જરા થાય છે તેમ મૂત અને ઉત્તરગુમ વડે અનેક પ્રકારે પ્રકર્ષથી હીન હોવા છતાં તેને જો ચિત્ત શુદ્ધિથી નમસ્કાર કરાય તો વિપુલ નિર્જસ થાય. • - • આ રીતે શિષ્યો કહેતા દષ્ટાંત અને દાખર્તિક બંનેની વિષમતા જણાવતા આચાર્ય કહે છે – • નિર્યુક્તિ -૧૧૩ર-વિવેચન : તીર્થકરના જ્ઞાનાદિ ગુણો વિધમાન કે શોભન છે, કેમકે આ પ્રતિમા તીર્થંકર - અરહંતની પ્રતિમા છે, તે પ્રમાણે નમસ્કાર કરતા આવું ચિત્તમાં હોય છે તથા તે પ્રતિમામાં સાવધ - સપાપા ક્રિયા હોતી નથી. પાશ્વસ્થાદિમાં અવચભાવિની સાવધા કિયા હોય છે. તેથી સાવધક્રિયાયુક્ત પાર્થસ્થાદિને નમતા સાવધ ક્રિયાની અનુમતિ હોય છે તે તું જાણ અથવા તીર્થકરમાં તીર્થકરના ગુણો વિધમાન છે, તેને અમે પ્રણમીએ છીએ, તેવું મનમાં વિચારે છે, તેથી અરહંતના ગુણના અધ્યારોપથી ઈષ્ટ પ્રતિમાના પ્રણામથી નમસ્કાર કરનારને સાવધ કિયા લાગતી નથી. જ્યારે પાર્થસ્થાદિમાં પૂજ્ય માનત્વથી અશુભ ક્રિયા યુક્તતાથી તેમના નમસ્કારથી નિશે અનુમતિ થાય છે. ફરી શિષ્ય કહે છે – • નિર્યુક્તિ-૧૧૩૩-વિવેચન : જેમ સાવધા • સપાપા કિયા પ્રતિમામાં વિધમાન નથી, તેમ નિવધા કિયા પણ નથી. નિરવધ ક્રિયાના અભાવે પુન્યરૂપ ફળ પણ નથી. તેથી તે નમસ્કાર નિકારણ થાય છે. કેમકે પ્રણમ્ય વસ્તુમાં કિયા હેતુના અભાવે ફળનો અભાવ છે. તેનાથી E:\Maharajsaheb\Adhayan-33\Book33
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy