SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સુગ-૧૦૨ ૧૩૯ આઢક પ્રમાણ હોય છે. વસા અર્ધ આટક. મસ્તક-ભે ફેફસાદિ પ્રસ્થ પ્રમાણ, મૂત્ર આઢક પ્રમાણ, પુરીષ પ્રસ્થ પ્રમાણ છે ઈત્યાદિ પ્રાર્થવતુ જાણવું. આ આઢક, પ્રસ્થાદિ પ્રમાણ બાલ-કુમાર-તરુણાદિને- બે અસતીની પસલી, બે પસલીની સેતિકા, ચાર સેતિકાનો કુડવ, ચાર કુડવનો પ્રસ્થ, ચાર પ્રસ્થનો આઢક, એ પ્રમાણે પોત-પોતાના હાથ વડે ગણી લેવું. જો રુધિરાદિ જ્યારે દુષ્ટ હોય છે, તે ત્યારે અતિપમાણ થાય છે, અર્થાત્ ઉક્ત પ્રમાણથી શુક્ર-શોણિતાદિનું હીન-અધિકd થાય છે. તે ત્યાં વાત આદિ દૂષિતત્વથી જાણવું. - x - ૪ - નવશ્રોત પુરુષના - તેમાં બે કાન, બે ચક્ષુ, બે ઘાણ, મુખ, ગુદા, લિંગ. અગિયાર શ્રોત્ર સ્ત્રીના કહ્યા, તેમાં પૂર્વોક્ત નવ અને બે સ્તન યુક્ત અગિયાર થાય, તે મનુષ્ય સ્ત્રીને આશ્રીને કહ્યું. ગાય આદિને ચાર સ્તન હોય છે, તેથી તેને ૧૩ શ્રોત થાય. શૂકરી આદિને આઠ સ્તન હોવાથી ૧ શ્રોત તિવ્યઘિાતમાં થાય. વ્યાઘાતમાં તો એક સ્તનવાળી બકરીને ૧૦ શ્રોત અને ત્રણ સ્તની ગાયને ૧૨-શ્રોત થાય છે. - X - શરીરનું સ્વરૂપ કહ્યું, હવે તેનું અસુંદરd - • સૂઝ-૧૦૩ થી ૧૦૫ : કદાચ જે શરીરનું દરનું માંસ પરિવર્તન કરીને બહાર કરી દેવાય તો તે શુચિને જોઈને માતા પણ ધૃણા કરે. મનુષ્યનું આ શરીર માંસ, શુક, હાડકાંથી અપમિ છે. પણ આ વસ્ત્ર, ગંધ માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજા, માંસ, હાડકાં મજુલિંગ, લોહી, વાલુંડક, ચમકોશ, નાકનો મેલ અને વિષ્ઠાનું ર છે. આ ખોપરી , કાન, હોઠ, કપાળ, તાળવું આદિ અમનોજ્ઞ અળથી યુકત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળથી ચીકણો, મોટું પસીનાવાળું, દાંત મળથી મલિન, જવામાં બીભત્સ છે. હાથ-આંગળી, અંગુઠા, નખના સાંધાથી જોડાયેલ છે. આ અનેક તરલ-મ્રાવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણાં સાંધાણી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સુકાવૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુક્ષિ પ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત, તેમાં સમ અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગધયુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું આતરડા, પિત્ત, હૃદય, ફેફસા, પ્લીહા, શુક્સ, ઉદર એ ગુપ્ત માંસપિંડ અને મળયાવક નવ છિદ્રો છે. તેમાં ઘધ અવાજ કરતું હદય છે તે દુર્ગંધયુકત, પિત્ત-કફ-મૂત્ર અને ઔષધિનું નિવાસ સ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોઠણ, જંઘા અને પગના જોડથી જોડાયેલા, માંસ ગંધથી યુક્ત, અપવિત્ર અને નશર છે. આ રીતે વિચારી અને તેનું બીભત્સ રૂપ જોઈને એ જવું જોઈએ કે - આ શરીર ધુવ, અનિત્ય, અશાશ્વત, સડન-ગલન અને વિનાશધર્મી તથા ૧૪૦ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનાર છે, આદિ અને અંતવાળું છે. બધાં મનુષ્યોનો દેહ આનો જ છે. • વિવેચન-૧૦૩ થી ૧૦૫ - શરીરના મધ્યપ્રદેશમાં જે અપવિત્ર માંસ વર્તે છે. તે માંસ પરાવર્ચ કરીને, જો બહારના ભાગમાં કરાય તો તે માંસને અપવિત્ર જોઈને પોતાની પણ આત્મીયા માતા જુગુપ્સા કરે કે - અરો ! મેં આ શું અપવિત્ર જોયું. મનુષ્ય સંબંધી શરીર અપવિત્ર છે. કોના વડે? માંસ, શુક, હાડથી, વિભૂષા કરેલું જ શોભે છે. કોનાથી ? ગંધમાળા વડે આચ્છાદન કરેલ. આચ્છાદન-વસ્ત્ર, ગંધ-કર્પરાદિ. આ મનુષ્ય શરીર શીર્ષઘટી સમાન મસ્તકનું હાડકું, મેદ, મજા, માંસ, અસ્થિન્કવ્ય, માથાની ચીકાશ, લોહી, વાલુંડ-અંતર શરીર અવયવ વિશેષ, ચર્મકોશ, નાકનો મેલ, બીજો પણ શરીરથી ઉદભવેલ નિંધમલ તે બધાંના ગૃહસમાન છે. મનોજ્ઞભાવ વર્જિત શીર્ષઘટી વડે આકાંત, ગળતા એવા નયન, કર્ણ, હોઠ, ગંડ, તાલુ ઈત્યાદિથી ચીક્કણું. - x • દાંત મલ વડે મલિન, ભયંકર આકૃતિ કે અવલોકન, રોગાદિ કૃશાવસ્થામાં જેનું શરીર છે તે બીભત્સ દર્શન, સ્કંધ-ભુજા-હાથનો અંગુઠો અને આંગળીઓ, નખોની જે સંધિઓ, તેના સમૂહથી સંધિત આ શરીર ઘણાં સના ગૃહ સમાન છે. [કઈ રીતે ?]. નાળ વડે, સ્કંધશિરા વડે, અનેક સ્નાયુ વડે, ઘણી ધમની વડે, અસ્થિ મેલાપક સ્થાન વડે નિયંત્રિત, સર્વ જન દેરશ્યમાન ઉદર કપાલ જેમાં છે તેવું. કક્ષા સમાન નિકુટ - જીર્ણ શુક વૃક્ષની કોટર જેવું તે કક્ષનિકુટ કુલિત બાલોથી સદા સહિત અથવા કક્ષામાં થાય તે કાક્ષિકા- તેમાં રહેલ કેશ લતા વડે યુક્ત. દુષ્ટ અંતવિનાશ કે પ્રાંત જેમાં છે, તે દુરંત-દુપૂર, અસ્થિ અને ધમનીની પરંપરાથી વ્યાપ્ત, સર્વ પ્રકારે - સર્વત્ર રોમરંધણી પરિસવતું - ગળતું, બધે જ સચ્છિદ્ર ઘટ સમાન, a શબ્દથી બીજા પણ નાસિકાદિ છીદ્રોથી સવતુ આ શરીર સ્વયં અપવિત્ર છે અને સ્વભાવથી પરમદુષ્ટગંધી છે. પ્લીહા, જલોદર, ગુહમાંસ, નવ છિદ્રો જેમાં છે તે, તથા દિદ્ધિગ થતું હદય જેમાં છે તે ચાવતુ દુગધી પિત્ત-ગ્લેમ-મૂત્ર લક્ષણ ઔષધોના ગૃહ સમાન. • x • સર્વ ભાગમાં દુષ્ટ, અંત કે પ્રાંત છે તેવું. ગુહ્ય સાંથળ-ઘુંટણ-જંઘા-પાદ-સંઘાત સંધિત, અશુચિ અપવિત્રમાંસ ગંધ જેમાં છે તેવું. એ પ્રમાણે વિચારતા બીભત્સ દર્શનીય ભયંકર રૂપવાળું, રાઘવ, અનિત્ય, અશાશ્વત છે. સડણ-પવન-વિવંસન સ્વભાવવાળું છે. તેમાં સડન-કુદ્ધિ આદિથી અંગુલી આદિનું સડન, બાહુ આદિનું ખગાદિ વડે છેદનાદિથી પતન, સર્વથા ક્ષય તે વિવંસ. આ મનુષ્ય શરીરને સાદિ-સાંત જાણ. આ સર્વ મનુષ્યોનું શરીર તવતઃ સ્વભાવથી આવે છે. હવે વિશેષથી અશુભત્વ કહે છે • સૂત્ર-૧૦૬ થી ૧૦૮ :માતાની કુટિમાં શુક અને શોણિતમાં ઉત્પન્ન તે જ અપવિત્ર સને પીતો
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy