SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ભાગ-૩૨ ૪૦ આવશ્યક-મૂલ # ૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક' નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં મથક્ષય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “આવશ્યક'' નામે જ ઓળખે છે. આ આગમમાં છ અધ્યયનો છે. મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે, પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ વિસ્તૃત થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, પૂ.મલયગિરિજીની વૃત્તિ, બૃહત ભાષ્ય, દીપિકાઓ ઈત્યાદિ બધું જ સાહિત્ય સાથે રાખવામાં આવે તો તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તારવાળું થઈ જાય. મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિકમણાદિ છે વિષયો છે. પણ નિયુક્તિ સહિતની ચૂર્ણિ અને વૃત્તિ સાથે ગણતાં તો જૈન વાડ્મય બની જાય તેટલું વિષયવસ્તુ અને કથા-દષ્ટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીનો સ્રોત બની રહેલ છે. અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હારિભદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાણ, તેની ટીકા, પૂજ્ય મલયગિરિજીની વૃત્તિ આદિ પણ છોડવા જેવા નથી. અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો ક્યાંક ન્યાય, વ્યાકરણ, વાદ આદિને છોડ્યા પણ છે. કથા-દષ્ટાંતોમાં પણ ક્યાંક દષ્ટાંતની વાક્યપૂર્તિ વડે તે લંબાયા પણ છે, તો ક્યાંક સંક્ષેપિત પણ કર્યા છે, પુરેપુરી કથા જાણવા અમારું “આગમ કથાનુયોગ” જોવું. અમે આ આગમને નિયુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંચ્યું છે, જેમાં પહેલા ભાગમાં ૧ થી પ૬૩ નિયુક્તિ સમાવી. આ ભાગમાં પ૬૪થી ૧oo૫ નિયુકિત સમાવી છે. સાથે અધ્યયન-૧, સૂગ-૧ પણ સમાવાયું છે. [32/2] આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 -X - X - X - X - X - X - X - X - X – મૂળ સૂઝનો આરંભ તો છેક નિયુક્તિ-૮૮૬ પછી થાય છે. આ પૂર્વે ભાગ-૧ માં (ભાગ-૧માં] આવશ્યક નિયુક્તિ-૧ થી ૫૬3નો સમાવેશ કર્યો છે. આ ભાગ-૨માં લિક્તિi-૬૪ થી ૧oo૫ છે. તેમાં નિયુક્તિ-૮૯ સુધી ઉપોદ્ધતિ છે. પછી ૮૮૬ સુધી નમસ્કાર નિયુક્તિ છે. પછી અદાયન-૧ નું સૂઝ-૧- આવે છે અને આ આખા ભાગમાં મw સૂમ-૧-છે.) હવે બીજા દ્વાને કહે છે – • નિયુક્તિ-૫૬૪ - સર્વવિરતિ, દેશવિરતિ અથવા સમ્યકત્વ કોઈ ગ્રહણ કરશે તો જ દેશના થાય, અન્યથા અમૂઢ લક્ષવાળા ભગવંત દેશના ન આપે અને કહે તો કોઈ ન લે તેવું બનતું નથી. • વિવેચન-૫૬૪ - દેશના કથન કોઈ સર્વવિરતિ આદિ લે તો પ્રવર્તે. અન્યથા અમૂઢલક્ષ થતુ અવિપરીતવેતા દેશના ન આપે. કહે છે - દેવોનો સમવસરણ કરણપયાસ અનર્થક છે. કેમકે કર્યા પછી પણ નિયમથી દેશના થશે નહીં અને જો ભગવંત દેશના આપે તો કોઈપણ પ્રકારનું સામાયિક કોઈક સ્વીકારે જ છે. • x - મનુષ્યાદિ કેટલી સામાયિક સ્વીકારે, તે કહે છે – • નિયુકિત-૫૬૫ - મનુષ્ય ચારમાંથી કોઈ એક, તિર્યંચ ગણ કે બે માંથી એક સ્વીકારે, જે. તે ન હોય તો નિયમથી દેને સમ્યકત્વને સ્વીકારે છે. • વિવેચન-૫૬૫ - • x • મનુષ્ય ચારમાંથી કોઈ એક સામાયિક સ્વીકારે, તિર્યય સર્વવિરતિ સિવાયની કોઈ એક અથવા સમ્યકત્વ કે શ્રત સામાયિક કરે. જો કોઈ મનુષ્ય કે તિયય ન હોય તો નિયમથી દેવો સમ્યકત્વને સ્વીકારે છે, એમ ગાથાર્થ છે - તેઓ આ રીતે ધર્મ કહે છે - • નિયુક્તિ-પ૬૬ : તીર્થ પ્રણામ કરીને ભગવંત દેશના કહે છે, સાધારણ શબ્દોથી, બધાં સંજ્ઞીને, રોજન વ્યાપિની. • વિવેચન-૫૬૬ - ‘નો રિWH' કહી, પ્રણામ કરીને દેશના આપે છે. તે દેશના દેવ, મનુષ્ય, તિર્યંચ બધાં સમજી શકે તેથી સાધારણ ભાષામાં અને યોજન વ્યાપીની હોય તે રીતે ભગવંત કહે છે અર્થાત ભગવંતનો ‘વનિ સંપૂર્ણ સમોસરણમાં રહેલ સંજ્ઞીને અર્થ સમજાય તેવી ભાષામાં હોય છે. કેમકે ભગવંતનો અતિશય છે - કૃતકૃત્ય ભગવંત તીર્થપ્રણામ કેમ કરે ?
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy