SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિં ૪૯૫ આઠ-આઠ, ત્રીજીમાં વીશ, પૂર્વમાં આઠ યામ ચાવત્ અધો દિશામાં આઠ યામ. એ પ્રમાણે છે. [વિશેષ વિધિ ગ્રન્થાંતરથી જાણવી] ૨૩૩ • નિયુક્તિ-૪૯૬ ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા. તેમાં પહેલીમાં ચાર, પછી આઠ, પછી વીસ, આનંદ, બહુલા, ઉદ્ભુિત, દિવ્યો. • વિવેચન-૪૯૬ : પ્રતિમાદિ વર્ણન કર્યુ, શેષ કથા આ પ્રમાણે – પછી પ્રતિમા પૂર્ણ થતાં આનંદ ગાથાપતિને ત્યાં બહુલા દાસીએ રસોડામાં વાસણો ધોતાં પર્યુષિત અને તજવા યોગ્ય ભોજન હતું. ભગવંત પ્રવેશતા, તેણીએ પૂછ્યું – ભગવન્! શું પ્રયોજન છે? ભગવંતે હાથ ફેલાવ્યા. તેણીએ પરમ શ્રદ્ધાથી ઉક્ત ભોજન આપ્યું, પાંચ દિવ્યો પ્રગટ થયા. • નિયુક્તિ-૪૯૭ : ઢભૂમિથી બહાર, પેઢાલ નામે ઉઘાન, પોલાશ ચૈત્યમાં, એકરાત્રિકી મહાપ્રતિમાએ ભગવંત રહ્યા. • વિવેચન-૪૯૭ : ત્યારપછી ભગવંત દૃઢભૂમિમાં ગયા. ત્યાં બહાર પેઢાલ નામે ઉધાન હતું. ત્યાં પોલાસ નામે ચૈત્ય હતું. ત્યાં અટ્ઠમભક્ત વડે એક રાત્રિકી પ્રતિમા રહ્યા. એક પુદ્ગલ ઉપર નિરુદ્ધ દૃષ્ટિથી અનિમેષ નયને જોવાનું. તેમાં પણ જે અચિત્ત પુદ્ગલ હોય તેમાં દૃષ્ટિને સ્થિર રાખવી અને સચિત્ત પુદ્ગલથી દૃષ્ટિ ખસેડી લેવી તે રીતે ધ્યાન કરે. યથાસંભવ બાકીની પણ કહેવી જોઈએ. ઈશ્વત્ પ્રાભાર ગત અને ઈષત્ [કંઈક] નમેલી કાયા વડે. પુદ્ગલને જુએ છે. • નિયુક્તિ-૪૯૮ : દેવરાજ શક, સભામાં રહેલો અને હરખાતો વચન બોલે છે – ત્રણે પણ લોકમાં વીર જિનેશ્વરને મનથી ચલિત કરવા કોઈ સમર્થ નથી. • વિવેચન-૪૯૮ : આ તરફ દેવરાજ શક્ર ભગવંતને અવધિજ્ઞાનથી અવલોકતો સુધર્માંસભામાં શ્રેષ્ઠ સ્થાને બેસીને, હર્ષિત થઈને, સ્વામીને નમસ્કાર કરીને બોલે છે – અહો ! ભગવન્ ત્રૈલોક્યને અભિભૂત કરીને રહ્યા છે. કોઈ દેવ કે દાનવ વડે તેમને ચલિત કરવાનું શક્ય નથી. • નિર્યુક્તિ-૪૯૯ થી ૫૦૧ ૬ • સૌધર્મ કલ્પવાસી, ઈન્દ્ર વિરોધી, સામાનિક એવો સંગમ નામનો દેવ ઈષ્માથી શક્રને આ પ્રમાણે કહે છે – આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ૦ ત્રણ લોકમાં પણ ભગવંતે ચલાયમાન કરવાને કોઈ સમર્થ નથી. એમ તું માને ચે, હવે જો આજે જ આને (ભગવંતને) તપ યોગથી ભ્રષ્ટ અને મને વંશ થયેલો તમે બધાં જોજો. ૨૩૪ ૦ મિથ્યાર્દષ્ટિ અને પ્રત્યેનીક શત્રુ એવો તે શક્રેન્દ્રનો સામાનિક દેવ તુરંત જ આવ્યો અને ઈર્ષ્યાથી ભગવંતને ઉપરાર્ગ કરવા લાગ્યો. ♦ વિવેચન-૪૯૯ થી ૫૦૧ : આ તરફ સંગમ નામનો સૌધર્મકલ્પવાસી દેવ જે શક્રનો સામાનિક છે, અભવસિદ્ધિક છે તે કહે છે – દેવરાજ કેવા રાગથી બળબળાટ કરે છે. શું મનુષ્યને દેવ ચલિત ન કરી શકે ? હું ચલિત કરી દઈશ. તે વખતે શક્ર તેને અટકાવતો નથી કેમકે શક્રને થયું કે સંગમ એવું વિચારશે કે ભગવંત બીજાની નિશ્રાએ રહીને તપોકર્મ કરે છે. એ પ્રમાણે સંગમ આવ્યો. હવે ઉપસર્ગો કહે છે – • નિયુક્તિ-૫૦૨ થી ૫૦૬ ઃ ૧- ધૂલી, ૨- કીડીઓ, ૩- ડાંસ, ૪- ધીમેલ, ૫- વીંછી, ૬- નકુલ, ૭સર્પ, ૮- ઉંદર [એ આઠ તથા–] - હાથી, ૧૦- હાથણી, ૧૧- પિશાચનું ઘોર રૂપ, ૧૨- વાઘ, ૧૩સ્થવિર, ૧૪- સ્થવિરી, ૧૫- રસોઈયો ત્યાં આવીને રાંધે છે, ૧૬- પી. ૧૭- ખરવાત, ૧૮- કલંકલિકા, ૧૯- કાલચક્ર, ૨૭- પ્રભાત વિપુર્વવું. તે વીસામો અનુકૂળ ઉપસર્ગ. સામાનિક દેવઋદ્ધિ વિમાનમાં રહીને તે દેવ બતાવે છે અને કહે છે – હે મહર્ષિ ! સ્વર્ગ અને મોક્ષરૂપ આ નિષ્પત્તિને વરો. ભગવંત વીરને બલાત્કારે સાધવાને હણાયેલ છે મતિવિજ્ઞાન જેમનું, તેવો સંગમ દેવ ભગવંતના મનને વિભંગજ્ઞાનથી જુએ છે, પણ પ્રભુ છ જીવનિકાસના હિતની જ ચિંતવના કરી રહ્યા છે. • વિવેચન-૫૦૨ થી ૫૦૬ ઃ ત્યારે ભગવંતની ઉપર ધૂળની વનિ વરસાવે છે. જેના વડે આંખ, કાન વગેરેના બધાં શ્રોતો-છિદ્રો પૂરાઈ જાય છે અને ભગવંતનો શ્વાસ રૂંધાવા લાગે છે, તેના વડે ભગવંત તલ-તુષના ત્રિભાગ માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. ત્યારે સંગમ થાકી ગયો. ત્યારપછી તેણે કીડીઓ વિકુર્તી, જે વજ્ર જેવા મુખવાળી હતી. તે કીડીઓ ચોતફથી વળગીને ખાવા લાગી, બીજા-બીજા શ્રોતોથી શરીરમાં પ્રવેશીને કોઈ અન્ય શ્રોત વડે બહાર નીકળવા લાગી. ભગવંતનું શરીર ચાલણી જેવું કરી દીધું. તો પણ ભગવંત ચલિત ન થયા.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy