SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૮}/૧૪૯૭ રીને [શું કર્યું ?] શાશ્વત-મોક્ષ સુખના અભિલાષી, અતિ નિશ્ર્ચિત દૃઢ માનસવાળા, શ્રમણપણાંના સમગ્ર ગુણોને ધારણ કરતાં, ચૌદ પૂર્વધર, ચરમ શરીવાળા, તદ્ભવ મુક્તિગામી એવા ગણધર સ્થવિની પાસે જઈ પ્રવજ્યા અંગીકાર કરી. હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યંત ઘોર, વીર, તપ અને સંચમના અનુષ્ઠાનનું સેવન તથા સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સર્વ કર્મનો ક્ષય કરીને, તે બ્રાહ્મણી સાથે કર્મરજ ખંખેરીને ગોવિંદ બ્રાહ્મણ વગેરે અનેક નર અને નારીના ગણો સિદ્ધિ પામ્યા [યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. તે સર્વે મહાયશસ્વી થયા એ પ્રમાણે હું હું છું. [૪૯] હે ભગવદ્ તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારી સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગરની બની, જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોચના આપીને યોપદિષ્ટિ પ્રાયશ્ચિત્ત કરેલું. ત્યાર પછી સમાધિ સહિત કાળધર્મ પામીને તેના પ્રભાવે સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર મહારાજાની અગ્રમહિષી એવી મહાદેવી પણે તેણી ઉત્પન્ન થઈ હતી. હે ભગવન્ ! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલાભવમાં નિગ્રન્થી શ્રમણી હતો કે જેણે નિઃશલ્યપણે આલોચના કરીને ઉપદેશ કરાયા અનુસાર પ્રાયશ્ચિત્ત રેવું? હે ગૌતમ ! તે બ્રાહ્મણીના જીવે તેના આગળના ભવમાં ઘણી જ લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત રેલી હતી. તેણીએ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, રત્નની મહાઋદ્ધિ મેળવેલી. સમગ્ર ગુણોના આધારભૂત ઉત્તમ, શીલાભૂષણને ધારણા કરનાર શરીસ્વાળા, મહાતપસ્વી, યુગપ્રધાન, શ્રમણ અણગાર અને ગચ્છ નાયક હતા પણ શ્રમણી ન હતા. --- ૧૧ હે ભગવન્ ! ક્યા કર્મના વિપાથી ગચ્છાધિપતિ થયા પછી પણ તેણે સ્ત્રીત્વ કર્મ ઉપાર્જન કર્યું ? હે ગૌતમ ! માયા કરવાના કારણે. હે ભગવન્ ! તેને એવું માયાનું કારણ શું થયું કે જેનો સંસાર પાતળો પડેલો છે. તેવા આત્માએ પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણાં લોકોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy