SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધ-છંદસૂમ- ત્યાં તે બાલિકા સુક્ષ્માર યાવત સુરૂપ હોય છે. તે બાલ્યભાવથી મુક્ત થઈને તથા વિજ્ઞાન પરિણત અને યૌવનવય પ્રાપ્ત થતા, તેણીના માતા-પિતા, તેણીના જેવા સુંદર એવા યોગ્ય પતિને અનુરૂપ દહેજ સાથે પનીરૂપે આપે છે. તે તે પતિની ઈષ્ટ, ખંત, પ્રિય, મનોજ્ઞ, અજીવ મનોહર, ઘેર્યના સ્થાન, વિશ્વાસપાત્ર, સંવત, બહુમત, અનુમત (અતીમાન્ય) રનરંડક સમાન કેવળ એક પની હોય છે. આવતા-જતા તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસ-દાસ, નોક્રચાર ચાલે છે. • રાવત આપના મુખને કેવા કેવા પદાર્થો પ્રિય લાગે છે ? પ્રશ્ન – શું તે ઋદ્ધિ સંપન્ન સ્ત્રીને તપ અને સંયમના મૂર્ત રૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રજ્ઞમ ધર્મ કહે છે ? ઉત્તર – હા, કહે છે. પ્રશ્ન – શું તેણી શ્રદ્ધા પૂર્વક સાંભળે છે ? ઉત્તર – તે સંભવતું નથી. કેમ કે તેણી ધર્મ શ્રવણને અયોગ્ય છે. તે ઉત્કૃષ્ટ અભિલાષાવાળી યાવત દક્ષિણ દિશાવતી તરંગમાં કૃષ્ણપાલીકનૈરાયિક રૂપે ઉત્પન્ન થાય છે. તથા ભવિષ્યમાં પણ તેણીને બોધી પ્રાપ્તિ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! તે નિદાન શલ્યનો આ પાપક્ઝરી પરિણામ છે કે તે ફેવલિ પ્રાપ્ત ધર્મનું શ્રમણ #ી શકતી નથી. એ પ્રમાણે બીજું વિટાણું જાણવું [૧૦૫ હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ રેલ છે. આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - ચાવત બધાં દુઃખોનો અંત રે છે. - જો કોઈ નિર્ચન્ય કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, તેને ભૂખ-તરસ ઇત્યાદિ પરિષહો સસ્ત રતાં કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય. ત્યારે તે તપ-સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસના ને શમન ક્રવાનો પ્રયત્ન રે છે. તેવા સમયે તે સાધુ કોઈ એક સ્ત્રીને જુએ છે જે તેના પતિની કેવળ એકમાત્ર પ્રિયા છે ચાવતું બધું જ વર્ણન પહેલા નિયાણા મુજબ જાણવું. તે સાધુ તે સ્ત્રીને જોઈને નિયાણું કરે - – (૧) પુરૂષનું જીવન દુઃખમય છે. - (૨) આ વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા એવા ઉગ્રવંશી કે ભોગવંશી પુરૂષો છે. તેઓ મૈઈ નાના કે મોટા એવા યુદ્ધમાં જાય છે, તેમને નાના કે મોટા શસ્ત્રના પ્રહાર છાતીમાં લાગતા તેઓ વેદનાથી વ્યથિત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy