SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા ૫૧ ૧૮૩ સારણ-વારણ-પ્રેરણાદિથી દોષપાપ્તિ ન થાય. • વિવેચન-૫૧ : ગથ્થુ - મુનિવૃંદરૂપ, મહાત્ પ્રભાવ જેનો છે તે મહાનુભાવ, તે ગચ્છમાં વાસ કરતાં દેશકર્મક્ષયરૂપ કે સર્વકર્મક્ષયરૂપ મોક્ષ પણ થાય છે. કેવી ? વિસ્તીર્ણા. તેમાં વસતા સારણાદિ વડે દોષાગમ ન થાય. ન - ગાથા-૫૨ થી ૫૬ ઃ ગુરુની ઈચ્છાને અનુસરનાર, સુવિનીત, જિતપરીષહ, ધીર, અભિમાનલોલુપતા-ગારવ-તિકથાથી રહિત... ક્ષત, દાંત, ગુપ્ત, મુક્ત, વૈરાગ્યમાગલીન, દવિધ સામાચારી - આવશ્યક - સંયમમાં ઉધુત... ખરકઠો-કર્કશ, અનિષ્ટ અને દુષ્ટ વાણીથી તેમજ તિરસ્કાર અને કાઢી મૂકવા વડે પણ જેઓ દ્વેષ ન કરે.. જે અપકીર્તિ ન કરે, અપયશ ન કરે, અકાર્ય ન કરે અને કઠે પ્રાણ આવે તો પણ પવન મલિન ન કરે. કાર્ય કે અકાર્યમાં ગુરુજી જો કઠોર-શ-દુષ્ટ-નિષ્ઠુર ભાષાથી કંઈ કહે, તો શિષ્યો “તહતિ” કહી સ્વીકારે, તેને હૈ ગૌતમ! ગચ્છ જાણ. • વિવેચન-૫૨ થી ૫૬ ઃ [૫૨] સ્વ આચાર્યના અભિપ્રાય મુજબ વર્તે, પણ પોતાના અભિપ્રાયથી નહીં. શોભન વિનયયુક્ત, શીતોષ્ણાદિ પરીષહોને પરાજિત કરનાર તે જિન પરીષહોને પરાજિત કરનાર તે જિન પરીષણ, આચારસંગ નિર્યુક્તિમાં કહ્યું છે – સ્ત્રી અને સત્કાર એ બે પરીષહો ભાવ શીતલ છે. બાકીના ૨૦ પરીષહો ઉષ્ણ જાણવા. તીવ્ર પરિણામથી જે પરિપહો ઉષ્ણ થાય છે, મંદપરિણામથી તે પરિષહો શીત થાય છે. જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયમાં ક્ષુધાપિપાસા, શીત-ઉષ્ણ આદિ બાવીશે પરિષહો અવતરે છે. જેમ દર્શનમોહમાં સમ્યકત્વ પરિષહ, તેના ઉદયમાં તેનો સંભવ છે. જ્ઞાનાવરણમાં પ્રજ્ઞા અને અજ્ઞાન, અંતરાયમાં અલાભ, ચાસ્ત્રિ મોહનીયમાં આક્રોશ, અરતિ આદિ સાત, વેદનીયના ઉદયમાં ભુખ, તરસાદિ અગિયાર પરિષહો થાય. બાકીના દર્શનાવરણ, નામ, આયુ, ગોત્રમાં પરિષહોનો અવતાર ન થાય. તથા નવમા ગુણઠાણા સુધી બધાં પણ પરિષહો સંભવે છે, વળી એક સાથે વીશ પરિષહો જ વેદે. કેમકે જે સમયે શીતને વેદે છે, તે સમયે ઉષ્ણત્વને ન વેદે, જ્યારે ઉષ્ણને વેદે ત્યારે શીતને ન વેદે. જ્યારે ચર્યાને વેદે છે ત્યારે નૈષેધિકી ન વેદે, જ્યારે નૈપેધિકી વેદે, ત્યારે ચર્ચા ન વેદે. સૂક્ષ્મ સંપરાય - દશમાં ગુણઠાણે ભુખ, તરસ આદિ ચૌદ પરિષહો કહેલાં છે, તેમાં કોઈ બારને વેદે છે,કેમકે શીત-ઉષ્ણ કે ચર્ચા-શય્યાનો એકત્ર સંભવ નથી. ઉપશાંતમોહ-૧૧માં ગુણસ્થાનમાં, ક્ષીણમોહ - બારમાં ગુણ સ્થાન છદ્મસ્થ-વીતરાગમાં તે જ ચૌદ સંભવે છે. - ૪ - ૪ - સયોગ્ય યોગીરૂપે ૧૧-પરીષહો સંભવે છે. જેમકે ઈત્યાદિ. - X - X - - ભુખ, તરસ, શીત, ઉષ્ણ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ બુદ્ધિ વડે શોભે તે ધી-વજ્રસ્વામીવત્. અહંકારયુક્ત નહીં - સ્કંધકવન્, આહાર-ઉપધિ-પાત્રાદિ વૃદ્ધ નહીં - તે ધન્યમુનિવત્, ગૌરવત્રિક આસક્ત નહીં તે મથુરા-મંત્રુશિષ્ય સમાન, વિકથા ન કરે - હરિકેશમુનિવત્. [૫૩] ક્ષમાયુક્ત ગજસુકુમાલવત્, દમિતેન્દ્રિય - શાલિભદ્રાદિવત્, નવ બ્રહ્મચર્યગુપ્તિવાળા - સ્થૂલભદ્રવત્, નવ બ્રહ્મચર્યગુપ્તિવાળા - સ્થૂલભદ્રવત્, લોભરહિત - જંબુસ્વામ્યાદિવર્તી, સંવેગ પથ આશ્રિત - અતિ મુક્તકુમારવત્, દવિધ સામાચારીમાં ઉધત્, આવશ્યન્ત - અવશ્ય કર્મવ્ય અથવા ગુણોને ચોતરફથી અવશ્ય કરે છે તે આવશ્યક. - X - ૧૮૮ [૫૪] ખ-પુરુષ-કર્કશવાણી વડે, અનિષ્ટ દુષ્ટ વાણી વડે આદિથી જે મુનિઓ દ્વેષ ન ધરે, તે ત્રણ યોગ્ય થાય. તેમાં ૩૬ - રે મૂઢ !, રે અપંડિત આદિ વાણી - ૪ - ૪ - ૪ - નિર્ભર્ત્યનમ્ - અંગુલિ આદિથી તર્જન, નિટિન - વસતિ, ગણ આદિથી નિષ્કાશન, વિ શબ્દથી તેની ચિંતા કરણાદિ અથવા પ્રવાહથી આ શબ્દો એકાર્થિક છે. - x - [૫૫] જે ગણ મુનિઓ અકીર્તિજનક નથી. અયાજનક નથી. અવર્ણ - અશબ્દ - અશ્લાધાજનક નથી, તેમાં પ્રજ્ઞત્તિ - સર્વ દિવ્યાપી અસાધુવાદ, યશ - નિંદનીયતા અવળું એક દિવ્યાપી અસાધુવાદ, કાવ્ય અર્ધદિવ્યાપી અસાધુવાદ. અનાધા - તે સ્થાને જ અસાધુવાદ, અકાર્યકારી - અસત્ અનુષ્ઠાન કર્યા નહીં. પ્રવચનને માલિત્યકર્તા નહીં, - ૪ - ૪ - એવા તે સુંદર અંતેવાસીઓ. પ્રાણ-બલ. આવા પ્રકારના તેઓ ધન્ય છે. [૫૬] સ્વઆચાર્ય વડે કાર્ય કે અકાર્યમાં, ાર્ય - જે કાર્ય ગુરુ જાણે અને શિષ્ય પણ જાણે તે. માર્ચ - જે કાર્ય ગુરુ જાણે છે, પણ શિષ્ય જાણતાં નથી, અન્યથા ઉત્તમપુરુષોને બાહ્યાંતર કાર્ય વિના બોલવું સંભવતું નથી, અથવા ભાર્ય - સનિમિત્ત, અઝાર્ય - પ્રધાન નિમિત્ત રહિત. ખર-કર્કશાદિ વાણીથી કહેવાય, ત્યારે “જેમ તમે કહો છો તે પ્રકારે છે'' એમ શિષ્યો કહે છે, હે ગૌતમ! તેને તું ગચ્છ જાણ સિંહગિરિ ગુરુ-શિષ્યવત્. . ગાથા-૫૭ : - પત્ર આદિમાં મમત્વરહિત, શરીરમાં પણ સ્પૃહા વિનાના, યાત્રા-માત્રા આહારમાં એષણના ૪ર દોષ રહિત લેવામાં કુશળ છે. • વિવેચન-૫૭ : તે મમત્વનો દૂરથી ત્યાગ કરનાર, શેમાં ? પાત્રાદિમાં, અદ્દેિ શબ્દથી વસ્તુ, વસતિ, શ્રાદ્ધનગર-ગામ-દેશાદિમાં જે રતિ, નિસ્પૃહ-મેઘકુમારાદિ માફક ઈહારહિત, પોતાના શરીરમાં પણ. યાત્રા - સંયમ, ગુરુ, વૈયાવૃષ્ય, સ્વાધ્યાયાદિ રૂપ, માત્રા - જ હેતુથી પુરુષ, સ્ત્રી, નપુંસકને ક્રમશઃ ૩૨, ૨૮, ૨૪ કવલ પ્રમાણ મળ્યે પરિમિત આહાર ગ્રહણ કરવો. કવલ પ્રમાણ કુકડીના ઇંડા સમાન. કુકુટી બે ભેદે - દ્રવ્યથી અને ભેદથી. દ્રવ્ય કુકુટી બે ભેદે - ઉદર કુકુટી અને ગલકુકુટી. તેમાં સાધુએ ઉદર
SR No.009063
Book TitleAgam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 30, & agam_gacchachar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy