SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩પ ૧પ૦ તેઓના શરીરને બાળે, જોતાવેંત આદિના દોરડાથી ચાબક્કી છિવાડાથી, જાડી વેલથી મારી મારીને બંને પડખાના ચામડાં ઉખેડી નાંખે, દંડ, મૂડી, પત્થર, ખપરથી તેમના શરીરને ફૂટ – પીસે. આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુ:ખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશાં ડંડો સાથે સખે છે, અને કોઇનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત રહે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંનેમાં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે. શોક સંતપ્ત રે છે, ઝુરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે. એ રીતે વધ, બંધ, ક્લેશાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે. આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધી કામભોગોમાં મૂર્શિત, વૃદ્ધ, આસક્ત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે. એ રીતે તે ચાર, પાંચ, છ યાવત્ દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વેર ભાવોના બધાં સ્થાનો સેવી ઘણાં અશુભ કર્મો એઠાં ક્રીને, જેવી રીતે લોઢા કે પત્યસ્નો ગોળો પાણીમાં ફેંક્તા જળતલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજૂ જેવા ઘણાં પાપક્લેશ, કાદવ, વૈર, દંભ, માયા પ્રપંચ, આશાતના, અયશ, અપ્રીતિવાળો થઇને પ્રાયઃ બસપાણીનો ઘાત તો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરકભૂમિમાં સ્થાન પામે છે, તે તરફ અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અતરાના આકારવાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિન્દ્રી પ્રભાથી રહિત છે. તે નરકોની ભૂમિ ચમ્બી, માંસ, લોહી, પરના સમૂહ જેવા ફીચડથી લેપાયેલી છે. મળ મૂત્રાદિ અશુદ્ધિ પદાર્થોથી ભરેલી છે. અને પરમ દુર્ગન્ધમય છે. કાળી કે ક્યોત વર્ણવાળી, અગ્નિનાવણની આભાવાળી છે, ર્કશ સ્પરશવાળી હોવાથી અસહ્ય છે. અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે. નિદ્રા લઈ શક્તા નથી. તે નારી જીવો, તે નરકમાં અશુભ વેદનાનો પ્રતિ સમય અનુભવ કરતાં વિયરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગે ઉત્પન્ન થયેલ વૃક્ષ, મૂળ ભાગ ફ્લાવથી ઉપરનો ભાગ ભારે થતાં જ્યાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે. ત્યાં જ પડે છે, તે જ રીતે ઉપર ઢ્યા મુજબના મિથ્યાત્વી, ઘોર પાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક મરણમાંથી બીજી મરણમાં, એક દુઃખમાંથી બીજા દુખમાં પડે છે. તે દક્ષિણ દિશાવતી ઘોર નરમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નારશ્ન ભાવિમાં દુબલ બોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [૩૬] તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકાસ્તો છે જે આતિજ્યાદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy