SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-૪૯૨ આગળ સર્વોત્તમ ૧૭ પ્રકારે સંયમાનુષ્ઠાન પાલન વાને બદ્ધલક્ષણપણું પ્રાપ્ત થાય. સર્વોત્તમ સત્ય વાણી બોલવી, છાય જીવોનું હિત, પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ છુપાવ્યા વિના મોક્ષ માર્ગ સાધનામાં કટિબદ્ધ થયેલ, સ્વાધ્યાયધ્યાનરૂપી જળ વડે પાપક્મ રૂપી મલના લેપને ધોનારો થાય છે. વળી અયિનતા, પરમ પવિત્રતા યુક્ત, સર્વ ભાવ ચુક્ત, સુવિશુદ્ધ સર્વ દોષ રહિત, નવગુપ્તિ સહિત ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ કરનાર થાય છે. ૫૫ ત્યાર પછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આક્વિન્ય, અતિ દુર્ધર, બ્રહ્મવ્રત ધારણ કરવું, ઇત્યાદિ શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ કરનાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા જીવોનું તથા અજીવકાયના સંરંભ, સમારંભ, આભને મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધે શ્રોત્રાદિ ઇંદ્રિયોના વિષયોના સંવરપૂર્વક આહાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ કરીને પાપોને વોસિરાવે છે. પછી નિર્મળ ૧૮૦૦૦ શીલાંગ ધાર નાર હોવાથી અસ્તિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર ઉગ્ર-ઉગ્રતર, આશ્ચર્ય ઉત્પન્ન નાર અભિગ્રહોનો નિર્વાહ કરનાર થાય છે. પછી દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલા ઘોર પરીષહ ઉપસર્ગોને સમભાવે સહન કરનાર થાય છે. પછી અહોરાત્રાદિ પ્રતિમા વિશે મહાપ્રયત્ન કરનાર થાય છે. પછી શરીરની મમતાં વગરનો થાય છે. શરીર નિષ્પતિર્મપણાવાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે. પછી અનાદિ ભવ પરંપરાથી એકઠા કરેલા સમગ્ર આઠ પ્રકારના કર્મરાશિનો ક્ષય કરનાર બને ો. ચારે ગતિ રૂપ ભવના કેદખાનામાંથી બહાર નીક્ળી, સર્વ દુઃખથી વિમુક્ત બની, મોમાં ગમન કરનારો થાય છે. ત્યાં હમેશાં જન્મ-જરા-મરણઅનિષ્ટ સંયોગ-ઇષ્ટ વિયોગ-સંતાપ-ઉદ્વેગ-અપયશ-વેદના આદિ દુઃખો હોતા નથી. ત્યાં એકાંતિક, આત્યંતિક, નિરુપદ્રવતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર, સર્વોતમ સુખ મોક્ષમાં હોય છે, આ સર્વ સુખનું મૂળ કારણ જ્ઞાન છે. જ્ઞાનથી જ પ્રવૃત્તિ શરૂ થાય છે. એકાંતિક, આત્યંતિક, પરમ શાશ્વત સુખેથ્થુએ પહેલા તો સાદર સામાયિક્થી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન કાલગ્રહણ વિધિ સહિત, આયંબિલાદિ તપ, શાસ્ત્રોક્ત વિધિથી વહેવા. હિંસાદિ પાંચેને ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરીને પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, હિનાધિક ન બોલાય તેમ પદચ્છેદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂર્વાનુપૂર્વી આદિ યુક્ત જ્ઞાન એઅંતે સુંદર સમજવું. ગૌતમ ! અનાદિ-અનંત, અપાર, અતિ વિશાળ એવા સ્વયં ભૂરમણ સમુદ્રવત દુરવઞાહ્ય, અને સર્વ સુખના હેતુભૂત એવા આ જ્ઞાન સમુદ્રને પાર પામવા ઇષ્ટદેવતાને નમસ્કાર કરવો જોઈએ, તે વિના પાર ન પામી શકાય. ગૌતમ ! તે ઇષ્ટદેવ એટલે નવાર અર્થાત્ પંચમંગલ. તે સિવાય કોઇ ઇષ્ટ દેવ મંગલ સ્વરૂપ નથી. માટે પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy