SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત નિ - ૮૪૦ ૧૨૯ તું પાર જવાને ઈચ્છે છે કે તું ભાંડ ગ્રહણ કરવાને ઈચ્છે છે. ચોર બોલ્યો - હે બાલા ! અસંસ્કૃતને માટે લાંબા કાળના સંસ્તુતને છોડી દે છે, અધુવ વડે ધુવ એવા પ્રિયને છોડે છે. હું તારી પ્રકૃતિ અને સ્વભાવને જાણું છું. બીજ પુરુષને ઈચ્છનારી ! તારો કોણ વિશ્વાસ કરે ? રાણી બોલી - ક્યાં જઈશ ? ચોર બોલ્યો - જેમ તે મહાવતને મારી નાંખ્યો, એ પ્રમાણે મને પણ કોઈ પાસે મરાવી દઈશ. મહાવત પણ ત્યાં શળીમાં વિંધાણો. પાણી-પાણી કરે છે. ત્યાં કોઈ શ્રાવક હતો. તે કહે છે - જો નમસ્કાર કરીશ [નવકાર ગણીશ તો હું પાણી આપું. શ્રાવક પાણી લેવાને ગયો. તે આવે ત્યાં સુધીમાં મહાવત નવકાર ગણતો મૃત્યુ પામ્યો. મરીને વ્યંતર થયો. તેટલામાં પે'લા શ્રાવકને આરક્ષક પુણ્યોએ પકડી લીધો. તે વ્યંતર દેવે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. પોતાના શરીરને અને બાંધેલા શ્રાવકને જોયો. ત્યારે શિલા વિકર્વીને છોડે છે. શસ્તંભે રહેલી સણીને જુએ છે. ત્યારે તેને ધૃણા ઉત્પન્ન થઈ, શીયાળનું રૂ૫ વિક્ર્વીને માંસ પેશી ગ્રહણ કરીને પાણીના કિનારે ચાલ્યો. તેટલામાં નદીનો મત્સ્ય ઉછળીને કિનારે પડ્યો. ત્યારે તે માંસપેશી છોડીને મત્સ્યને માટે દોડ્યો. તે પાણીમાં પડી ગયો, માંસપેશી પણ સમળીએ લઈ લીધી. શિયાળ મુંઝાણો. સણી બોલી - માંસપેશી છોડીને માછલાને ઈચ્છે છે, હે શિયાળ ! તું માંસથી પણ ભ્રષ્ટ થયો અને મત્સ્યથી પણ ભ્રષ્ટ થયો. હવે કેમ કરુણ રૂદન કરે છે ? શિયાળ બોલ્યો - હે પત્રપુટ પ્રતિજ્ઞા ! પિતાને અપયશ કરાવનારી! તું પતિથી પણ ભ્રષ્ટ થઈ અને ચારથી પણ ભ્રષ્ટ થઈ. હે પશ્ચલિ! શા માટે કરણની ચિંતા કરે છે ? ત્યારપછી તે શિયાળ બનેલા દેવે પોતાનું રૂપ દર્શાવ્યું, બોધ પમાડીને કહ્યું - દીક્ષા લઈ લે. ત્યારે તેની તર્જના કરી તે રાજાએ સ્વીકાર કરી સકાર કરીને વિદાય આપી. દેવલોકે ગયા. આ મહાવતની અકામ નિર્જરા. (3) બાલતપસ્વી, - વસંતપુર નામે નગર હતું. ત્યાં શ્રેષ્ઠીના ઘેર મારી ફેલાણી. ઈન્દ્રનાથ નામે બાળક હતો તે બચી ગયો. ભુખ્યો અને ગ્લાન થયેલા પાણીને શોધે છે. તેટલામાં બધાંને મરેલા જુએ છે. દ્વારો પણ લોકો વડે કટકથી આચ્છાદિત કરાયેલા છે. ત્યારે શૂન્યછિદ્ર વડે નીકળીને તે નગરમાં કર્પર વડે ભિક્ષાને માટે જાય છે. લોકો તેને પોતાના દેશનો ભૂતપૂર્વ રહેવાસી છે, તેમ જાણીને ભિક્ષા આપે છે એ પ્રમાણે તે મોટો થયો. એટલામાં એક સાર્થવાહ રાજગૃહે જવાને માટે ઘોષણા કરાવે છે તેણે સાંભળી, તે પણ સાથેની સાથે ચાલ્યો. ત્યાં સાર્થમાં તેને કૂર-ભાત પ્રાપ્ત થયા, તેણે જમી લીધું. પણ ધાયો નહીં. બીજે દિવસે સાથે રહ્યો. સાર્યવાહે તેને જોયો. તે વિચારે છે - નક્કી આ ઉપવાસી લાગે છે. તે અવ્યક્તલિંગી છે. બીજે દિવસે ભિક્ષાર્થે નીકળ્યો, શ્રેષ્ઠીએ તેને ઘણું ઘી વગેરે આપ્યું. તે તેનાથી બે દિવસ અજીર્ણ વડે રહ્યો. સાર્યવાહે જાણું કે આ ષષ્ઠાન્નકાલિક છે. તેને શ્રદ્ધા જન્મી. બીજે દિવસે નીકળ્યો ત્યારે સાર્થવાહે બોલાવ્યો. તેને પૂછ્યું કે કેમ કાલે ન આવ્યો? તે મૌન જ રહ્યો. [32/9] ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ સાર્થવાહે વિચાર્યું કે આણે છ કર્યો લાગે છે. તેથી તેને કંઈક આપવું તેણે પણ બીજાએ પણ બે દિવસ સ્થાપિત કર્યો. લોકો પણ પરિણત થયા. બીજા નિમંત્રણ કરે તો પણ ગ્રહણ ન કરતો. બીજા કહે છે - તે એકપિડિક હતો. તેણે તે અર્થથી પદ મેળવ્યું. વણિકો કહેવા લાગ્યા - બીજાનું પારણું ગ્રહણ કરતો નહીં, નગર પહોંચીએ ત્યાં સુધી હું આપીશ. નગર ગયા. તેણે તેના પોતાના ઘેર મઠ બનાવ્યો. પછી મસ્તક મુંડાવ્યું. કાપાયિક વો લીધા, ત્યારે લોકમાં વિખ્યાત થયો. જે દિવસે તેને પારણું હોય તે દિવસે લોકો ભોજન લાવતા. કોઈ એકને લાભ મળતો. ત્યારે લોકો ન જાણતા કે કોને લાભ મળશે ? ત્યારે લોકોને જાણવાને માટે મેરી બનાવી. જે આહાર દાન આપે, તે ભેરી વગાડે. ત્યારે લોકો પ્રવેશતા, એ પ્રમાણે કાળ જતો. ભગવંતે સમોસર્યા. ત્યારે સાધુઓ બોલ્યા- મુહર્ત રહો, અનેષણા છે. તેના જમ્યા પછી બોલ્યા - પધારો. ગૌતમસ્વામીએ તેિને પ્રતિબોધ કરવા કહ્યું -] ઓ અનેકપિડિક ! એકપિડિક તને જોવાને ઈચ્છે છે. એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતો, તે રોપાયમાન થયો. બોલ્યો કે - તમે અનેકશત પિંડનો આહાર કરો છો, હું તો એક પિંડ જ ખાઉં છું. તેથી હું એકપિડિક છે. પરંતુ મુહર્ત વીત્યા પછી વિચારે છે – આ લોકો મૃષા બોલતા નથી. પણ આમ કઈ રીતે બને ? શ્રુતિ પ્રાપ્ત થઈ. હું અનેકપિડિક થયો છું. જે દિવસે મારે પારણું હોય, તે દિવસે અનેકશત પિંડ કરાય છે આ લોકો તો ન કરેલ - ન કરાવેલ ભોજન કરે છે. તેથી સાચું બોલે છે. એ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણજ્ઞાન થયું તે પ્રત્યેકબુદ્ધ થયો. અધ્યયન કહ્યું. પછી તે ઈન્દ્રના સિદ્ધ થયા [મોક્ષમાં ગયા.] એ પ્રમાણે બાળ તપસ્યાથી તેણે સામાયિક પ્રાપ્ત કરી. (૪) દાન - એક વત્સપાલી - ગોવાલણનો પણ હતો. લોકોએ ઉત્સવમાં ખીર રાંધેલી. ત્યાં નીકટના ઘરમાં બાળકોને ખીર ખાતા જોયા. ત્યારે તે માતાને કહે છે - મારા માટે પણ ખીર બનાવ. ત્યારે દુધ વગેરે કોઈ સામગ્રી ન હોવાથી તેણી અવૃતિથી રડવા લાગી. તેની સખીઓ પૂછે છે, ખૂબ દબાણ કરતા તે બોલી કે મારો પુત્ર ખીર માટે રહે છે. તે બધી અન્ય અન્ય પાસેથી અનુકંપાથી દુધ, ચોખા વગેરે લાવી આપ્યા. ત્યારે તે વસપાલીએ ખીર પકાવી. ત્યારપછી તે બાળકને ન્હાઈને ઘી-ગોળ આદિ યુક્ત ખીરનો થાળ ભરીને આપ્યો. તે વખતે માસક્ષમણને પારણે આવેલા સાધુ જોયા. એટલામાં વન્સપાલી કંઈ કામમાં વ્યાકુળ હતી, તેટલામાં “મને પણ ધર્મ થાય” એવી બુદ્ધિથી તે ખીરના ત્રણ વિભાગ કર્યો. ત્રીજો ભાગ વહોરાવ્યો. ફરી વિચાર્યું. આ તો બહુ થોડું છે, તેથી બીજો વિભાગ ખીર વહોરાવી દીધી. વળી વિચાર્યું કે જો બીજા કોઈ આમાં ખાટા ખલ આદિ નાંખશે, તો ખીર નાશ પામશે. ત્યારે બીજો વિભાગ પણ ખીરનો વહોરાવી દીધો. ત્યારે તેણે દ્રવ્યશુદ્ધ, દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ ગણે વડે ત્રણ યોગ અને ત્રણ કરણથી શુદ્ધ ભાવ વડે દેવનું આયુ બાંધ્યું. ત્યારે તેની માતાએ જાણ્યું કે - આણે જમી લીધું. ફરી ખરી આપી. ઘણા જ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy