SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૫૪૭ થી ૫૫૦ રત્નથી જડેલ ત્રણ પ્રાકાર સુર ગણેન્દ્રો વિક છે, તે ત્રણે ગઢ મણિ અને કંચનના કાંગરાથી શોભિત હોય છે. અતર મધ્યમ અને બહાર એમ ત્રણ ગઢ અનુક્રમે વૈમાનિક, જ્યોતિક અને ભવનપતિ કરે છે. જે રત્ન, કંચન અને રૂપાના હોય છે. મણિ-રત્ન-સુવર્ણના કપિશીર્ષકો સર્વ રત્નયુક્ત દ્વારો, સર્વ રત્નમય ધ્વજ, પતાકા, તોરણાદિ રચે છે. • વિવેચન-૫૪૭ થી ૫૫૦ : ૨૫૩ મણિ-કનક-રત્નથી ચિત્રિત ચારે દિશામાં તોરણો વિકુર્વે છે. છત્ર, સ્તંભની પુતળી, મગરમુખોપલક્ષણ, ધ્વજા, સ્વસ્તિકાદિ સંસ્થાનની રચના વિશેષ, તે બધું ત્યાં શોભે છે. આ બધું વ્યંતર દેવો કરે છે. ત્રણ શ્રેષ્ઠ પ્રાકારને રત્નોથી ચિત્રિત ત્યાં સુરગણના ઈન્દ્રો મણિ, સુવર્ણના કપિશીર્ષકથી વિભૂષિત વિકુર્વે છે. તે આ રીતે – અત્યંતર, મધ્ય અને બાહ્ય, તે અનુક્રમે વૈમાનિક, જ્યોતિષ્ક, ભવનપતિ વડે ત્રણ પ્રાકારો વિપુર્વાય છે. રત્નનોગઢ વૈમાનિક કરે, સુવર્ણનો જ્યોતિકો કરે અને રૂપાનો ગઢ ભવનપતિ કરે છે. કરિશિર્ષકો મણિ-રત્ન-હેમમય હોય છે. તેમાં પહેલા પ્રાકારમાં પંચવર્ણી મણીમય વૈમાનિકો કરે. બીજે વિવિધ રત્નમય જ્યોતિકો કરે, ત્રીજે હેમમય ભવનપતિ કરે તથા સર્વ રત્નમય દ્વારો કરે છે. ઈત્યાદિ ગાથાર્થવત્ - X - X - જાણવું. • નિયુક્તિ-૫૫૧ + વિવેચન : ત્યારપછી ચોતરફ કૃષ્ણ અગરુ, કુંદુક મિશ્ર ગંધ વડે મનહર એવી ધૂપઘટિકાને દેવો વિકુર્વે છે. • નિયુક્તિ-૫૫૨ + વિવેચન : - તીર્થંકરના પાદમૂલમાં પડતા એવા દેવો ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. ઉત્કૃષ્ટ-હર્ષ વિશેષ પ્રેસ્તિ ધ્વનિ. વળી કલકલ શબ્દથી બધી દિશામાં યુક્ત અને સંપૂર્ણ એવો કલકલ કરે છે. • નિયુક્તિ-૫૫૩ ચૈત્યવૃક્ષ, પીઠ, છંદક, આસન, છત્ર, ચામર. તે સિવાય બીજું જે કંઈ કરવા યોગ્ય હોય તે વાણવ્યંતર દેવો કરે છે. • વિવેચન-૫૫૩ : ભગવંતની ઉંચાઈથી બાર ગણું અશોક વૃક્ષ, તેની નીચે રત્નમય પીઠ, તેની ઉપર દેવ છંદક, તેની મધ્યમાં સિંહાસન, તેની ઉપર છત્રાતિછત્ર. સક્ષમાં હાથમાં રહેલ બે ચામર, પદ્મ સંસ્થિત ધર્મચક્ર અને જ બીજા વાયુ-ઉદકાદિ કર્મવ્ય છે, તેને વ્યંતર દેવો કરે છે. પ્રશ્ન - શું જ્યાં જે સમોસરણ હોય, ત્યાં આ આવો નિયોગ છે કે નથી ? તે કહે છે - • નિયુક્તિ-૫૫૪ - સાધારણ સમોસરણમાં આ પ્રમાણે, જ્યાં ઋદ્ધિમાન હોય તે દેવ એકલો આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ પણ સમોસરણ સ્ત્રે, અલ્પઋદ્ધિક દેવ માટે ભજના જાણવી. • વિવેચન-૫૫૪ -- સાધારણ સમોસરણમાં જ્યાં દેવેન્દ્રો આવે છે, ત્યાં આ જ નિયોગ છે, જ્યાં ઋદ્ધિમાન સમોસરે છે - કોઈ ઈન્દ્ર, સામાનિકાદિ. ત્યાં એકલો જ તે પ્રાકારાદિ બધું કરે છે. મૂલ ટીકાકારે પણ કહેલ છે કે – જ્યાં ઈન્દ્રો આવતા નથી, ત્યાં ભવનવાસી આદિ સમોસરણ કરે કે ન પણ કરે તે ભજના. ન ૨૫૪ • નિયુક્તિ-૫૫૫ : સૂર્યોદયે અને પશ્ચિમમાં પ્રભુ પૂર્વદ્વારેથી પ્રવેશ કરે છે. બે પદ્મો ઉપર ચરણો અને અન્ય સાત માર્ગમાં હોય છે. • વિવેચન-૫૫૫ : દેવ નિષ્પાદિત સમોસરણમાં પહેલી અને છેલ્લી પોરિસિમાં પૂર્વ દ્વારેથી આવીને ભગવંત પ્રવેશ કરે છે. કઈ રીતે ? દેવતા રચિત બંને સહસત્ર કમળ ઉપર બંને પગને સ્થાપે છે. માર્ગથી અને પાછળ સાત બીજા કમળ ભગવંતને ચાલે છે. પછીપછીના કમળ ઉપર પગ મૂકીને ભગવંત આગળ-આગળ ચાલે છે. • નિયુક્તિ-૫૫૬ : પ્રદક્ષિણા કરી પૂર્વમુખ રહી, ત્રણ દિશામાં દેવકૃત્ પ્રતિરૂપો, જ્યેષ્ઠ ગણધર કે બીજા ગણધરો અગ્નિ ખૂણામાં નીકટ બેસે. • વિવેચન-૫૫૬ : ભગવંત પૂર્વ દ્વારેથી પ્રવેશીને અશોક વૃક્ષને પ્રદક્ષિણા કરીને, પૂર્વાભિમુખ બેસે છે. શેષ ત્રણ દિશામાં સિંહાસનયુક્ત તીર્થંકર આકૃતિ દેવકૃત્ હોય છે - x - ભગવંતના પાદમૂલે એક ગણધર વડે અવિરહિત હોય છે. તે જ્યેષ્ઠ કે અન્ય હોય. પ્રાયઃજ્યેષ્ઠ હોય તે જ્યેષ્ઠગણિ કે બીજા અગ્નિ ખૂણામાં ભગવંતની નીકટ ભગવંતને પ્રણામ કરીને બેસે. બાકીના ગણધરો ભગવંતને વાંદીને, પ્રભુની નીકટ બેસે છે. ભુવનગુરુનું રૂપ ત્રૈલોક્યગત રૂપના સુંદરતરપણાથી દેવોએ રચેલ પ્રતિકૃતિના રૂપમાં શું સામ્ય હોય કે અસામ્ય, તે કહે છે – • નિયુક્તિ-૫૫૭ * વિવેચન : જે તે દેવો વડે કરાયેલ ત્રણ દિશામાં જિનવરની પ્રતિકૃતિઓ તે પણ તીર્થંકરના પ્રભાવથી તીર્થંકરને અનુરૂપ જ હોય છે. • નિયુક્તિ-૫૫૮ * વિવેચન : તીર્થ-ગણધર, તેમના હોવાથી અતિશયવાળા સંયતો તથા વૈમાનિકોની દેવી અને શ્રમણીઓ તથા ભવનપત્યાદિ ત્રણેની દેવીઓ. આ ગાથાર્થ કહ્યો, હવે અવયવાર્થ કહે છે – • નિયુક્તિ-૫૫૯ : કૈવલીઓ ત્રણ વખત જિનવરને, તીર્થ પ્રણામ, તેના માર્ગથી, મન:પર્યાય
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy