SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ • ૬૦૦ પ્લાનાદિ કારણે વ્યસ્ત હોય છે...... • વિવેચન-૬90 - જો પ્રસ્તુતકાયને માટે તે અસમર્થ છે, જાણતો નથી ઈત્યાદિ ત્યારે અભ્યર્થના વિષયક ઈચ્છાકાર રસ્તાધિકને છોડીને કરે. કહે છે – • નિર્યુક્તિ-૬૩૧ - ર(નાધિકને વજીને બાકીનાને ઈચ્છાકાર કરે. કેવી રીતે ?] તમે જો તમારી ઈચ્છા હોય તો એ મારું કાર્ય કરો. • વિવેચન-૬૩૧ - રત્ન બે ભેદ- દ્રવ્યરત્ન અને ભાવરન. તેમાં મરકત, નીલ આદિ દ્રવ્યરનો છે - X • ભાવરત્ન - સમ્યક્ દર્શનજ્ઞાન ચાસ્ત્રિ છે. • x • ભાવરનો વડે અધિક તે નાધિક, તેને છોડીને ઈચ્છાક્રિયા કરે છે. કઈ રીતે ? આ મારા વસ્ત્ર સીવણાદિ કરાય તમે ઈચ્છા હોય તો કરો, બલાભિયોગ વડે નહીં, અહીં ગાયા ૬૬૮ની થોડી વ્યાખ્યા કરી. હવે 'ના હૈ વોરૂ' એ ગાયાનો અવયવાર્થ કહે છે. અન્યકરણ સંભવમાં કારણ બતાવે છે – • નિયુક્તિ -૬૭૨ થી ૬૭૫ - અથવા અન્ય સાધુને કાર્યનો વિનાશ કરતો, બીજાને પ્રાર્થના કરતો જોઈને નિર્જરાર્થી કોઈપણ સાધુ તે સાધુને કહે... હું તમારી ઈચ્છા હોય તો તે કાર્ય કરું. તેમાં પણ તે કતની મર્યાદા મુજબ તેનો ભંગ ન થાય તે રીતે ઈચ્છાકાર કહે. અથવા પોતાનું કે અન્યનું કાર્ય કરતાં અન્યને જોઈને મારું પણ આ કાર્ય કરતો તેમ ઈચ્છાકાર કહે. ત્યારે પણ તેને ઈચ્છાકાર કહે અથવા ગુવદિના કાર્યને લીધે માફી માંગી લે, કાર્ય ન હોય તો આત્માના અનુગ્રહને માટે સાધુનું કાર્ય કરવું જોઈએ. • વિવેચન-૬૭૨ થી ૬૭૬ : (ગાથાર્થ કહયો, તદુપરાંતની વૃત્તિ આ છે –] વિનાશ કરતો હોય તો કાર્ય કરવું જોઈએ અથવા ગુરત્તર કાર્ય કરણ સમર્થ હોય તો વિનાશ ન કરતો હોય તો પણ અભ્યર્થના કરે, અભિલપિત કાર્ય કરવાને અન્ય કોઈ સાધુને જોઈને તે નિર્જરાર્થી સાધુ તે કરવાને સમર્થ કોઈને કહે - હું, તમારું જો તમારી ઈચ્છા ક્રિયાની હોય તો આ ઈષ્ટ કાર્ય કરું છું, ધરાર નહીં. ઈચ્છાકાર શા માટે કરે ? સાધુની આ મયદા છે . કોઈની ઈચ્છા સિવાય કંઈ જ કરાવવું ન જોઈએ. અધિકૃત ગાથા અવયવની વ્યાખ્યા કરી, હવે 'તત્થવ છો વારો' આ શબ્દના વિષય પ્રદર્શનાર્થે કહે છે - અથવા પોતાના પાત્રને લેપનાદિ કરતા બીજા કોઈને જોઈને, તેને પણ પ્રયોજન જણાતા ઈચ્છાકાર કરે, મારા પણ આ પાત્ર લેપનાદિ કરો. હવે અગર્ચિત સાધુ વિષયક વિધિ દર્શાવવાને કહે છે - તેમાં પણ પ્રાર્થિત થઈ - “હું તમારું કાર્ય કરવા ઈચ્છું છું.” તે પણ ગુવિિદના કાર્ય કર્યા પછી કરવું જોઈએ ત્યારે કારણ શોભે, ઈત્યાદિ - x - ઈચ્છાકાર વિશે વિશેષ - આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ • નિયુક્તિ-૬૭૬ થી ૬૭૯ : અથવા જ્ઞાનાદિ અર્થે જે કોઈ આચાર્યની વૈયાવચ્ચ કરે, તેમાં પણ તે ઈચ્છાકાર થવો જોઈએ. નિગ્રન્થોને આજ્ઞા કે બલાભિયોગ ન કહ્યું, શૈક્ષ તેમજ રનાવિકને માટે તેમાં ઈચ્છા વ્યક્ત કરવી પડે. જેમ જાત્ય ઘોડા વિનિત હોવાથી પોતાની મેળે જ લગામ પકડી લે છે પણ જનપદમાં થયેશ ઘોડામાં કેટલાંક આપ મેળે પકડે છે, કેટલાંકને બલાભિયોગથી લગામ પકડાવવી પડે છે તે પ્રમાણે પરપરાતમાં પણ વિનિત શિયમાં બલાભિયોગ હોતો નથી. પણ બાકીનાને જનપદમાં થયેલ અશ્વ માફક બલાભિયોગ હોય છે. • વિવેચન-૬૭૬ થી ૬૭૯ : અથવા જ્ઞાન, દર્શન કે ચારિત્રના ગ્રહણને માટે જો આચાર્યની વૈયાવચ્ચે કોઈ સાધુ કરે - વિશ્રામણાદિ કરે, તે સાધુને વૈયાવચ્ચમાં જોડતાં ઈચ્છાકાર સહિત જોડવો જોઈએ. કેમ ? કેમકે માસા - આજ્ઞાપન, આ તારું જ કાર્ય છે. તે ન કરે તો બલાભિયોગ કરવો તે સાધુને કરવો કાતો નથી. ઈચ્છાકારથી જોડવો જોઈએ. પ્રયોજન ઉત્પન્ન થાય તો શૈક્ષ તથા રાધિકને ઈચ્છા પૂછવી. અહીં શૈક્ષાદિથી બધાં સાધુનું ગ્રહણ કરવું. આ ઉત્સર્ગ કહ્યો. અપવાદે તો આજ્ઞા અને બલાભિયોગ પણ દુર્વિનિતમાં પ્રયોજવો જોઈએ. તેની સાથે ઉત્સર્ગથી સંવાસ જ કલાતો નથી. - ૪ - તેમાં વિધિ આ છે – પહેલાં ઈચ્છાક્રિયાથી જોડે, ન કરે તો આજ્ઞા વડે અને પછી બલાભિયોગથી જોડવો જોઈએ. કહ્યું છે કે – જેમ મગધાદિ જનપદોમાં જન્મેલ અને જાત્યવાહીક અશોમાં સ્વયં જ લગામનું ગ્રહણ કરે છે અથવા બલાભિયોગથી કરાવાય છે આ દષ્ટાંતનો ઉપનય એવો છે કે - પરષોમાં પણ અનેક પ્રકારે વિનયને પ્રાપ્ત હોય તેવાઓમાં કલાભિયોગ નથી ઈત્યાદિ ગાયાર્ચ મુજબ છે. અવયવાર્થ કથાનકથી જાણવો, તે આ રીતે - બાહ્યીક દેશમાં એક કિશોર અશ્વ હતો. તે શિક્ષિત કરવાને વિકાલે અધિવાસિત કરી પ્રભાતે બાહાલી લઈ ગયા. તેને લગામ નાંખી, તેણે સ્વયં ગ્રહણ કરી કેમકે વિનિત હતો. રાજા સ્વયં તેના ઉપર બેઠો, તેણે ઈચ્છા મુજબ વહન કર્યો, રાજા નીચે ઉતર્યો, આહારાદિ વડે સારી રીતે ચર્યો. રોજ શુદ્ધત્વથી જ વહન કરતો, તેને બહાભિયોગની જરૂર ન હતી. બીજો મગધાદિ જનપદમાં જન્મેલ અa, તે પણ શિક્ષિત કરવા તે રીતે અધિવાસિત કરાયો, માતાને પૂછે છે - આ શું છે ?, તેણી બોલી, તને કાલે વહન કરશે, ત્યારે તું સ્વયં લગામ ગ્રહણ કરી રાજાને ખુશ કરજે. તેણે તેમ કર્યું. રાજાએ પણ મહારાદિ વડે તેનો ઉપચાર કર્યો. માતાએ કહ્યું - આ વિનયગુણનું તને ફળ મળેલ છે. હવે કાલે સ્વયં લગામ લેતો નહીં અને કોઈને વહન કરતો નહીં. તેણે તે પ્રમાણે કર્યું. રાજાએ પણ ચાબુકાદિથી ફટકાર્યો. બળપૂર્વક લગામ દઈને વહન કર્યો. ખાવા ન દીધું ત્યારે માતાએ કહ્યું - આ તારા દુશેખિતનું ફળ છે તને આ બે સ્તા બતાવ્યા, હવે તને રુચે તે કર.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy