SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૩, નિ - ૧૧૦૪ (36) F-1) ROO ભાવવંદન કરો. પછી વાંદતા કષાય કંડક વડે જ સ્થાનપતિત જોયા. શીતલાચાર્ય બોલ્યા - દ્રવ્ય વંદન હતું તે પણ જાણો છો ? તેઓ બોલ્યા - સારી રીતે જાણીએ છીએ. કેમ કોઈ અતિશય જ્ઞાન થયું છે ? તેઓએ કહ્યું – હા. તે જ્ઞાન છાઘસ્થિક છે કે કૈવલિક? તેઓ બોલ્યા - કૈવલિક. ત્યારે શીતલાચાર્યને દુ:ખ થયું. અહો ! મેં મૅદભાગ્ય કેવલીની આશાતના કરી, તેથી સંવેગ પામ્યા. તે કંડકસ્થાનોથી નિવૃત્ત થયા. ચાવતું ચાપૂર્વકરણમાં પ્રવેશ્યા. કેવળજ્ઞાન પામ્યા. તે જ કાયિકી ચેષ્ટા એકમાં બંધને માટે, એકમાં મોક્ષને માટે થઈ. પૂર્વે દ્રવ્યવંદન હતું, પછી ભાવવંદન થયું. (૨) એક બાળ સાધુ હતા. આચાર્યએ કાળ કરતાં, તેને લક્ષાણયુક્ત જાણીને આચાર્યરૂપે સ્થાપ્યા. બઘાં દીક્ષિતો તે બાળ સાધુના આજ્ઞા અને નિર્દેશમાં રહેતા હતા, સ્થવિરો પાસે ભણતાં હતા. કોઈ દિવસે મોહનીય વડે બાધા પામીને અને સાધુઓ ભિક્ષા માટે ગયેલા ત્યારે માત્રક લઈને ઉપહત પરિણામી થઈ એક દિશામાં ચાલી નીકળ્યા. થાકીને કોઈ વનખંડમાં વિશ્રામ લીધો. ત્યાં પુષ્પિત ફલિત મધ્યે શમી શાખાને પીઠ બાંધેલી. લોકો ત્યાં પૂજા કરતા હતા. ત્યાં તિલક, બકુલાદિ કંઈ જ ન હતું. તે વિચારે છે - આની પીઠના ગુણથી આની પૂજા કરે છે, તેમાં ચિત્તિ-સંચય નિમિત્ત છે. તેણે પૂછ્યું - બાકીના વૃક્ષોને કેમ પજતા નથી તે લોકો બોલ્યો - આ પહેલાંથી કરાયેલ છે તેથી લોકો તે પીઠબદ્ધને વંદે છે. તે બાળસાધુને વિચાર આવ્યો કે જેવી શમીશાખા [ખીજડો છે, તેવો હું છું. બીજ પણ ત્યાં બહુશ્રુતો, રાજપુત્રો, શ્રેષ્ઠીઓ આદિ દીક્ષામાં છે, તેમને ગચ ભોર ન સોંપ્યો અને મને આચાર્યરૂપે સ્થાપ્યો. મને બધાં પૂજે છે. મારામાં ગ્રામય ક્યાં છે ? જોહરણ માત્ર રૂપ યિતિ ગુણથી વંદે છે. પાછા ફર્યા. બીજા સાધુઓ ભિક્ષા લઈ પાછો આવ્યા. આચાર્યને શોધે છે, તે બાળ આચાર્ય ન મળ્યા. તેમની કોઈ કૃતિ કે પ્રવૃત્તિ ન જણાઈ. ત્યારે તે બાળ આયાર્ય આવીને આલોચના કરે છે. જેમકે હું સંજ્ઞા ભૂમિ ગયો હતો. મૂળ વ્રતોથી દૂર થયો હતો, ત્યાં પતિત થયો પછી સ્થિર થઈને હવે ઉપશાંત થઈ પાછો આવેલો છું. તે સાધુઓ સંતુષ્ટ થયા. પછી તે બાળસાધુ કૃત આદિની આલોચના કરે છે, પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. તેમાં પૂર્વે દ્રવ્યયિતિ હતી, પછી ભાવયિતિ થઈ. (3) દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવ અને વીરક કોલક હતો. તે વીરક, વાસુદેવનો ભક્ત હતો. તે વાસુદેવ નિશ્ચ વરસમાં ઘણાં જીવોનો વધ ન થાય તે માટે નીકળતો ન હતો. વીરકને કૃષણવાસુદેવને મળવાનું ન થતું હોવાથી રાજના દ્વારની પૂજા કરીને રોજે રોજ ચાલ્યો જતો પણ કૃષ્ણ વાસુદેવનું મુખ જોવા ન મળતા જમતો ન હતો. દાઢીમુંછ વધી ગયા. વષરણ પૂરું થતાં રાજા નીકળ્યા. બધાં રાજા પાસે ઉપસ્થિત થયા. વીરક પગે પડી ગયો. રાજાએ પૂછ્યું - હે વીસ્કી દુબળો કેમ પડી ગયો છે ? દ્વારપાલે બધો વૃત્તાંત કહ્યો. રાજાને અનુકંપા જમી, વીકનો પ્રવેશ અનિવારિત કર્યો. વાસુદેવ કૃણ તેની બધી જ પુત્રીઓને વિવાહકાળે જ્યારે પગે પડવા આવે ત્યારે પૂછતા કે શું પુગી દાસી થઈશ કે સ્વામિની ? તે કન્યા કહેતી - સ્વામિની થઈશ. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ત્યારે શા કહેતો કે સ્વામિની થવું હોય તો ભગવંત પાસે દીક્ષા લે. પછી મહા નિષ્ક્રમણ સકાથી સત્કાર કરીને દીક્ષા લેતી. એ પ્રમાણે કાળ જતો હતો. કોઈ વખત કોઈ રાણીએ વિચાર્યું કે આમ તો બધી દીક્ષા લઈ લેશે, પોતાની પુગીને શીખવ્યું કે તને રાજા પૂછે ત્યારે – “દાસી થવું છે" તેમ કહેજે. પછી સવલિંકાર વિભૂષિત કરીને લાવ્યા. કૃણવાસુદેવ પૂછ્યું ત્યારે બોલી કે - મારે દાસી થવું છે, વાસુદેવને થયું કે મારી પુત્રી સંસારમાં ભટકશે. બીજા પણ અવમાનના કરશે. તે સુંદર નથી. હવે શો ઉપાય છે જેથી બીજા પણ આવું ન કરે. તેને ઉપાય જડી ગયો. વીરકને બોલાવીને પૂછ્યું - પૂર્વે તે કંઈ પસકમ કરેલ છે ? વીરક બોલ્યો - ના. ઘણું વિચારીને વિકે કહ્યું - બોરનો ઝાડ ઉપર કાકીડો હતો, તેને પત્થર મારીને પાડી દેતા મરી ગયેલો. ડાબા પગ વડે પાણીનો માર્ગ અવરોધેલ અને લોટામાં માખી પૂરીને હાથેથી ઉડાડી હતી. બીજે દિવસે રાજસભામાં ૧૬,૦૦૦ રાજા મણે કહ્યું - આ વીરકની કુલોત્પત્તિ અને કર્મો સાંભળો. જેણે લાલ માથાવાળા નાગને બદરીવનમાં વસ કર્યો, પૃથ્વી શસ્ત્ર વડે પાડી દીધો તે ઉત્કૃષ્ટ ક્ષત્રિય છે. જેણે ચક્ર પ્રમાણ વહેતી ગંગાના જળને ડાબા પગે ઘારી રાખ્યું માટે તે ક્ષત્રિય છે. જેણે ઘોષ કરતી સેના કળશીપુરમાં વસતી હતી તેને ડાબા હાથે ધારી રાખી માટે તે ક્ષત્રિય છે. હું આ વીકને મારી કન્યા આપુ છું. વીક તેને ઘેર લઈ ગયો. તેને શયનગૃહે રાખી, પોતે તેણીનું બધું કામ કરવા લાગ્યો. કોઈ વખત રાજાએ પૂછ્યું - મારી પુત્રી તારું કશું કરે છે ? વીરક બોલ્યો - હું તે સ્વામિનીનો દાસ છું રાજા બોલ્યો - તે બધાં કામો ન કરે તો તેણીને ફટકારજે. રાજાની આજ્ઞા જાણીને ઘેર ગયો. રાજપુગીને કહ્યું - મારે પગે પડ. તેણી રોષવાળી થઈ બોલી - હે કોલિક ! તારી જાતને ન ભૂલ. ત્યારે કોલિકે ઉભા થઈને દોરડા વડે મારવાનું ચાલુ કર્યું. તેણી રડતી-રડતી રજાની પાસે ગઈ, પગે પડીને બોલી કે – મને કોલિકે મારી. રાજાએ કહ્યું - તેમજ થાય, મે કહેલુંને * = સ્વામિની થાય. ત્યારે તે દાસત્વ માંગ્યું, હવે મારે ત્યાં ન રાખુ. તેણી બોલી – સ્વામિની થવું છે. હવે તો વીરક તને મુક્ત કરે તો થાય, વીરકે મુક્ત કરી, તેણીએ દીક્ષા લીધી. - ભગવંત અરિષ્ટનેમિ સમોસર્યા. રાજા નીકળ્યો. બધાં સાધુને દ્વાદશવત વંદના કર્યા. રાજા શ્રમ પામીને ઉભો રહ્યો. વીરકે પણ વાસુદેવની અનુવૃત્તિથી વંદન કય. કૃષ્ણને તો પરસેવા વળી ગયેલા. ભગવંતને પૂછ્યું - હે ભગવન્! ૩૬૦ સંગ્રામમાં પણ હું ન થાકેલો એટલો થાક આજે લાગ્યો. ભગવંતે કહ્યું - હે કૃષ્ણ! તેં પાયિક સમ્યકત્વ ઉત્પાદિત કર્યું છે અને તીર્થકર નામગોબ પણ બાંધ્યું છે. જ્યારે પગમાં વિંધાઈને સાતમી પૃથ્વીમાં જવાનું આયુષ્ય બાંધેલ તે પણ ત્રીજી પૃથ્વી સુધી ઘટી ગયું છે - X - આ વાસુદેવનું ભાવકૃતિકર્મ અને વીરકનું દ્રવ્યકૃતિકર્મ. (૪) હવે સેવકનું દૃષ્ટાંત - એક રાજાને બે સેવક હતા. તે બંને નીકટના ગામના હતા. તેમની વચ્ચે સીમા નિમિત્તે ઝઘડો થયો. ઝઘડો રજદબારમાં ગયો. ત્યાં માર્ગમાં સાધુને જોયા. એકે કહ્યું – ભાવથી પ્રદક્ષિણા કરીને વંદન કરીને જવું, બીજાએ માત્ર તેનું અનુકરણ કર્યું. તેણે પણ વંદના કરી. પહેલો સેવક જીતી ગયો. અહીં પહેલા ook33A1 rajsaheb\Adhayan-33\B& E:\Mahar
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy