SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧ ૨૨૧ ત્યારે તું શું વિચારતો હતો ? ચંદ્રગુપ્ત કહ્યું - જલ્દીથી હમણાં-હમણાં જ કંઈક સુંદર-સારું થશે. આર્ય તે જાણે જ છે. ત્યારે ચાણક્યએ વિચાર્યું કે – આ હજુ પણ જ છે, વિપરિણામ યુક્ત થયો નથી. ત્યારપછી ચંદ્રગુપ્ત ભુખ વડે પીડાતો હતો. ચાણક્ય તેને બેસાડીને ભોજનની વ્યવસ્થા માટે ગયો. તેને ડર હતો કે - ખેને ! મને કોઈ ઓળખી ન જાય. ભટ્ટ મહોદરનું બહાર નીકળી ગયેલ ઉદર-પેટ ફાડીને, તેમાંથી દહીં-ભાત કાઢી લઈને ચાણક્ય ગયો, બાળકને જમાડ્યો. અન્ય કોઈ દિવસે અન્યત્ર ગામે સગિના ભિક્ષા લેવા ચાણક્ય ગયો. કોઈ વૃદ્ધાએ તેના પુત્રાદિને રાબ પીરસી, એક પુત્રે મધ્યમાં હાથ નાંખ્યો, તેનો હાથ બળી જતાં તે રડવા લાગ્યો. ત્યારે વૃદ્ધા બોલી - તું ચાણક્ય જેવો મુરખ છે. કેમ મુખ છું ? પહેલા અડખે-પડખેનું ગ્રહણ કરવું જોઈએને ? તે સાંભળીને ચાણક્ય હિમવંતા પર્વત ગયો. પાર્વતિકરાજા સાથે મૈત્રી થઈ. કહ્યું કે - આપણે બધાં ભેગા મળીને રાજ્યો ભાંગીએ. એકલા લુંટવા જ્યાથી નગરનું પતન કરી ન શકાય. - ત્યાસ્પછી ચાણક્ય મદંડી થઈને પ્રવેશ્યો. બધી વસ્તુઓ જુએ છે. જોતાંજોતાં ઈન્દ્રકુમારીઓ જોઈ. તેમના પ્રભાવથી નગરું પતન થતું ન હતું. માયા કરીને તેને દૂર કરી. નગરનું પતન થયું. ત્યારપછી પાટલીપુત્ર નગરને ઘેરો ઘાલ્યો. ધર્મદ્વારને શોધે છે. એક રથ વડે જે શક્ય હોય તે તું લાવ. ત્યારે એક કન્યા, બે પત્નીઓ અને દ્રવ્યને લાવે છે. તે કન્યા ચંદ્રગુપ્તને જોયા કરે છે. તેણીને કહ્યું - ચાલ આવવું છે ? ત્યારે તેણી ચંદ્રગુપ્તના રથમાં વળગી ગઈ, ત્યારે નવ આરાઓ ભાંગ્યા, તે વખતે ગિદંડીએ કહ્યું કે - તેને રોકતો નહીં, તારો વંશ નવ પુરુષ યુગ સુધી ચાલુ રહેશે. તે ગયો રાજ્યના બે ભાગ કર્યા. એક કન્યા વિષભાવિત હતી - વિષકન્યા હતી. તેનામાં પર્વતકની ઈચ્છા થઈ. તે કન્યા પર્વતકને આપી દીધી. અગ્નિ પ્રદક્ષિણામાં પરિગત વિષથી તે મરવાને લાગ્યા. તેણે કહ્યું - હે મિત્ર! હું મરી રહ્યો છું, આ ઝરે મને ઘેરી લીધો છે. ચાણક્ય ભૃકુટી ચડાવી. ઝેરનું નિવારણ કરવા કહ્યું. પછી બંને પણ રાજયો તેના ચંદ્રગુપ્તના થઈ ગયા. નંદના માણસો ચોરી કર્મથી જીવતા હતા. ચોર પકડનાર તેમને શોધે છે. ગિદંડી શાખાપુરમાં નલદાયે મકોટક મારકને જોઈને આવ્યો. રાજાને બોલાવ્યો. કોટવાલને સોંપ્યો, વિશ્વાસ પમાડ્યો, ભોજનના દાન વડે તેને કટુંબ સહિત મારી નાંખ્યો. • x * કોશ નિમિતે પારિણામિકી બુદ્ધિ - જુગાર રમતા કૂટ-પાશા વડે, સોનાના થાળો ભરીને દીનાર લીધી. જે જય પામે તેને આ આખો પાળ અપાશે. જો હું જય પામે તો મને તમારે એક દીનાર આપવી. એ રીતે ભંડાર ભર્યો. પછી લાંબા કાળા સધી બીજા ઉપાયો વિચાય કે રાજનો ખજાનો ભરપુર કેમ કરવો? નગરજનોને બોલાવ્યા. પછી તેમને ઘણું ભોજન કરાવ્યું. મધપાન પણ સારા પ્રમાણમાં કરાવ્યું. ઉન્મત્ત થતાં નાચવા લાગ્યા. ત્યારે ચાણક્ય નૃત્ય કરતાં બોલ્યો કે – મારી પાસે રરર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ બે ભગવા વસ્ત્રો ચે, સુવર્ણનું કમંડલ છે અને મિદંડ છે. રાજા પણ મને વશવર્તી છે, માટે મારી આ ઝલ્લરી વગાડો. ત્યારે બીજા નગરનો ધનપતિ તેની આ સવૃદ્ધિ સહન ન કરી શક્યો. તે પણ નાચવા અને ગાવા લાગ્યો – મદોન્મત્ત હાથીના તુરંતના જન્મેલા બાળ હાથી ૧૦૦૦ યોજન સુધી ચાલે, તેને પગલે પગલે લાખ લાખ મુદ્રા મૂકું. તેટલું નાણું મારી પાસે છે, એ વાતે ઝલ્લરી વગાડો. ત્યારે વળી બીજો કોઈ ધનપતિ બોલ્યો કે એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થયેલા અનેક સેંકડો પ્રમાણે તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણ મુદ્રા મૂકો- તેટલું ધન મારી પાસે છે તો મારી ઝલ્લરી વગાડો. કોઈએ માખણની ઉપમાંથી, કોઈએ શાલિની ઉપમાથી એમ અનેક રીતે બધાં ધનપતિ મધપાનથી ઉન્મત્ત થઈ પોત-પોતાના જે કંઈ ધન-ધાન્યાદિક હતા, તે બધાંનું વર્ણન કરવા લાગ્યા. એ રીતે ચાણકયએ બધાંની સમૃદ્ધિ જાણીને જેની પાસે જેટલું યોગ્ય લાગે તેટલું ધન મેળવીને રાજના ભંડારની વૃદ્ધિ કરી - આ તેની પારિણામિકી બુદ્ધિ - ચાણક્યએ પોતાની બુદ્ધિ વડે કોઈ પાસેથી રત્નો, કોઈ પાસેથી શાલિ, કોઈ પાસેથી ઘોડા, કોઈ પાસેથી નવનીત એ પ્રમાણે પોતાની બુદ્ધિ વડે માંગી-માંગીને રાજ્યને ધન-ધાન્ય વડે સમૃદ્ધ કરી દીધું. (૧૩) સ્થૂલભદ્ર - તેની પારિણામિકી બુદ્ધિ આ પ્રમાણે છે - જ્યારે તેના પિતા મૃત્યુ પામ્યા ત્યારે નંદ રાજાએ સ્થૂલભદ્રને બોલાવીને કહ્યું - હવે તું અમાત્ય થા. ત્યારે સ્થૂલભદ્ર, રાજાને કહે છે કે – હું વિચારીને કહ્યું. ત્યારપછી તે અશોક વનિકામાં ગયો, વિચારે છે કે – વ્યાક્ષિપ્ત લોકોને વળી ભોગ કેવા ? એટલે બધું છોડી નીકળી ગયો અને દીક્ષા લીધી. રાજાએ ત્યારે રાજપુરુષોને બોલાવીને કહ્યું – પાછળ જઈને જુઓ. ક્યાંક તે કપટથી પાછો કોશા ગણિકાને ઘેર તો જતો નથીને? સ્થૂલભદ્ર જતો હતો ત્યારે કુતારાના કોહવાયેલા ફ્લેવર પાસેથી નાસિકાને બંધ કર્યા વિના ચાલ્યો ગયો. એ જોઈને તે રાજપુરુષોએ રાજાને જઈને કહ્યું કે આ ખરેખર જ ભોગથી વિક્ત થઈ ગયો છે. ત્યારે નંદરાજાએ પૂલભના ભાઈ શ્રીયકને મંત્રી બનાવ્યો. આ તે સ્થૂલભદ્રસ્વામીની પારિણામિકી બુદ્ધિ જાણવી. (૧૪) નાસિક્ય સુંદરીનંદ - નાસિક્ય નગર હતું. ત્યાં નંદ વણિ હતો, તેને સુંદરી નામે પત્ની હતી. તે પનીમાં ઘણો આસક્ત હોવાથી લોકોએ તેનું સુંદરીનંદ એ પ્રમાણે નામ પાડી દીધેલ હતું. તેના ભાઈએ દીક્ષા લીધી હતી. તેણે સાંભળ્યું કે – તેનો ભાઈ, તેની પત્ની સંદરીમાં ઘણો આસક્ત છે, તેથી મારે જઈને તેને પ્રતિબોધ કરવો. જેથી દુર્ગતિમાં ન જાય. ગુરુ આજ્ઞાથી તેના ભાઈ મુનિ, નંદના ઘેર પરોણારૂપે ગામમાં પધાર્યા, બીજે સ્થાને રહ્યા. ગૌચરી વેળા નંદના ઘેર પધાર્યા. ત્યારે તેણે અનશનાદિ વડે પ્રતિલાભિત કર્યા. - ત્યારપછી ભાઈ મુનિએ તેના હાથમાં પામ આપ્યું. ઉધાન ભૂમિ સુધી સાથે ચાલવા કહ્યું, ત્યાં સુધી સંદરીનંદ સાથે ગયો. લોકોએ તેના હાથમાં રહેશ્ત પણ જોયું. બધાં તેની મજાક કરવા લાગ્યા કે આ સુંદરીનંદે દીક્ષા લીધી છે. તો પણ તે ઉધાનમાં
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy