SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૨૨ ૧૮૯ તથા રજને હણનાર, કેમકે રજને હણનાર હોવાથી તેમ કહેવાય. અને એટલે વધ્યમાનક કર્મ કહેવાય. હવે અમોઘતા જણાવવાને માટે અપાંતરાલિક નમસ્કારના ફળને ઉપદર્શિત કરે છે. [બતાવે છે.) • નિયુક્તિ -૯૨૩ : અરહંતને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી મુકાવે છે. તે વળી ભાવણી કરાય તો બોધિ લાભને માટે થાય છે. • વિવેચન-૯૨૩ : અરહંતને નમસ્કાર, તે અહંન્નમસ્કાર. અહીં અહં શબ્દની બુદ્ધિસ્થ અહ આકારવાળી સ્થાપના ગ્રહણ કરાય છે. નમસ્કાર તે નમ: શબ્દ જ છે. નીવ - આત્મા, મુકાવે છે • દૂર કરે છે, છોડાવે છે. કોનાથી? હજારો ભવોથી. પાવ - ઉપયોગથી જે કરાય, અહીં સહસ શબ્દ તો ૧૦૦૦ સંખ્યા દશવિ છે, તો પણ અહીં અર્થથી અનંત સંખ્યા જ જાણવી અત્ અનંત ભવોથી મૂકાવે છે - મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, તેમ કહેલ છે. (શંકા બધાં જ ભાવથી પણ નમસ્કાર કરવામાં તભવે જ મોક્ષ ન થાય, તો પછી શા માટે કહેવાય છે કે - જીવને મુક્ત કરાવે છે, ઈત્યાદિ. [સમાધાન જો કે તે જ ભવે મોક્ષને માટે થતો નથી, તો પણ ભાવના વિશેષાથી થાય છે. વળી ‘બોધિ લાભને માટે થાય” તેમ કહ્યું. બોધિલાભ એ જલ્દી અને અવિકલ એવો મોક્ષનો હેતુ છે, તેથી આમ કહ્યું તેમાં કોઈ દોષ નથી. એમ ગાથાર્થ કહ્યો. તથા કહે છે - • નિયુક્તિ-૯૨૪ - ભવનો ક્ષય કરતાં એવા ધન્ય જીવોના હૃદયને ન છોડતો અરહંત નમસ્કાર પદયાનને નિવારનારો થાય છે. • વિવેચનk૨૪ : ‘અરહંત નમસ્કાર' પૂર્વવતુ. ભવનો ક્ષય કરતાં ધન્યોના. અહં થયા - જ્ઞાન, દર્શન, ચાત્રિ રૂપ ધનવાળા સાધુ આદિ, તેમને - ભવનો ક્ષય કરનારાને. અહીં તે ભવનું જીવિત તે ભવ, તેનો ક્ષય, તે ભવક્ષય, કરતાં એટલે આચરતાને, શું ? હૃદયને - ચિત્તને, ત્યાગ ન કરીને, હૃદયથી દૂર ન જઈને, “વિસોતસિકવાક” - અહીં અપધ્યાનને વિસોતસિકા કહ્યું. તેને વાક છે અર્થાત્ ધર્મધ્યાન જ એક આલંબનતા કરે છે. • નિયુક્તિ-૯૨૫ - એ પ્રમાણે મહાઈ અરહંત નમસ્કારનું વર્ણન કરાયું, મરણ સમીપ આવતાં તે વારંવાર નિરંતર કરાય છે. • વિવેચન૨૫ : અરહંત નમસ્કાર જ એ પ્રમાણે નિશે વર્ણન કરાયેલ મણાર્થ જેનો મહાન અર્ચ છે તે. અલા અક્ષર હોવા છતાં દ્વાદશાંગનો અર્થ સંગ્રહ કરેલ હોવાથી મહાઈ છે. વળી તે કેવો છે ? તે કહે છે – ૧૯૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ જે નમસ્કાર, ‘મરણ’ - પ્રાણ ત્યાગ કાણમાં, ઉપાણ-સમીપ ભૂત થઈ, અનવરત અને અનેકવાર કરાય છે. તેથી પ્રધાન આપત્તિમાં સમ અનુસ્મરણ કરવાથી ગ્રહણ કર્યો છે માટે મહાથે-પ્રધાન છે. અહીં ભાણકારશ્રી કૃત પાંચ ગાથાઓ મૂકેલી છે - (૧) જ્વલનાદિ ભયમાં બાકીનાને છોડીને પણ એક મહામૂલ્ય રત્ન છે, યુદ્ધમાં કે અતિભયમાં જેમ અમોઘ શસ્ત્ર ગ્રહણ કરાય તેમ અહીં - | (૨) દ્વાદશાંગને છોડીને તે જ મરણ વખતે કરાય છે, જેથી અરહંત નમસ્કાર કરાય છે, તે કારણથી તે દ્વાદશાંગનો અર્થ છે. (3) સર્વે પણ દ્વાદશાંગ પરિણામ વિશુદ્ધિ માત્ર હેતુક છે, તે કારણ ભાવથી કેમ તેને માટે નમસ્કાર ન કહ્યો ? () કેમકે તે દેશ-કાળમાં બાર પ્રકારનું શ્રુત સ્કંધ આખું ચિંતવવું તે બાઢ અને સમર્થ ચિત્તથી પણ શક્ય નથી. (૫) તેની પ્રણતના સદ્ભાવી, તે કારણે શુભ ચિત્ત વડે અનુસરવું જોઈએ. આ જ નમસ્કાર કૃતજ્ઞત્વ મળ્યમાન છે. [આ ગાથા ભિન્ન સંબંદ્ધ છે.] એ પ્રમાણે ગાયથાર્થ કહ્યો. હવે ઉપસંહાર કહે છે – • નિયુક્તિ-૯૨૬ - અરહંત નમસ્કાર એ બધાં પાપોનો પકૃષ્ટ નાશક છે અને તે સર્વે મંગલોમાં પ્રથમ - પ્રધાન મંગલ છે. • વિવેચન-૨૬ : કેટલું કહીએ ? આ અરહંત નમસ્કાર કેવો છે ? બધાં પાપનો નાશ કરનાર છે. તેમાં પાંશત્તિ - [પાપથી બહાર કાઢે તેના નિપાતનથી “પાપ” કહ્યું અથવા હિતને પીએ છે [હિત મેળવાય છે] માટે “પપ'. સર્વમ્ - આઠે પ્રકારે પણ, વર્ષ - પાપ, જાતિ સામાન્ય અપેક્ષાથી કહ્યું. કહેલ છે કે- તત્તથી પાપ કર્મ જ છે, ઈત્યાદિ. તેનો નાશ કરે છે માટે સર્વપાપપણાશન. | સર્વેમાં - નામાદિ લક્ષણ, મંગલોમાં પહેલું - પ્રધાન કેમકે તે પ્રધાન અને કરનારું છે, અથવા આ પાંચ ભાવ મંગલ - અરહંત આદિ છે, તેમાં પહેલું એટલે કે આધ મંગલ છે. વરુ માર્ત - મંગલ સંપાપ્ત થાય છે, એ ગાથાર્થ છે. અહીં સુધી અરહંત નમસ્કાર કહ્યો. હવે સિદ્ધ નમસ્કાર કહીએ છીએ. તેમાં સિદ્ધ શબ્દનો શો અર્થ છે ? તે કહે છે :- x -x - જે સિદ્ધ થાય છે. તે સિદ્ધ. જે જે ગુણ વડે નિષ્પક્ષ - પરિતિષ્ઠિત છે, કરી જેને સાધવાનું નથી. તે સિદ્ધ થયેલા ઓદનની માફક સિદ્ધ છે. તે સિદ્ધ શબ્દ સામાન્ય અપેક્ષાથી કહ્યો. અર્થથી તે ચૌદ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય એ ત્રણ સિદ્ધોને છોડીને બાકીના નિક્ષેપોનું પ્રતિપાદન કરવાને માટે કહે છે - • નિયુક્તિ-૨૭ - કર્મ, શિલ્પ, વિધા, મંત્ર, યોગ, આગમ, અર્થ, યાત્રા, અભિપાય, તપ અને કર્મક્ષય એ [બાકીના ૧૧માં સિદ્ધ કહેવા.].
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy