SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮ રાજાને તે વાત કરી. રાજા આવ્યો, આશ્રમનો વિનાશ કરી ગાયને ઉઠાવીને ચાલ્યો ગયો. આ વાત રામને કહી. રામ તેની પાછળ ધસી ગયો અને અનંતવીર્યને મારી નાંખ્યો. ત્યારપછી કાર્તવીર્ય રાજા થયો. તેની તારા નામે રાણી હતી. કોઈ દિવસે તેને પિતાનું મૃત્યુ કેમ થયું તે કહ્યું. તેણે આવીને જમદગ્નિને મારી નાંખ્યા, તે વાત રામને ખબર પડી. તેણે આવીને દેદીપ્યમાન પશુથી કાર્તવીર્યને મારી નાંખ્યો. સ્વયં જ રાજ્ય લઈ લીધું. આ તરફ તે તારાદેવી તેના ભયથી ભાગી જઈને તાપસોના આશ્રમમાં ગઈ, તેણીને સ્વ મુખથી ગર્ભ પડી ગયો. તેનું નામ સુભૂમ રાખ્યું રામની પરશુ જ્યાં જ્યાં ક્ષત્રિયને જોતી ત્યાં ત્યાં સળગવા લાગતી હતી. ૧૭૩ કોઈ દિવસે તાપસના આશ્રમની પાસેથી તે જતો હતો. ત્યાં તેની પરસુ સળગવા લાગી, તાપસો બોલ્યા અમે જ ક્ષત્રિયો છીએ. તેથી રામે સાત વખત પૃથ્વીને નિઃક્ષત્રિયા કરી. તેની દાઢાદિથી ચાળ ભર્યો એ પ્રમાણે રામે ક્રોધથી ક્ષત્રિયોને હણ્યા. માન પણ નામ આદિ ચાર ભેદે છે. કર્મદ્રવ્યમાન પૂર્વવત્ છે નોકર્મદ્રવ્યમાન સ્તબ્ધ દ્રવ્ય લક્ષણ છે, ભાવમાન તેનો વિપાક છે. તે ચાર ભેદે છે. જેમ કહ્યું છે કે – તિનિશલતા, કાષ્ઠ, અસ્થિ, શૈલસ્તંભ એ ચારની ઉપમાથી માનને જાણવું. અહીં તેનું ઉદાહરણ છે - - તે સુભૂમ ત્યાં મોટો થાય છે, વિધાધરે ગ્રહણ કર્યો. કોઈ દિવસે વિશ્વાદિ વડે પરીક્ષા કરી. આ તરફ રામે નૈમિત્તિકને પૂછ્યું – મારો વિનાશ કઈ રીતે થશે ? તેણે કહ્યું – જે આ સિંહાસન ઉપર બેસશે, તેના જોતાં જ આ દાઢો ખીરરૂપ બની જતાં ખાઈ જશે. તેના તરફથી તમને ભય છે. - ત્યારપછી પરસુરામે ભોજન તૈયાર કરાવી બધાંને બોલાવ્યા. ત્યાં સિંહાસનની આગળ સ્થાપના કરી, તેની આગળ દાઢો મૂકી. આ તરફ મેઘનાદ વિધાધર હતો, તેણે તેની પુત્રી પદ્મશ્રી વિશે નૈમિત્તિકને પૂછ્યું આ કોને પરણાવવી જોઈએ? તેણે સુભૂમને કહ્યું, ત્યારથી મેઘનાદ સુભમની સાથે રહ્યો. એ પ્રમાણે કાળ વીતે છે. આ તરફ સુભૂમ તેની માતાને પૂછે છે – શું લોક આટલો જ છે ? કે બીજો પણ છે ? માતાએ બધી વાત કરી. - ૪ - સુભૂમ તે બધું સાંભળીને હસ્તિનાગપુર ગયો. ત્યાં સભામાં જઈને સિંહાસને બેસી ગયો. દેવતા રાડો પાડતા નાસી ગયા. તે દાઢાની ખીર બની ગઈ. ત્યારપછી તે બ્રાહ્મણોને હણવા લાગ્યા, તે વિધાધર તેના ઉપર પ્રહાર કરવા લાગ્યો, સુભૂમ આરામથી ખરી ખાવા લાગ્યો. આ વાત રામને કહી, તેણે બખીરબદ્ધ થઈ, ત્યાં આવીને પરશુ ફેંકી. સુભૂમે તે જ ચાળો ગ્રહણ કર્યો અને ઉભો થયો. તે થાળો ચક્રરત્ન થઈ ગયું. તેના વડે પરસુરામનું માથું છેદી નાંખ્યુ. ત્યારપછી તે સુભૂમે અભિમાનથી ૨૧-વખત પૃથ્વીને બ્રાહ્મણ રહિત કરી. ગર્ભો પણ પાડી નાંખ્યા. એ પ્રમાણે માન કહ્યું આદિ પૂર્વવત્. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ માયા ચાર ભેદે કહી છે કર્મદ્રવ્ય માયા યોગ્યાદિ ભેદો પુદ્ગલો છે. નોકર્મદ્રવ્યમાયા નિધાનાદિ પ્રયુક્ત દ્રવ્યો છે. ભાવમાયા તેના કર્મવિપાક સ્વરૂપ છે. તેના ભેદો આ પ્રમાણે છે – અવલેખનિકા, ગોમૂત્રિકા, મેઘશ્રૃંગ, ધનવંશીમૂલ સમાના માયા છે. ૧૭૪ - હવે માયાનું ઉદાહરણ આપે છે – પાંડુરાર્યા. જેમ તે પ્રકારે પ્રત્યાખ્યાત ભક્તિથી પૂજા નિમિત્તે ત્રણ વખત લોકને બોલાવ્યો. ત્યારે આચાર્યએ જાણ્યું, આલોચના કરી, ત્રીજી વખત આલોચના ન કરી. તે બોલી કે આ તો પૂર્વાભ્યાસથી આવેલ છે. તેણી આ માયાશલ્યના દોષથી કિલ્બિષિકી થઈ. માયા આવા પ્રકારે દુરંતા છે. અથવા સર્વાંગસુંદરીની કથા છે. તે આ પ્રમાણે – વસંતપુર નગર હતું, ત્યાં જિતશત્રુ રાજા હતો, ધનપતિ અને ધનાવહ બે શ્રેષ્ઠી ભાઈઓ હતા. તે બંનેની બહેન ધનશ્રી હતી. તે બાળ વિધવા અને પરલોકમાં રક્ત હતી. પછી માસકલ્પ રહેલા ધર્મઘોષાચાર્ય પાસે પ્રતિબોધ પામી. તેના બંને ભાઈઓએ પણ તેણીના સ્નેહથી બોધ પામ્યા. ધનશ્રી દીક્ષા લેવાને ઈચ્છતી હતી. બંને ભાઈઓ સંસારના સ્નેહથી તેણીને દીક્ષાની રજા આપતા નથી. ધર્મશ્રી ધર્મવ્યય ઘણો - ઘણો જ કરે છે. ભ્રાતૃજાયા-ભાભીઓ કચકચ કરે છે. તેણીએ વિચાર્યું કે – હું ભાઈઓના ચિત્તને તપાસુ, શું તેમને ચિત્ત તેમની પત્નીઓમાં છે. પછી નિકૃતિ આલોચીને [કપટ વિચારીને શયન પ્રવેશ કાળે વિશ્વસ્ત કરી કરીને ઘણું ધર્મગત બોલીને, પછી નષ્ટક્રીડાથી જેમ તેણીઓના પતિ સાંભળે તેમ એક ભાભીને કહ્યું – વધુ શું બોલું ? પણ સાળી [વસ્ત્ર] ચોખ્ખા રાખવા જોઈએ. તે ભાઈએ વિચાર્યું કે. નક્કી આ દુશ્ચારિણી છે. ભગવંતે અસતી પોષણની મનાઈ ફરમાવેલી છે. તેથી આનો મારે હવે ત્યાગ કરવો જોઈએ. તેણીને પલંગ ઉપર બેસવા જતાં અટકાવી દીધી. - તેણી વિચારે છે – હા! આ શું થયું? પછી તે ભાઈએ તેની પત્નીને કહ્યું – મારા ઘરમાંથી નીકળી જા. તેણી વિચારે છે – મેં એવું શું દુષ્કૃત કર્યુ ? તેવું કંઈ દેખાયું નહીં. ત્યારપછી ત્યાં જ ભૂમિ ખોતરતાં રાત્રિ પસાર કરી, પ્રભાતે મ્યાન અંગવાળી થઈને નીકળી. ધનશ્રીએ તેણીને પૂછ્યું – કેમ મ્લાન અંગવાળી થઈ છો? તેણી રોતા-રોતા બોલી, હું મારો અપરાધ જાણતી નથી, મને ઘરમાંથી કાઢી મૂકી છે. ધનશ્રી બોલી – વિશ્વસ્ત થઈને રહે. હું તારો મેળ કરાવી દઈશ. ધનશ્રીએ ભાઈને પૂછ્યું – આ બધું શું છે? ભાઈ બોલ્યો મારે આ દુષ્ટશીલાની જરૂર નથી. ધનશ્રીએ પૂછ્યું – તે દુષ્ટશીલા છે, તે તેં કેમ જાણ્યું? ભાઈ બોલ્યો – તારી પાસેથી જાણ્યું. - x - ધનશ્રી બોલી – વાહ! તારું પાંડિત્ય અને વિચાર ક્ષમત્વ અને ધર્મ પરિણામને ધન્ય છે. - મેં સામાન્યથી કહ્યું, આ ઘણાં દોષને માટે થયું. ભગવંતે કહેલું, તેનો તેને ઉપદેશ કર્યો અને વારેલ હતી. શું એટલામાં તે દુશ્વારિણી થઈ ગઈ. ત્યારે તે લજ્જા પામ્યો. તેણીને ‘મિચ્છા મિ દુક્કડં' આપ્યું. - x - બીજા ભાઈની પણ એ પ્રમાણે જ પરીક્ષા કરી. વિશેષ એટલું કે તેણી બોલી કે – વધું શું કહું? હાથ ચોખ્ખા રાખવા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy