SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદઘાત નિ -૮૭૬ ૧૫૧ ધર્મરચિએ તેમને જોઈને પૂછ્યું - ભગવન્! શું તમારે અનાકુદ્ધિ નથી ? (છેદન નિષેધ નથી ?. તે અટવીમાંથી જાઓ છો? સાધુઓ બોલ્યા કે - અમારે માવજીવ અનાકરી છે. ધર્મચિ સંભ્રમથી વિચારવા લાગ્યો. સાધુ પણ ગયા. ધર્મરચિને જાતિસ્મરણ થતાં, તે પ્રત્યેકબુદ્ધ થયો. આ જ અર્થ કહે છે – • નિયુક્તિ-૮૩૭ - અનાકહિ સાંભળીને પાપભીરુ ધમરુચિએ પાપનો ત્યાગ કરીને અનવધપણું સ્વીકારી અણગાર [સાધુ થયો. • વિવેચન-૮૩૭ - શ્રવા • સાંભળીને આકુઢિ-છેદન કે હિંસા, તેથી અનાવૃષ્ટિ-હિંસા ન કરવી તે. અણભીત - તે તે યોનિમાં જીવો જેને કારણે જાય છે તે મન એટલે પાપ, તેનાથી કરેલ તે પાપભીરું, અણગવજીન” - સાવધ યોગનો પરિત્યાગ કરીને. - અણવર્યતાને પામેલ એટલે સંવૃત સાધુ થયેલ. હવે પરિજ્ઞા દ્વારનો અવયવાર્થ કહે છે, તેમાં કથાનક પૂર્વે કહેલ છે. હવે તેની ગાયા કહે છે - • નિયુક્તિ-૮૭૮ - ૪-પરિજ્ઞા વડે જીવ અને જીવને જાણીને સાવધ યોગ ક્રિયાને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તે ઈલાપણે જાણી છે. • વિવેચન-૮૩૮ :ગાથાર્થ કહો. () પરિજ્ઞા સામાયિક દૃષ્ટાંત પૂર્વે કહેલ છે. (૮) પ્રત્યાખ્યાન દ્વાર - હવે તેનું કથાનક કહે છે. તેતલપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તેને પાવતી રાણી હતી. રાજા ભોગ લોલ૫ હતો. તેથી જે-જે પણ જન્મે તેને મારી નાંખે છે. ત્યાં તેતલીપત્ર નામે અમાત્ય હતો. કલાદ પુણ્યકાર શ્રેષ્ઠી હતો. તેની પુત્રી પોટિલાને અગાસીમાં જોઈ, તેતલીને તેની માંગણી કરી, કલાદે તેને પરણાવી. પાવતીએ એકાંતમાં અમાત્યને કહ્યું – કોઈ પણ રીતે એકાદ કુમારને બચાવી લો, તો તે તમારા • મારા માટે ભિક્ષા ભાજન થશે. હાલ મારા પેટમાં પત્ર છે, આ રહસ્યને તમે સાચવી રાખજો. તેણે કબૂલ કર્યું. પોટિલા પણ તે જ સમયે પ્રસૂતા હતી. પોલિાએ પુત્રીને રાણીને આપી, રાણીએ કુમારને પોરિલાને સોંપ્યો. તે પુત્રને મોટો કરે છે, કળા-શિક્ષણ આપ્યું. કોઈ દિવસે તેટલીપુત્રને પોદિલા અનિષ્ટ થઈ ગઈ. તેનું નામ પણ લેતો નથી. કોઈ દિવસે સાધ્વીઓને પૂછે છે – તમે કંઈ જાણો છો, જેનાથી હું મારા પતિને પ્રિય થાઉં ? સાધ્વીઓએ કહ્યું - અમને એવું કંઈ કહેવાનું કાતું નથી. ધર્મ કહો. પોકિલા સંવેગ પામી, તેટલીપુત્રને પૂછ્યું - હું દીક્ષા લઉં ? તેણે કહ્યું કે જો મને તું બોધ કરવાનું વચન આપે તો તને રાજા આપું, પોઠ્ઠિલાએ તે વાત સ્વીકારી. શ્રામણ પાળી દેવલોકે ગઈ. આ તરફ કનકરથ રાજા મૃત્યુ પામ્યો. ત્યારે નગરજનો સમક્ષ કુમારને જૂ ૧૫ર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ કર્યો. રહસ્યોદ્ઘાટન કર્યું પછી કુમારનો રાજ્યાભિષેક કર્યો. કુમારને તેની માતા પાવતીએ કહ્યું કે તેટલીપુત્ર સાથે સારી રીતે વર્તજે. તેમની કૃપાથી તું રાજા થયો છે. તે પુત્રનું કનકધ્વજ નામ હતું. બધે સ્થાને અમાત્યને પ્રાધાન્ય આપ્યું. પોલિદેવ તેટલીપુત્રને બોધ પમાડવા આવે છે, તે બોધ પામતો નથી. ત્યારે દેવ રાજા કનકધ્વજને તેના તરફ અણગમો ઉત્પન્ન કરાવે છે. તેટલીપુત્ર રાજમાં ગયો ત્યારે કનકધ્વજ રાજા અવળુ મુખ કરીને રહ્યો. તેટલીપુત્રને ડર લાગ્યો, તે ઘેર આવી ગયો. તેના પરિજનો પણ તેનો આદર કરતા નથી. તે વધારે ભયભીત થયો. ત્યારે તાલપુટ ઝેર ખાધું પણ મર્યો નહીં. ગળા ઉપર છરી ફેરવી તો પણ ન છેદાયુ. દોરડું બાંધી લટકી ગયો, દોરડું છેદાઈ ગયું. પથર ગળે બાંધીને પાણીમાં ડૂળ્યો. તો ત્યાં તળીયું થઈ ગયું. ત્યારે ઘાસમાં અગ્નિ સળગાવીને પ્રવેશ કર્યો, તો પણ સળગ્યો નહીં. ત્યારે નગરચી નીકળી ગયો યાવતું પાછળ હાથી પડ્યો આગળ પ્રપાતગર્તા (ખાઈ આવી. બંને બાજુ અંધકાર, બાણોની વર્ષ થવા લાગી. ત્યાં ઉભો રહી જઈને તેટલીપુત્ર બોલે છે - હા પોઢિલા શ્રાવિકા! મને આમાંથી બચાવ. હે આયુષ્યમતિ! પોઠ્ઠિલા ! હવે હું ક્યાં જઉં ? - x • ત્યારે તેણી કહે છે – ડર્યો હો તો પ્રવજ્યા સ્વીકાર [અહીં જ્ઞાતાધર્મ પ્રમાણે આલાવા કહેવા. તેને જોઈને બોધ પામ્યો અને કહ્યું – રાજાને ઉપશાંત કર. ડરીને કે રોષમાં દીક્ષા લેવી નથી. ત્યારે દેવે બધી માયા સંકેલી લીધી, રાજા તેને માતા સાથે શોધવા નીકળ્યો. તેતલીને ખમાવીને નગરમાં પ્રવેશ કરાવ્યો. નિક્રમણ શિબિકા વડે નીકળ્યો. ત્યારપછી દીક્ષા લીધી. એ પ્રમાણે દૃઢપણે આપતિથી ગૃહિત થઈ પ્રત્યાખ્યાનમાં સમતા કરી. આ પ્રમાણે પ્રત્યાખ્યાન સામાયિક કહી] • નિયુક્તિ-૮૯ : જીવાજીવ અને પુન્ય પાપ સાક્ષાત્ જોઈને તેતલિપુત્રએ સાવધેયોગના પ્રત્યાખ્યાન કય. • વિવેચન-૮૩૯ :ગાથાર્થ કહ્યો. વિશેષ કોઈ વૃત્તિ નથી. નિરુક્તિ દ્વાર પુરૂ થયું. ઉપોદ્દાત નિયુક્તિનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ સમાપ્ત
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy