SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ - ૫૯૨ થી ૫૯૪ કુળ-વંશવાળા, સમવસૃતા - એકઠા થયા. આ ગણધરના નામ અને ક્રમ શું છે ? તે બે ગાયામાં જણાવ્યું. - ૪ - • નિયુક્તિ-૫૫ * વિવેચન : જે નિમિતે તેમનું નિષ્ક્રમણ [દીક્ષા] થયું, તે આ ગણધરોનું અનુક્રમે કહીશ. તથા તીર્થ સુધર્માસ્વામીનું થયું કેમકે બાકીના ઈન્દ્રભૂતિ આદિ ગણધરો શિષ્યગણ રહિત થયા. તેમાં જેમના જે સંશયો હતા તે કહે છે – ૨૫ • નિયુક્તિ-૫૬ : જીવ, કર્મ, તે જીવ, ભૂત, તાશક, બંધ અને મોક્ષ, દેવ, નૈરયિક, પુન્ય, પરલોક અને નિર્વાણ [૧૧ ગણધરોના અનુક્રમે આ સંશયો છે.] • વિવેચન-૫૯૬ ઃ (૧) જીવ છે કે નથી ? (૨) કર્મ-જ્ઞાનાવરણીયાદિ લક્ષણ છે કે નથી ? (3) તે શરીર એ જ જીવ છે કે અન્ય છે ?, જીવની સત્તા નથી. (૪) પૃથ્વી આદિ પાંચ ભૂત છે કે નહીં ? (૫) જે આ ભવે જેવો છે તેવો જ પરભવે છે કે જુદો છે ? (૬) બંધ અને મોક્ષ છે કે નહીં ? [શંકા] કર્મના સંશયથી આ સંશયમાં શો ભેદ છે ? કર્મ-સત્તા દર્શાવે છે, આ શંકામાં તેનું અસ્તિત્વ માને જ છે, પણ જીવ એ કર્મનો સંયોગ છે કે કેમ ? તે પ્રશ્ન છે. (૭) દેવો છે કે નહીં ?, (૮) નાસ્કો છે કે નહીં ? (૯) પુત્ય વિશે સંશય, કર્મ છે પણ શું પુન્ય પ્રકૃષ્ટ સુખનો હેતુ છે ? તે જ ઘટી જાય તો અતિ દુઃખ પ્રાપ્ત થાય છે કે કેમ ? અર્થાત્ પાપ છે કે નહીં ? (૧૦) પરલોક વિશે સંશય છે. પરલોક - ભવાંતર, તે છે કે નહીં ? (૧૧) નિર્વાણ છે કે નથી ? બંધ અને મોક્ષના સંશય કરતા આ પ્રશ્નમાં શું વિશેષતા છે? તે પ્રશ્ન ઉભયને જણાવે છે, આ પ્રશ્ન એક વિષયમાં જ છે - શું સંસાર અભાવ માત્ર જ આ મોક્ષ છે કે નહીં? હવે ગણધર પરિવાર – • નિયુક્તિ-૫૯૭ + વિવેચન : પહેલાં પાંચે ગણધરોનો પ્રત્યેકનો પાંચસો - પાંચસો તો પરિવાર, બે ગણધરોનો પ્રત્યેકનો ૩૫૦નો પરિવાર. અહીં ળ - સમુદાય અર્થમાં જ કહેલ છે. બે ગણધર યુગલનો પ્રત્યેકનો ૩૦૦નો પરિવાર હતો. અહીં એવું કહેવા માંગે છે કે – છેલ્લા ચારે ગણધરોનું પ્રત્યેકનું પ્રમાણ ૩૦૦નો પરિવાર છે [અર્થાત્ ૩૦૦ × ૪ = ૧૨૦૦ આટલું પ્રાસંગિક કહ્યું. હવે પ્રસ્તુત દ્વાર કહે છે – તે દેવો યજ્ઞપાટકને છોડીને સમોસરણાં આવ્યા. તે જોઈને લોકો પણ ત્યાં ગયા. ભગવંતને દેવો વડે પૂજ્યમાન જોઈને અતી હર્ષ કર્યો. પ્રવાદ થયો કે અહીં સર્વજ્ઞ સમોસર્યા છે, તેમને દેવો પૂજે છે. ત્યારે સર્વજ્ઞનો પ્રવાદ સાંભળીને ઈર્ષ્યાથી ધમધમતો ઇન્દ્રભૂતિ ભગવંત પ્રતિ ચાલ્યો, તે કહે છે – • નિર્યુક્તિ-૫૮ થી ૬૦૦ ઃ દેવો વડે કરાતો નિવરેન્દ્રનો મહિમા સાંભળીને અભિમાની અને ઈર્ષ્યાથીયુક્ત ઈન્દ્રભૂતિ આવે છે. સર્વજ્ઞ, સર્વદર્શી અને જન્મ-જરા-મૃત્યુથી આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ મૂકાયેલા જિનેશ્વરે તેને નામ અને ગોત્ર સહિત બોલવ્યો. હું જાણું છું કે “જીવ છે કે નહીં” એવો તને સંશય છે. તું વેદપદના અર્થને જાણતો નથી. તેથી તને આ સંશય છે. • વિવેચન-૫૯૮ થી ૬૦૦ : દેવો વડે જિનેન્દ્રનો મહિમા કરાતો સાંભળીને કે જોઈને, આ પ્રસ્તાવમાં - ભગવંત સમીપે આવતા, અભિમાની - હું જ વિદ્વાન છું તેવું માન જેને છે તે. મત્સરઈર્ષ્યા વિશેષ. મારો જેવો બીજો સર્વજ્ઞ કોણ છે ? હમણાં સર્વજ્ઞવાદથી ઉખેડી નાંખુ. ઈત્યાદિ સંકલ્પથી કલુષિત અંતરાત્માવાળો ઈન્દ્રભૂતિ. તે ભગવંત સમીપે આવતા ભગવંતને ૩૪-અતિશયો યુક્ત અને દેવેન્દ્ર-અસુરેન્દ્ર-નરેન્દ્રથી પવૃિત્ત જોઈને શંકા સાથે તેમની આગળ ઉભો રહ્યો. ત્યારે જિનવરે તેને બોલાવ્યો. કેવા જિનવર ? જાતિ-પ્રસૂતિ, જરા-વય ઘટવા રૂપ, મરણ-દશ પ્રકારે પ્રાણ વિયોગરૂપ, એ બધાંથી મુક્ત. કઈ રીતે બોલાવ્યો ? ઈન્દ્રભૂતિ ગૌતમ ! એમ કહીને, કેમકે જિનવર-સર્વજ્ઞ સર્વદર્શી છે. ૨૬ [શંકા] જે જરા મરણરહિત છે, તે સર્વજ્ઞ જ હોય માટે વિશેષણ વ્યર્થ નથી ? ના, નથી - ૪ - કેટલાંક વાદનો નિરાસ કર્યો છે. તેમણે નામ-ગોત્રથી બોલાવતા ગૌતમને વિચાર આવ્યો કે – અરે ! આ તો મારું નામ પણ જાણે છે, અથવા હું પ્રસિદ્ધ છું, મને કોણ ન ઓળખે ? જો મારો મનો સંશય જાણે કે નિવારે તો આશ્ચર્ય કહેવાય. તેટલામાં ભગવંત બોલ્યા – હે ગૌતમ ! શું જીવ છે કે નથી તેમ શંકા છે ? આ અનુચિત સંશય છે. આ સંશય તારા વિરુદ્ધ વેદપદના શ્રવણથી થયેલો છે. હું તે વેદ પદોનો અર્થ જાણતો નથી. તે હું તને કહું છું – તે હવે પછી કહેવાશે. કેટલાંક હ્રિ શબ્દને પરિપ્રશ્નાર્થે ઓળખાવે છે, પણ તે યોગ્ય નથી. ભગવંત સાર્વ સંશયાતીપણે છે - ૪ - ૪ - વિરુદ્ધ વેદપદ જન્મ સંશય કહ્યો, તે આ છે – વિજ્ઞાન ધન વતો અને સ યૈ અયમાત્મા ઈત્યાદિ. તેનો આ અર્થ થાય છે - વિજ્ઞાન જ ચૈતન્ય છે, નીલ આદિ રૂપત્વથી. તેના વડે ધન તે વિજ્ઞાનઘન. તે જ અધ્યક્ષથી પરિછિદ્મમાન સ્વરૂપથી, કેવા - પૃથ્વી આદિ લક્ષણથી ઉત્પન્ન થઈને પછી તેમાં જ વિનાશ પામે છે. મરીને પુનર્જન્મ અર્થાત્ પરલોક સંજ્ઞા નથી. તો પછી જીવ ક્યાં છે ? [ગૌતમની શંકા] આગળ કહે છે કે – આત્મા પ્રત્યક્ષ નથી, ઈન્દ્રિયનો સંપ્રયોગ નથી, અનુમાનથી પણ આત્મા જણાતો નથી - ૪ - X + X - આગમ ગમ્ય પણ નથી - ૪ - આ આત્મા શરીરથી બીજે ક્યાંય પ્રયોજાયેલ પણ દેખાતો નથી - ૪ - ૪ - વળી આત્મા અમૂર્ત છે, અકર્તા નિર્ગુણ અને ભોક્તા છે, તેમ પણ કહે છે તે આ આત્મા જ્ઞાનમય છે એ બધાં પરસ્પર વિરોધી એકાર્યાભિધાયક હોવાથી પ્રમાણ નથી. - ૪ - તેથી જાણતો નથી કે આત્મા છે કે નહીં ? તું વેદપદોના અર્થને હે ઇન્દ્રભૂતિ ! જાણતો નથી. તેની એકવાક્યતામાં આ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy