SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા-૫ ૨૫૩ - ગાથા-૫ 4 ભવબીજરૂપ અંકુરથી થયેલ કર્મોને, ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી ફરી ભવરૂપી ગહન વનમાં ન ઉગવા દેનારા છો, માટે હે નાથ ! આપ “અરુહ' છો. • ગાથા-૬ : પ્રાણીઓને ઘોર ઉપાર્ગો, પરીષહો, કષાય ઉત્પન્ન કરનારા જે શત્રુઓ, તે બધાંને હે નાથ ! આપે સમૂળગા હણી નાંખેલ છે, તેથી આપ અરિહંત છો. • ગાથા-૭,૮ : ઉત્તમ એવા વંદન, સ્તવન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનની યોગ્યતાવાળા છો, તેથી આપ અરહંત છો. દેવ મનુષ્ય અસુર આદિની ઉત્તમ પૂજાને આપ યોગ્ય છો, ધીરતાવાળા છો અને માનથી મૂકાયેલા છો, તે કારણથી હે નાથ ! આપ “અરહંત' છો. • ગાથા-૯ થી ૧૨ : ચ, ગાડી અને શેષ સંગ્રહ નિદર્શિત કે પર્વતની ગુફાદિ તેમાંનું તમારે કંઈ જ દૂર નથી – તેથી હે જિનેશ્વર તમે “અરહંત'' છો. જેણે ઉત્તમ જ્ઞાન વડે સંસાર માર્ગનો અંત કરી, મરણને દૂર કરી, નિજ સ્વરૂપ રૂપ સંપત્તિ મેળવેલી છે – તે કારણથી આપ જ “અરહંત” છો. આપને મનોહર કે અમનોહર શબ્દો છૂપા નથી, તેમજ મન અને કાયાના યોગને સિદ્ધાંતથી રંજિત કર્યા છે – તે કારણે હે નાથ ! આપ અરહંત છો. દેવેન્દ્રો અને અનુત્તર દેવોની સમર્થ પૂજા આદિને યોગ્ય છો, કરોડો મર્યાદાનો અંત કરનારને શરણ યોગ્ય છો. તે કારણથી આપ “અહંત” છો. - ગાથા-૧૩,૧૪ -- સિદ્ધિ વધુના સંગથી બીજા મોહશત્રુના વિજેતા છો અને અનંત સખ પુણ્ય પરિણતિથી પરિવેષ્ટિત છો માટે દેવ છો. રાગાદિ વૈરીઓને દૂર કરીને, દુઃખ અને કલેશના આપે સમાધાન કર્યા છે, અર્થાત્ નિવાર્યા છે - તથા - ગુણ આદિ વડે શત્રુને આકર્ષીને જય કર્યો છે. તેથી હૈ જિનેશ્વર ! તમે દેવ છો. - ગાથા-૧૫,૧૬ : – દુષ્ટ એવા આઠ કર્મોની ગ્રંથિને આપે પ્રાપ્ત ધનસમૂહથી દૂર કરી છે [ભેદી નાંખેલ છે.] – ઉત્તમ મલ્લ સમૂહને આકલન કરીને આપે તપશ્ચરણથી શોધી નાંખેલા છે - અર્થાત્ - તપ વડે કર્મરૂપી મલ્લને ખતમ કર્યા છે, તેથી વીર છો. પ્રથમ વ્રતગ્રહણ દિવસે ઈન્દ્રની વિનય કરણની ઈચ્છાને હણીને તમે ઉત્તમોત્તમ મુનિ થયા છો, માટે મહાવીર છો. ૨૫૪ . ગાથા-૧૩ - આપને સચરાચર પ્રાણીએ દુભવ્યા કે ભક્તિ કરી – આપનો આક્રોશ કર્યો કે આપની સ્તુતિ કરી તેઓ આપના શત્રુપણે રહ્યા કે મિત્રપણે રહ્યા – પરંતુ આપે તેમના મનને કરુણા રસથી રંજિત કર્યુ માટે આપ પરમકારુણિક કરુણારસવાળા છો. વીસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગાથા-૧૮ : બીજાના જે ભાવ કે સદ્ભાવ કે ભાવના, જે થયા-થશે કે થાય છે, તેને આપ કેવળજ્ઞાન વડે જાણો છો અને કહો પણ છો માટે હે નાય. આપ સર્વજ્ઞ છો. • ગાથા-૧૯ : સમસ્ત ભુવનમાં પોત-પોતાના સ્વરૂપે રહેલા નિર્બળ અથવા બળવાને આપ સમપણે જુઓ છો, માટે હે નાથ ! આપ “સર્વદર્શી'' છો. . ગાથા-૨૦ - કર્મ અને ભવનો પાર પામ્યા છો - અથવા – શ્રુતરૂપી જલધિને જાણીને તેનો સર્વથા પાર પામ્યા છો માટે હે નાથ ! તમે “પારગ” છો. - ગાથા-૨૧ : હે નાથ ! વર્તમાન, ભાવિ કે ભૂતવર્તી જે પદાર્થ તેને હાથમાં રહેલ આમળાના ફળની જેમ આપ જાણો છો. માટે આપ “ત્રિકાળવિદ્' છો. • ગાથા-૨૨ : અનાથના નાથ છો, ભયંકર ગહન ભવવનમાં વર્તતા જીવોને ઉપદેશ દાનથી માર્ગરૂપી નયન આપો છો. તેથી આપ “નાથ'' છો. - ગાથા-૨૩ : પ્રાણીઓના ચિત્તમાં પ્રવેશેલા સારી વસ્તુનો રાગ-રતિ, તે રામ રૂપને પુનઃ દોષરૂપે વ્યાખ્યાયિત કર્યો છે. અથવા વિપરીત કહ્યો છે - રાગને દૂર કર્યો છે. – માટે હે પ્રભુ ! આપ “વીતરાગ'' છો. * ગાયા-૨૪ - કમળરૂપી આસન છે માટે આપ હ-િઈન્દ્ર છો. સૂર્ય કે ઈન્દ્ર વગેરેના માનનું આપે ખંડન કરેલું છે, માટે હે પ્રભુ, આપ “શંકર' પણ છો. હે જિનેશ્વર ! એક સમાન સુખ-આશ્રય આપની પાસેથી મળી રહે છે, એવા પ્રભુ તમે જ છો.
SR No.009068
Book TitleAgam 33 Virstava Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages19
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 33, & agam_veerstava
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy