SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત તિ, •૮૩૨ ૧૨૩ ૧૨૪ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ પણ દુઃખે કરીને પ્રાપ્ત થાય છે. (૮) ચર્મ - એક સરોવર હતું. તે લાખ યોજન વિસ્તૃત ચર્મ વડે આચ્છાદિત હોય. તેની મધ્યે એક છિદ્ર હોય, જેમાં કાચબાની ડોક માત્ર સમાય. ત્યાં કાચબો સો-સો વર્ષે ડોકને ઉંચી કરતો. તેણે કોઈ રીતે ડોક ઉંચી કરેલી અને જેવી તે છિદ્રથી નીકળી, જ્યોનાની જ્યોતિ અને પુરૂષ અને ફળો જોયા. તે પાછો આવ્યો. તેને થયું કે મારા સ્વજનોને દેખાડું બધાંને બોલાવીને જુએ છે, તે જયોનાની શોભા દેખાતી નથી, તે પ્રમાણે મનુષ્યજન્મ પણ ગુમાવ્યા પછી પ્રાપ્ત કરવો દુર્લભ છે. હવે (૯) યુગ-ધુંસરાના દેટાંતને પ્રતિપાદન કરતા કહે છે – • નિર્યુક્તિ-૮૩૩ - સરી પૂર્વ છેડે હોય, તેની સમીક્ષા પશ્ચિમ છેડે હોય, ધુંસરાના છિદ્રમાં તેનો પ્રવેશ શંકાસ્પદ છે, તેમ મનુષ્યજન્મનો ફરી લાભ દુર્લભ છે. • વિવેચન-૮૩૩ :જલનિધિ - સમુદ્રની પૂવતિ ધુંસરુ હોય અને પશ્ચિમે ઈત્યાદિ. • નિયુક્તિ-૮૩૪,૮૩૫ : જેમ અપર સાગરના જળમાં ભ્રષ્ટ થયેલ સમિલા ભમતા-ભમતા કોઈપણ રીતે યુગના છિદ્રમાં પ્રવેશ કરે.. જેમ પ્રચંડ પવનની પ્રેરણાથી કદાચ ધુંસરીના છિદ્રમાં સમીલા પ્રવેણી પણ જાય, પણ મનુષ્યપણાથી ભષ્ટ જીવ ફરી મનુષ્યપણું પામતો નથી. • વિવેચન-૮૩૪,૮૩૫ : સારસહિતન - સમુદ્રનું પાણી, આરપાર - પ્રચુર અર્થે ઉપચારથી નીકટના અને દૂરના ભાગથી રહિત. - X - X - Q (૧૦) પરમાણુ - જેમ એક મોટા પ્રમાણવાળો તંભ હોય, તેનું ચૂર્ણ કરીને દેવ વડે અવિભાગ ખંડ કરીને નાલિકામાં નાંખવામાં આવે, પછી મેરની ચૂલિકાએ જઈને કુંક મારીને તેને ઉડાડી દેવામાં આવે. ફરી કોઈ તે જ પુદ્ગલો વડે તે જ સ્તંભને બનાવવા પ્રયત્ન કરે. તે બની શકે ખરો ? ના, એ પ્રમાણે માનુણથી ભ્રષ્ટ થયેલો ફરી મનુષ્યજન્મ ન પામે. અથવા અનેક લાખ સ્તંભો ઉપર ચાયેલી સભા, કાલાંતરે બળી જાય • પડી જાય. કોઈ તે પુદ્ગલો વડે ફરી તૈયાર કરવા પ્રયત્ન કરે તો થાય ? ન થાય. એ પ્રમાણે મનુષ્યજન્મ દુર્લભ છે. • નિયુક્તિ-૮૩૬ - આવા દુર્લભ મનુજન્મને પામીને જે જીવ પહોક સંબંધી હિત કરતો નથી, તે જીવ મરણકાળે પસ્તાવો કરે છે. • વિવેચન-૮૩૬ :- X - ઇત - ધર્મ, સંત્રમાશીત - મરણકાળ. • નિયુકિત-૮૩૭,૮૩૮ :જેમ ગજબંધનમાં પડેલ હાથી, ગલમાં પકડાયેલો મચ્છ, જાળમાં આવી પડેલો મૃગ, જાળમાં ફસાયેલ પક્ષી હોય... તેમ જરા અને મૃત્યુથી વ્યાપ્ત ઉતાવળી નિદ્રા-મરણથી પરાભવિત, રક્ષણ કરનારને ન મેળવતો, કમના ભારથી ઘેરાયેલો જીવ શોક કરે છે. • વિવેચન-૮૩૩,૮૩૮ : વાર - ગજબંધન. સંવ7 - જાળ... H - અકૃતપુન્ય, આસ્તૃત એટલે વ્યાપ્ત. ત્વરિતિનદ્રા - મરણનિદ્રા, વિન્ - ન પામતો. તે આ પ્રમાણે મૃત્યુ પામતા [શું થાય ?. • નિયુક્તિ-૮૩૯ : અનેક જન્મ-મરણ વડે સેંકડોવર પરિભ્રમણ કરી, કષ્ટ કરીને ઈચ્છિત સામગ્રી સહિત જીવ મનુષ્ય જન્મ પામે છે. • વિવેચન-૮૩૯ : ગાથાર્થ કહ્યો. જ્યારે કુશલ પક્ષકારી જીવ સુખેથી મૃત્યુ પામીને સુખેથી મનુષ્ય જન્મને પામે છે. • નિયુક્તિ-૮૪૦ - વિજળી સમા ચંચળ અને દુર્લભપણે પ્રાપ્ત મનુષ્યપણું પામી જે પ્રમાદ કરે છે, તે કાપુરુષ નથી સન્દુરુષ છે. • વિવેચન-૮૪o : ગાથાર્થ કહ્યો. આટલું પ્રાસંગિક કહ્યું. હવે પ્રસ્તુત વાત કરે છે - જે રીતે આ દશ દેટાંતો વડે મનુષ્ય જન્મની દુર્લભતા કહી. તે રીતે આર્ય ટ્રોમાદિ, સ્થાનો પણ કહેવા. તેમ સામાયિક પણ દુwાપ્ય છે અથવા મનુષ્ય જન્મ પામ્યા પછી પણ આ કારણોથી સામાયિક દુર્લભ છે, તે જણાવે છે – • નિયુક્તિ -૮૪૧,૮૪૨ - આળસ, મોહ, અવજ્ઞા, સ્તંભ, ક્રોધ, પ્રમાદ, કૃપણાતા, ભય, શોક, અજ્ઞાન, વ્યગ્રતા, કુતુહલ, મણ... આવા કારણોથી અત્યંત દુર્લભ એવા મનુષ્યપણાને પામીને પણ સંસારથી પાર ઉતારનાર અને હિતકર એવા શ્રવણને પામતો નથી. • વિવેચન-૮૪૧,૮૪ર : (૧) આળસથી સાધુની પાસે ન જાય કે ન સાંભળે. (૨) મોહથી ગૃહ કર્તવ્યતા મૂઢ, (3) અવજ્ઞા - આ વળી શું જાણે? (૪) સ્તંભ-જાતિ આદિ અભિમાનથી (૫) ક્રોધ - સાધુના દર્શનથી જ કોપ પામે, (૬) પ્રમાદ–મધ આદિ લક્ષાણથી (૭) કૃપણતા - ક્યાંક કંઈક દેવું પડશે તો? (૮) ભય નકાદિ ભયનું વર્ણન, (૯) શોક-ઈષ્ટના વિયોગથી જન્મેલ, (૧૦) અજ્ઞાન-કુદૈષ્ટિથી મોહિત, (૧૧) વ્યાક્ષેપ-કામની વ્યગ્રતા, (૧૨) કુતૂહલ-નટ આદિના વિષયથી, (૧૩) રમણ - લાવકાદિ ખેડુ, [વિષયોમાં રમણતા] આળસાદિ કારણોથી સુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં હિતકારિણી શ્રવણાદિ જીવ ન પામે. વ્રતાદિ સામગ્રી યુક્ત તો કર્મશગુને જીતીને અવિકલ ચાસ્ત્રિ સામાયિક લક્ષમી પામે છે. જેમ યાન આદિ ગુણયુક્ત યોદ્ધો જયલમીને પામે છે -
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy