SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ નિ - ૧૦૧૬, ભા.૧૫૯ • ભાષ્ય-૧૫૯-વિવેચન : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ શરીર ઓધ-સામાન્યથી મૂલ પ્રયોગ કરણ છે. ઉત્તર પ્રયોગ કરણ તે મૂળશરીરથી નિષ્પન્ન થયેલા શરીરથી નિષ્પન્ન થાય છે. અર્થાત્ જે પ્રયોગથી લોકમાં નિષ્પન્ન મૂલ પ્રયોગથી નિષ્પન્ન થાય છે તે ઉત્તકરણ. આ ઉત્તર કરણ આધ ત્રણ શરીરમાં જ સંભવે છે. અહીં એવું કહેવા માંગે છે કે – પાંચ ઔદારિક શરીરોમાં પહેલાં સંઘાત કરણ તે મૂળ પ્રયોગકરણ કહેવાય છે, અંગ-ઉપાંગ આદિ કરણ તે ઉત્તરકરણ કહેવાય. તે ઔદારિકાદિ ત્રણમાં સંભવે છે. તૈજસ-કાર્પણમાં સંભવતું નથી. તેમાં ઔદારિકાદિ આઠ અંગો મૂલકરણ છે, તે આ પ્રમાણે છે – ભાષ્ય-૧૬૦-વિવેચન : ૨૫ મસ્તક, છાતી, પેટ, પીઠ, બે બાહુ, બે સાથળ, એ આઠ અંગો છે. જ્યારે આંગળી આદિ ઉપાંગ છે. બાકીના અંગોપાંગ છે. બાકીના એટલે હાથ-પગાદિ. • ભાષ્ય-૧૬૧-વિવેચન : વાળ આદિ નિર્માણ અને સંસ્કારવા, નખ અને દાંતને રંગવા વગેરે. તે ઔદારિક અને વૈક્રિયનું ઉત્તરકરણ છે. યથાસંભવ આ યોજના કરવી. ઔદારિકમાં વિશેષથી ઉત્તકરણ છે, જેમકે કાન આદિ નાશ પામે ત્યારે તેનું સંસ્થાપન કરાય તે તે વૈક્રિય આદિમાં કહ્યું નથી, કેમકે તેના વિનાશનો અભાવ છે. સર્વથા વિનાશ અભાવે સંસ્થાપનાનો અભાવ છે. આવા પ્રકારનું ઉત્તરકરણ આહાસ્કમાં પણ નથી. કેમકે તેમાં માત્ર ગમનાગમન થાય છે. અથવા આ બીજા પ્રકારે ત્રિવિધિકરણ છે. તે આ – સંઘાતકરણ, પરિશાટકરણ અને સંઘાતપરિશાટ કરણ. તેમાં આધ ત્રણ શરીરો જે તૈજસ, કાર્મણરહિત છે તેમાં આ ત્રણે કરણો સંભવે છે. બેમાં તો છેલ્લા બે જ હોય. • ભાષ્ય-૧૬૨-વિવેચન : પહેલાં ત્રણના સંઘાત સાટન અને તદુભય થાય છે, તૈજસ અને કાર્પણનો સંઘાતસાટન કે સાન થાય છે. હવે ઔદારિકને આશ્રીને સંઘાત આદિ કાળમાનને કહે છે – ભાષ્ય-૧૬૩-વિવેચન : - સર્વ ઔદારિકમાં સંઘાત એક સમયમાં હોય છે, પરિસાડણ પણ એક સમયમાં હોય છે, સંઘાત પરિસાડણ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ હોય છે. અહીં સંચાત સંઘાતકરણ એક સમય થાય છે. જેમ તપેલ કડાઈમાં પહેલા સમયે પુડલો માત્ર તેલને જ ગ્રહણ કરે છે, પણ ત્યાગ કરતો નથી. બીજા વગેરે સમયમાં ગ્રહણ અને ત્યાગ બંને કરે છે કેમકે તેવા પ્રકારે સામર્થ્યયુક્તત્વ હોય છે. પુદ્ગલો સંઘાત-ભેદ ધર્મવાળા હોય છે. એ રીતે જીવ પણ પહેલા સમયે ઉત્પન્ન થતો ઔદારિક શરીર પ્રાયોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ મૂકતો નથી. દ્વિતીયાદિમાં લે-મૂક બંને કરે છે એથી સંઘાતની એક સમયની સ્થિતિ છે. તે પ્રમાણે પરિશાટન કરણ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ગ્રહણ કહ્યું, કેમકે અહીં જધન્યકાળ પ્રરૂપવાનો છે, તેથી વિગ્રહથી ઉત્પન્ન થયેલો જીવ લેવો કેમકે તેમાં ભવના બે સમય ઓછા થઈ શકે. અહીં ક્ષુલ્લક ભવ જધન્યાયુનો હોય છે. (13) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભાષ્ય-૧૬૪-વિવેચન : આ જઘન્યય સંધાતાદિ કાલમાન કહ્યું, ઉત્કૃષ્ટ તો સમય ન્યૂન ત્રણ પલ્યોપમ વિરહ - અંતકાળ કહે છે, ઔદારિકને વિશે તે આ હોય છે – ૨૬ અહીં ઉત્કૃષ્ટકાળ કહેવાનો હોવાથી અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થયેલો ત્રણ પલ્યોપમ આયુવાળો જીવ લેવો. આ ભવના શરીરનું સાટન કરી ત્રણ પલ્યોપમ પ્રમાણ પરભવાયુનો પહેલા સમયે સંઘાત કરે છે બીજા વગેરે સમયે સંઘાતપરિશાટ, તેથી ઉત્કૃષ્ટ સંઘાત-પરિશાટ કાળ સંઘાત સમયથી ન્યૂન થાય છે. તેનાથી સંઘાતના સમયથી ન્યૂન ત્રણ પલ્યોપમ થાય છે. - ૪ - ૪ - ૪ - ૪ - [આક્ષેપ અને પરિહાર ગાથા અમે છોડી દીધેલ છે.] એ પ્રમાણે ઔદારિક જઘન્ય અને ઉત્કૃષ્ટ સંઘાત પરિશાટ કાળ કહ્યો. સંધાત અને પરિશાટ તો એક સમય જ છે. બીજો સમય અસંભવ છે. હવે સંધાતાદિ વિરહ જધન્ય અને ઉત્કૃષ્ટ ભેદે કહે છે. વિરહ તે અંતકાળ કહેવાય છે. ઔદારિકમાં તે સંધાતાદિનો આ વિરહ છે. • ભાષ્ય-૧૬૫-વિવેચન : ત્રણ સમય હીન ક્ષુલ્લકભવ એ સર્વ સંઘાતનું અંતર છે. પૂર્ણ ક્ષુલ્લક ભવ એ સર્વશાટનું અંતર છે, ઉત્કૃષ્ટ તો પૂર્વકોટિના સમયથી અધિક ૩૩-સાગરોપમ અને સર્વશાટનું એક સમય ન્યૂ તેટલું અંતર છે. ભવમ્ - ભવગ્રહણ, સર્વબંધશાટકનો અંતકાળ, ત્રણ સમયહીન સર્વબંધનો, ક્ષુલ્લક તો સંપૂર્ણ શાટકનો જાણવો. ઈત્યાદિ - ૪ - તેનો ભાવાર્થ ભાષ્ય ગાથાથી જાણવો. જેમકે સર્વ સંઘાત અંતકાળ જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ છે, બે વિગ્રહગતિના સમય અને ત્રીજો સંઘાતનો સમય. તે ક્ષુલ્લક ભવ ધરીને પરભવમાં અવિગ્રહ ગતિએ જાય ત્યારે પરભવના પ્રથમ સમયે સંધાતયત જાણવો ઉત્કૃષ્ટ ૩૩સમયાધિક પૂર્વકોટિ અધિક, તે સાગરોપમ અવિગ્રહથી આ સંઘાત છે. પૂર્વકોટિ આયુ ધારણ કરીને, દેવતા શ્રેષ્ઠનું આયુ ભોગવી, આ ત્રીજા સમયે સંઘાતયત થાય − - x - ૪ - ૪ - ૪ - હવે સંધાત-પરિશાટ અંતર ઉભયરૂપ જણાવવા કહે છે – • ભાષ્ય-૧૬૬-વિવેચન : ઔદારિક સંબંધી ગ્રહણ શાટન ઉભયરૂપનું જધન્ય અંતર એક સમય છે, ઉત્કૃષ્ટ તો ત્રણ સમય સહિત ૩૩-સાગરોપમ છે. ભાવાર્થ માટે ભાષ્યગાથા કહે છે – ઉભયાંતર જઘન્ય સમય નિર્વિગ્રહથી સંઘાતમાં પરમ તે ત્રણ સમય અને ૩૩-સાગરોપમ થાય, દેવાયુમાં ૩૩-સાગરોપમ ભોગવીને અહીં આવીને ત્રીજા સમયે સંઘાતવત જ જાણવું. ઔદારિકને આશ્રીને સર્વ સંઘાતાદિ વક્તવ્યતા કહી. હવે મૈક્રિયને આશ્રીને કહે છે – • ભાષ્ય-૧૬૩-વિવેચન : : વૈક્રિય સર્વ સંઘાત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે સમય છે. વળી વૈક્રિય વિકુર્વણામાં સાડન તો એક જ સમય નિર્દેશાયેલ છે. વૈક્રિયસંઘાત, કાળથી સર્વસ્તોક સમય જ છે. તુ શબ્દ 'જ'કાર અર્થમાં છે. આ ઔદારિક શરીરીના વૈક્રિયલબ્ધિવાના વિક્રુર્વણાના આરંભે અને દેવનાસ્કોને તે પ્રથમ વખત શરીર ગ્રહણમાં હોય. બે સમય માન ઉત્કૃષ્ટ વૈક્રિય સંઘાત કાળ વર્તે છે. તે વળી ઔદારિક શરીરીને વૈક્રિયલબ્ધિવાળાને તેની વિક્ર્વણાના આરંભે જ વૈક્રિયસંઘાત સમયથી
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy