SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ અધ્ય-૧, નમસ્કાર નિ • ૯૬૯ ૨૩૩ પદેશો યુક્ત ધન આકાર મોક્ષમાં સિદ્ધને હોય. • વિવેચન-૯૬૯ - મનુષ્ય ભવને છોડતા છેલ્લા સમયે જે આકાર હોય તે જ આકાર બીજા ભાગે ખાલી ભાગ આદિ પૂરાઈ જતાં બાકીનો ધનપદેશ આકાર રહે છે. • નિયુક્તિ -૯૬o દીધુ કે હુ જે સંસ્થાના છેલ્લા ભવમાં હોય, તેનાથી પ્રભાગ-હીન સિદ્ધની અવગાહના કહેલી છે. • વિવેચન-૯90 - દીર્ધ-૫૦૦ ધનુષ પ્રમાણ, હસ્વ-બે હાય પ્રમાણ, વચ્ચેની તે મધ્યમ, જે છેલ્લા ભવે આકાર હોય, તે સંસ્થાનથી બીજા ભાગ હીન, કેમકે ત્રીજા ભાગ વડે પોલાણ પૂરાઈ જાય છે, સિદ્ધોની અવગાહના - સ્વ અવસ્થા તીર્થકર અને ગણઘરે કહેલી છે. હવે ઉત્કૃષ્ટાદિ ભેદ ભિન્ન અવગાહના – • નિયુક્તિ -૯૭૧ થી ૯83 : સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના 333-*, ધનુણ કહી છે. ૪-* હાથ એ સિદ્ધોની મધ્યમ અવગાહના છે અને સિદ્ધોની જઘન્ય અવગાહના ૧ હાથ અને ૮-અંગુલ કહેલી છે. • વિવેચન-૯૭૧ થી ૯૭૩ - ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – ભાગકાર આક્ષેપ અને પરિહાર કરતાં જણાવે છે - મરુદેવી માતા નાભિકુલકરથી કંઈક ન્યૂન ઉંચા હતા, તે કઈ રીતે સિદ્ધ થાય ? ૫oo ધનુષથી અથવા સંકોચથી થયા. સાત હાય જઘન્યથી કહ્યા, તો બે હાથવાળા કઈ રીતે સિદ્ધ થયા? સાત હાથ પ્રમાણ કદાચ તીર્થકરને આશ્રીને હશે, બાકીના કુમપુત્રની માફક બે હાથ કે કંઈક વધુ-ઓછી અવગાહનાથી પણ સિદ્ધ થાય. સૂત્રમાં બહલતાથી પo૦ ધનુષ ઉત્કૃષ્ટ અને જઘન્ય સાત હાથ કહેલ છે, બાકી અંગુલ કે ધનુષ પૃથકત્વથી હીનાધિક પણ હોય. કોઈ આશ્ચર્ય ઘટેલ હોય તો સામાન્યશ્રુતમાં તેનું કથન ન થાય. • નિયુક્તિ-૯૩૪ - અવગાહના વિષયમાં સિદ્ધો અંતિમ ભાવના શરીરથી બીજો ભાગ ન્યૂન હોય, જરા-મરણ વિપમુક્ત સિદ્ધોનું સંસ્થાન અનિયન આકાર હોય. • વિવેચન-૯૩૪ - ગાથાર્થ કહ્યો. વિશેષ આ – “આવા-આવા આકારે રહેલ છે તેમ કહેવું શક્ય ન હોય તે ‘અનિલ્ચ' સંસ્થાન. લૌકિક કોઈ પ્રકારેથી અસ્થિત. સામાન્યથી કહ્યું, આ શું દેશ ભેદથી સ્થિત છે કે નહીં ? • નિયુક્તિ-૯૫ - જ્યાં એક સિદ્ધ રહેલ છે, ત્યાં ભવક્ષયથી વિમુકત, પરસ્પર અવગાઢ અનંતા સિદ્ધો હોય છે, તે લોકાંતે સ્પર્શ કરીને રહેલા છે. • વિવેચન-૯૭૫ - જે દેશમાં જ એક સિદ્ધ રહેલ હોય, ત્યાં અનંતા રહેલા હોય કેવા ? ભવના ક્ષયથી વિમુક્ત. આના વડે વળી સ્વેચ્છાથી ભવમાં ફરી અવતાર લેવાની શકિતવાળા સિદ્ધનો વ્યવચ્છેદ કરેલ છે. તેવા પ્રકારના અચિંત્ય પરિણામપણાથી ધમસ્તિકાયાદિ માફક પરસ્પર સમવગાઢ રહે. બધાં જ લોકાંતને ધૃષ્ટ-વળગેલા હોય. • x - તથા • નિયુક્તિ-૯૭૬ - એક સિદ્ધ સર્વ આત્મ પ્રદેશો વડે નિયમથી અનંત સિદ્ધોને સ્પર્શે છે, તેના કરતાં પણ દેશ-પ્રદેશથી અશયેિલા અસંખ્યગણા છે. • વિવેચન-૯૭૬ - આત્મ સંબંધી સર્વ પ્રદેશો વડે અનંત સિદ્ધોને કોઈ એક સિદ્ધ નિયમથી સ્પર્શે છે. ઈત્યાદિ - x - કઈ રીતે ? સર્વ આત્મ પ્રદેશો વડે અનંતા પર્શિત છે તથા એક-એક પ્રદેશથી પણ અનંતા જ છે, તે અસંખ્યય પ્રદેશાત્મક છે. તેમાં મૂળ અનંતા, સર્વ જીવ પ્રદેશ અસંખ્યય અનંત વડે ગુણિત કરતા આ યચોક્ત સંખ્યા આવે છે. હવે સિદ્ધો જ લક્ષણથી કહે છે – • નિર્યુક્તિ-૯૭૭ - આશીશ, જીવપદેશથી ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયોગવાળા, સાકાર અને અનાકાર, તે સિદ્ધોનું લક્ષણ છે. • વિવેચન-૯૭૭ : અવિધમાન શરીરી થતુ દારિકાદિ પાંચ પ્રકારના શરીરથી રહિ. ધનપોલાણના પૂરવાથી, ઉપયોગવાળા - ક્યાં ? કેવળદર્શન અને કેવળજ્ઞાનમાં જ, અહીં આ સામાન્ય સિદ્ધ લક્ષણ છે તેમ જણાવવા માટે છે - X - X • તેમાં સામાન્ય વિષયકે તે દર્શન અને વિશેષ વિષયક તે જ્ઞાન છે માટે સાકાર અને અનાકાર તે સામાન્ય અને વિશેષ રૂપ છે. ‘લક્ષણ’ તે તેનાથી અન્ય વ્યાવૃત - સ્વરૂપ. ઉપર કહેલ તું શબ્દ હવે કહેવાનાર નિરૂપમ સુખના વિશેષણાર્યો છે. સિદ્ધ - નિહિતાર્થ. હવે કેવળજ્ઞાન-કેવલદર્શનની અશેષ વિષયતા બતાવે છે – • નિયુક્તિ-૯૩૮ - કેવળજ્ઞાનના ઉપયોગવાળા સર્વે પદાર્થોના ગુણ-પયિોને જાણે, અનંત એ કેવળદર્શન વડે તે ચારે બાજુથી જુએ. • વિવેચન-૯૭૮ - કેવળજ્ઞાનના ઉપયોગવાળા માત્ર અંત:કરણથી તહીં કેમકે તેનો અભાવ છે. જાણે છે - સર્વે પદાર્થોના ગુણ અને પર્યાયોને જાણે છે. પહેલો ભાવ શબ્દ પદાર્થ વચન છે, બીજો પર્યાયવયન છે. ગુણ-પર્યાય ભેદ સહવર્તી છે. ગુણો ક્રમવર્તી પયયિો છે. તથા જુએ છે ચારે તરફ જ. અનંત કેવલદર્શન વડે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy