SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-/૧૪૮૫ થી ૧૪૮૭ ૧૭૯ તેથી ઘરના સારભૂત પુત્ર, દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બનીને ખેદ પામ્યા વિના સર્વોત્તમ ચારિત્ર ધર્મને સેવો. આડંબર કરવા, ખોટી પ્રશંસા કરવી, પંચના કવી તેવા વ્યવહાર ધર્મમાં હોતા નથી. માયાદિ શલ્ય રહિત, પટ ભાવ વગરનો ધર્મ વ્હેલો છે. [૧૪૮૮ થી ૧૪૯૬] જીવોમાં ત્રસપણું, ત્રસપણામાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. મનુષ્યપણામાં આર્યદેશ, આર્યદેશમાં ઉત્તમકુળ, ઉત્તમકુળમાં ઉત્કૃષ્ટ જ્ઞાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાનબળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાનવિષેક અને વિજ્ઞાનમાં પણ સમ્યક્ત્વ પ્રધાન છે. સમ્યક્ત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવમાં કેવળ જ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જરા-મરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુઃખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એકાંતે મોક્ષ જ ઉપાદેય મેળવવા લાયક છે. ૮૪ લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘમી સામગ્રી મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલ ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે. તો તમે તેમાં જલ્દી ઉધમ કરો. વિબુધો અને પંડિતોએ નિંધેલા સંસારની પરંપરા વધારનાર એવા આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મ શ્રવણ પામીને અનેક ોડો વર્ષે અતિ દુર્લભ એવા સુંદર ધર્મને જો તમે અહીં સમ્યક્ પ્રકારને નહીં કરશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્ત થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી, અને આવતા ભવે ધર્મ ીશું – એમ પ્રાર્થના રે, તે ભાવી ભવમાં ક્યા મૂલ્યથી બોધિ પ્રાપ્ત શો ? [૧૪૯૭] પૂર્વભવનું જાતિ સ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુ વર્ગ અને બીજાં અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું- ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાક્ટ છે. નિર્ભાગી તુચ્છ આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી. અન્યમાં આગ્રહવાળી બુદ્ધિ નારા, પક્ષપાતના મોહાગ્નિને ઉત્તેજિત કરવાના માનસવાળા, રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા, આ અને આવા દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો ઘણો મુશ્કેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy