SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ ૯૬ ૨૩૯ મિથ્યાદેષ્ટિ જ છે તેથી તેમને દ્રવ્યથી ઉપાધ્યાય કહેલાં છે. ભાવથી ઉપાધ્યાય - • નિયુક્તિ -૯૯૭ - જિનેશ્વરે ભાખેલ બાર અંગ અર્થથી અને બુધોએ તે સ્વાધ્યાય સૂઝથી કહો. તેને વાચનારૂપે ઉપદેશવાથી તેને ઉપાધ્યાય કહેવાય છે. - વિવેચન : આચાર આદિ ભેદથી બાર અંગ, અહંત પ્રણિત વાચના નિબંધનવથી સ્વાધ્યાય છે, તેને સૂગથી બુધ - ગણધરાદિ કહેલ છે. તે સ્વાધ્યાયને વાચના રૂપે ઉપદેશે છે. તે કારણે ઉપાધ્યાય કહ્યા છે. જેની પાસે જઈને ભણાય અવર્ષની પ્રાપ્તિ છે - ઉપાધ્યાય શબ્દાર્થ બીજી રીતે : • નિર્યુક્તિ-૯૯૮ + વિવેચન : 3 અક્ષર ઉપયોગ કરવા અર્થમાં છે, ફા એ ધ્યાનનો નિર્દેશ કરે છે. પ્રાકૃતૌલીમાં આ રીતે ૩ થયું. ઉપયોગપૂર્વક ધ્યાનને કરનાર. આ અન્ય પણ પર્યાય છે. - અથવા - • નિયુક્તિ-૯૯ : ઉપયોગ કરવામાં, ૩ - પાપના પરિવર્જનમાં, ૪ - ધ્યાન કરવામાં, ૩ - કર્મથી સરકી જવાની અર્થમાં છે. • વિવેચન-૯ : ઉપયોગપૂર્વક પાપને પરિવર્જતો ધ્યાનમાં રહીને કર્મોને દૂર લઈ જાય છે, તે ઉપાધ્યાય. - X - X - ઉપાધ્યાયને નમસ્કાર ઈત્યાદિ જે ચાર ગાથા તે સામાન્યથી અહં નમસ્કારવતું જાણવી. વિશેષથી તો સુગમ છે જ. ઉપાધ્યાય નમસ્કાર અધિકાર કહ્યો. હવે સાધુ નમસ્કાર અધિકાર કહે છે. તેમાં - અભિલષિત એટલે ઈષ્ટ અર્થને સાધે છે માટે સાધુ. તે નામાદિ ચાર ભેદથી છે – • નિયુક્તિ-૧૦૦૦ + વિવેચન : - નામ સાધુ, સ્થાપના સાધુ, દ્રવ્યસાધુ અને ભાવસાધુ એ ચાર ભેદ છે. દ્રવ્યમાં લૌકિક આદિ અને ભાવમાં સંયત સાધુ જાણવા. હવે દ્રવ્ય સાધુને પ્રતિપાદિત કરતાં કહે છે - • નિયુક્તિ -૧૦૦૧ : ઘટ, પટ, રથ વગેરે દ્રવ્યને સાધતો હોય તે દ્રવ્ય સાધુ છે, અથવા દ્રવ્યભૂત [પાશ્ચાદિ તે દ્રવ્ય સાધુ કહેવાય છે. • વિવેચન-૧૦૦૧ - દ્રવ્યભૂત એટલે ભાવપર્યાય શૂન્ય. હવે ભાવ સાધુને કહે છે - • નિયુક્તિ-૧૦૦૨ + વિવેચન : નિર્વાણ સાધક યોજના - સમ્યગ્દર્શનાદિ પ્રધાન વ્યાપારોને જેથી સાધે છે માટે સાધુ - વિહિત અનુષ્ઠાન પરવથી કહ્યા. તથા સર્વે જીવોમાં સમાન છે, તેથી તેમને ભાવ સાધુ કહેવાય છે. ૨૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ • નિયુક્તિ-૧૦૦૩ થી ૧૦૦૫: સાધુના શું તમે તપ, નિયમ કે સંયમ ગુણ જુઓ છો ? તે માટે તમે સાધુને વાંદો છો. એ પ્રમાણે મેં પૂછ્યું, તમે તેનો ઉત્તર આપો. વિષય સુખથી નિવૃત્ત, વિશુદ્ધ ચાસ્ત્રિ અને નિયમથી યુક્ત, સર્વ ગુણના સાઘક સદા મોક્ષ કૃત્યમાં ઉધમીને નમસ્કાર થાઓ. જગત પોતે અસહાયક હોવા છતાં મને સંયમના ખલનમાં સહાય કરે છે, એ કારણોથી હું સર્વે સાધુઓને નમું છું • વિવેચન-૧003 થી ૧oo૫ : ગાથાર્થ કહ્યા. ત્રીજી ગાથામાં વૃતિકાર લખે છે કે - પરમાર્થ સાધન પ્રવૃત્તિમાં જગત પોતે અસહાયક છે છતાં અથવા અસહાયકને સહાય કરે છે - મને સંયમ કરતાને સહાયક છે. માટે સર્વે સાધુને નમું છું. સાધુને કરેલ નમસ્કાર'' ઈત્યાદિ ચાર ગાથાનો વિસ્તાર સામાન્યથી અહંતુ નમસ્કારવત જાણવો. વિશેષ તો સુખેથી જ્ઞાત છે જ. આ પ્રમાણે વસ્તુ દ્વાર કહ્યું. [અહીંથી આગળ “એસો પંચ નમુક્કારો” ઈત્યાદિ શ્લોક પુસ્તકની પ્રતિમાં દેખાય છે, પણ વૃત્તિમાં તેની વ્યાખ્યા કે સૂચના નથી.] જો કે દીપિકાના ચયિતાએ “એસો પંચ નમુક્કારો આદિ ચાર પદ નિક્તિરૂપે નોંધેલ છે. પણ ચૂર્ણિમાં પણ તેનો ઉલ્લેખ નથી. - x • x • x • x • x • નિર્યુક્તિ-૫૬૪ થી ૧૦૦૫નો સટીક અનુવાદ મુનિ દીપરત્નસાગર દ્વારા પૂર્ણ ભાગ-૩૨-સમાપ્ત . - X - X - X - X –
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy