SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/ર નિ - ૧૦૫૧ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) હતું? ભગવંતે કહ્યું – ના તેમ ન હતું. - શ્રેણિકે ફરી પૂછયું - તો આમ કઈ રીતે? ત્યારે ભગવંતે તેને બધો વૃત્તાંત કહ્યો. એટલામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ સમીપે દિવ્ય દેવ દુંદુભિના નાદ સહિત મહાનું કલકલ થયો. ત્યારે શ્રેણિકે પૂછ્યું - ભગવન ! આ શું થયું ? ભગવંતે કહ્યું – તેને વિશુદ્ધયમાન પરિણામથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દેવો તેનો મહોત્સવ કરી રહ્યા છે. આ જ દ્રવ્ય અને ભાવ વ્યુત્સર્ગનું દૃષ્ટાંત છે. હવે સમાપ્તિમાં સામાયિકના કત વિષયક સંપથી કહે છે – • નિયુક્તિ-૧૦૫ર-વિવેચન : સામાયિકના આરંભે આત્મા ત્રિવિધકરણ અને ત્રિવિધ યોગથી પાપને તજીને સાવધયોગથી વિરામ પામે છે, આ પાઠ સમાપ્ત થયો. સાવધયોગથી વિરત, કઈ રીતે ? પાપનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરીને અથવા પાઠાંતરથી સાવધયોગ વિરત થઈને ત્રિવિધ ત્રિવિધે ભવિષ્યમાં થનારા પાપનો ત્યાગ કરે છે. - X - X - અનુગમ કહ્યો. હવે નય કહે છે - તે લૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂગ, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ રીતે સાત છે. તેનું સ્વરૂપ પૂર્વે સામાયિક અધ્યયનમાં દશવિલું જ છે. પણ અહીં સ્થાન અભૂખ્યાર્થે જ્ઞાન-કિયા બે નયમાં સમાવેશ થતો હોવાથી સંક્ષેપથી કહે છે – • નિયુક્તિ-૧૦૫૩-વિવેચન : વિધા અને ચરણ નયમાં બાકીના નયોનો અવતાર કરવો જોઈએ. સામાયિક નિયુક્તિ જે સુભાષિત અર્થવાળી છે, તે પૂરી થઈ. અહીં વિદ્યા અને ચરણ એટલે જ્ઞાન અને ક્રિયારૂપ નવ જાણવા. તેમાં બીજા નયો સમજી લેવા. હવે સવદ્વાર જ બાકીના નયના અંતભવથી અધિકૃતુ મહિમાથી - ૪ - જ્ઞાન અને ચરણ નો કહીએ છીએ. તેમાં જ્ઞાન નયનો મત આ પ્રમાણે છે – જ્ઞાન જ આલોક - પરસ્પોકના ફળની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. યુક્તિયુક્ત વડે આ કહ્યું. તેથી જણાવે છે – • નિયુક્તિ-૧૦૫૪-વિવેચન : ગ્રહિતવ્ય અને સંગ્રહિતવ્ય અર્થ જાણ્યથી જ મુક્તિ માટે ચન કરી શકાય છે, આ જ્ઞાનનય જાણવો • • • જ્ઞાતિ - સમ્યફ જાણવું. ગ્રહિતવ્ય-ઉપાદેય, અણહીતળે - હેય, ત્યાજ્ય = શબદ - ઉપાદેય અને હેય બંને જ્ઞાતત્વના અનુકર્ષણાર્થે છે. અથવા ઉપેક્ષણીયના સમુચ્ચયાર્થે છે. વ કાર અવધારણા છે. તેના આવો વ્યવહિત પ્રયોગ જાણવો - જ્ઞાત જ ઉપાદેય તથા હેચ તથા ઉપેક્ષાકીયમાં છે. અજ્ઞાત નહીં. અર્થ - ઐહિક અને આમુર્મિક. તેમાં હિક અર્થમાં - ઝહીંતવ્ય તે માળા,. ચંદન અને સ્ત્રી વગેરે. અહીંતવ્ય - વિષ, શસ્ત્ર, કંટકાદિ, ઉપેક્ષણીય - તૃણ દિ. આમુખિક અર્થમાં ગ્રહીતવ્ય • સમ્યગ્દર્શનાદિ, જાગ્રહીતથમિથ્યાત્વ આદિ, ઉપેક્ષણીય • વિવાથી અમ્યુદયાદિ. તે અર્થમાં પ્રયત્ન કરવો જોઈએ. આ ક્રમથી ઐહિક અને આમુખિક ફળ પ્રાપ્તિના અર્થી જીવોએ પ્રયત્ન કQો જોઈએ • પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન કરવો. - X - X - તથા આમુર્મિક ફળ પ્રાપ્તિના અાર્થીઓએ પણ જ્ઞાનમાં જ પ્રયત્ન કરવો. આગમમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે – 3િ3/4. “પહેલું જ્ઞાન અને પછી દયા" એ પ્રમાણે બધાં સંયતે રહેવું. અજ્ઞાની શું કરી શકે ? છેક કે પાપકને શું જાણશે? તથા અાગમમાં કહે છે – ગીતાર્થનો વિહાર છે, બીજો ગીતાર્થ મિશ્રક કહેલ છે. આ સિવાય બીજો કોઈ વિહારની જિનવરે અનુજ્ઞા આપેલ નથી. અહીં અભિપ્રાય એવો છે કે અંધ વડે મધને ખેંચી જવાથી સમ્યક્ માર્ગ પ્રાપ્ત થતો નથી. એ પ્રમાણે ક્ષાયોપથમિક જ્ઞાનને આશ્રીને કહ્યું. ક્ષાયિકને પણ સ્વીકારીને વિશિષ્ટ કળસાધકત્વ તેનું જ જાણવું. જેથી અરહંતને પણ ભવસમુદ્રના કાંઠે રહેવા છતાં દીક્ષા લઈને ઉત્કૃષ્ટ તપ-ચાસ્ત્રિવાળા છતાં ત્યાં સુધી અપવર્ગની પ્રાપ્તિ થતી નથી, જ્યાં સુધી જીવાજીવાદિ અખિલ વસ્તુના પરિચ્છેદ રૂપ કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય. તેથી જ્ઞાન જ મુખ્ય છે અને તે ઐહિક-મુખિક ફળ પ્રાપ્તિનું પ્રધાને કારણ કહેલ છે. જે ઉપદેશ જ્ઞાનની પ્રાધાન્યતા જણાવનાર છે, તે જાયને જ્ઞાનનય કહે છે. - આ ચતુર્વિધ સમ્યકત્વાદિ સામાયિકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બંનેને ઈચ્છે છે. કેમકે તે જ્ઞાનાત્મકપણે છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિક તો તેનું કાર્ય છે, તેના લાભપણાથી તેને ઈચ્છતા નથી, ગુણભૂતને ઈચ્છે છે તે ગાથાર્થ. જ્ઞાન નય કહ્યો. હવે ક્રિયા નયનો અવસર છે. કિયાનયનો મત આ પ્રમાણે છે – ક્રિયા જ ઐહિક, આમુખિક ફળ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે યુક્તિયુક્તત્વથી કામ કર્યું. આ પણ ઉક્ત લક્ષણ જ સ્વપક્ષની સિદ્ધિને માટે ગાથા કહે છે - મિe આની ક્રિયા નયના દર્શનાનુસાર વ્યાખ્યા – જ્ઞાતમાં ઉપાદેય અને હેય - અર્થમાં ઐહિક અને આમુર્મિક ફળ પ્રાતિને અર્થે પ્રયત્ન કરવો જોઈએ જ. જેથી પ્રવૃત્તિ આદિ લક્ષણ પ્રયત્ન સિવાય જ્ઞાનવાળા પણ અભિલષિત અર્થની પ્રાપ્તિ જોતા નથી. બીજાએ પણ કહ્યું છે - મનુષ્યોને ક્રિયા જ ફળદાયી છે, જ્ઞાન ફળદાયી માનેલ નથી. કેમકે સ્ત્રી-ભક્ષ્ય અને ભોગનો જાણકાર માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. તથા આમુર્મિક ફળ પ્રાપ્તિના અર્થી વડે કિયા જ કરવા યોગ્ય છે. તથા મુનિદ્રવચન પણ એ પ્રમાણે જ વ્યવસ્થિત છે. કેમકે કહ્યું છે કે – ચૈત્ય, કુલ, ગણ, સંઘોમાં અને આચાર્ય તથા પ્રવચનમાં, બધામાં પણ તપ અને સંયમમાં ઉધમ કરવો જોઈએ. આ જ સ્વીકારવું જોઈએ કે જેથી તીર્થકર અને ગણધરોએ પણ ક્રિયા હિતને જ્ઞાન પણ વિકલ જ કહેલ છે. આગમમાં પણ કહ્યું છે કે – ઘણું જ્ઞાન ભણીને પણ ચાસ્ત્રિહીન શું કરશે ? જેમ અંધની પાસે લાખો-કરોડો દીવા પ્રગટાવીને પણ શો લાભ ? આ પ્રમાણે ક્ષાયોપથમિક ચાસ્ત્રિ આશ્રીને કહ્યું. ચાસ્ત્રિ, ક્રિયા આદિ પર્યાય શાદો છે. ક્ષાયિકને આશ્રીને પણ પ્રકૃષ્ટ ફલ સાધકવથી તેને જ જાણવી. જે કારણે અરહંત ભગવંત પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ત્યાં સુધી મુક્તિ પામતા નથી, જ્યાં સુધી સર્વે કર્મ ઇંઘણ અગ્નિભૂત થઈ હૃસ્વપંચાક્ષર બોલવાના કાળ માત્રા જેટલી સર્વ સંવરરૂપ ચારિત્રક્રિયા પામતા નથી. તેથી ક્રિયા જ ઐહિક અને આમુખિક ફલ પ્રાપ્તિમાં પ્રધાન કારણે છે. એ પ્રમાણે ઉક્ત ન્યાયથી જે ઉપદેશ ક્રિયાપ્રાધાન્ય જણાવે છે તે નયને કિયા rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy