SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૬૪ ૧૨૫ ૧૨૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ છે. * * * * * શ્રેષ્ઠ સૌમ્ય ચારુ રૂપવાળા છે. અર્થાત્ દેવોને પણ સ્વલાવણ્ય-ગુણાદિ વડે અભિજિત. ભોગોમ-સર્વોત્તમ ભોગને ભોગવનારા છે. ભોગસૂચક લક્ષણ - સ્વસ્તિકાદિને ધારણ કરે છે. જેમાં સુનિષ્પન્ન સર્વે અંગો-અવયવો છે, એવા પ્રકારે સુંદર શરીરવાલા તે સુજાત સવાંગ સુંદરાંગ. લાલ કમળ જેવા હાથ-પગની કોમળ આંગળીઓવાળા, કમળ જેવા હાથપગના કોમળ તળીયાવાળા. પર્વત, નગર, મત્સ્ય, સમુદ્ર, ચક, ચંદ્ર, મૃગ, એવા લક્ષણોથી અંકિત પગનો અધોભાગ જેનો છે તે. સુપ્રતિષ્ઠિત કાચબાવત્ ચારુ ચરણવાળા, ક્રમશઃ વર્ધમાન કે હીયમાન. સુજાત-સુતિપ્રજ્ઞ પીવર પગના અગ્ર અવયવવાળા. તુંગ, પાતળા, લાલ, કાંતિવાળા નખ જેમના છે તે. સંસ્થાન વિશેષવંત માંસલ, માંસલ હોવાથી અનુપલક્ષ્ય ગોઠણ વાળા, ક્રમેથી વર્ધમાન કે હીયમાન. હરિણીની જંઘા, કુરુ વિંદતૃણ, સૂઝ વલનકની જેમ વર્તુળ, ક્રમથી ચૂળ જંઘાવાળા. સમુદ્ગક પક્ષી સમાન નિમગ્ન, માંસલત્વથી અનુપલક્ષ્ય બે જાનુ જેના છે તે. હાથી, પ્રાણી જેના શ્વાસ લે છે તે શુંડાદંડ, હાથીની સુંઢ, તે સુનિપજ્ઞ સર્દેશ સાથળા જેના છે તે. પ્રધાન ગજેન્દ્ર સદેશ પરાક્રમ અને સંજાત વિલાસ ગતિવાળા. સુજાતા શ્રેષ્ઠ અાની માફક સુગુપ્તવથી લિંગલક્ષણ અવયવ જેના ચે તે. જાત્ય અa માફક નિરૂપલેપ - તવાવિધ મળ હિત. પ્રમુદિત જે શ્રેષ્ઠ અંશ અને સીહ, તે બંનેની જેમ અતિ વર્તુળ કટિવાળા. - x • x • જે શ્રેષ્ઠ સુવર્ણ, તેની જે ખગ્રાદિ મુદ્ધિ તેની સદેશ. શ્રેષ્ઠ વજવત્ વલિત - ત્રણ વલિ યુક્ત મધ્યભાગવાળા. ગંગાવઈ સમાન દક્ષિણાવર્તી તરંગવત ત્રણ વલિ વડે ભંગુર, તે તરંગ ભંગુર સૂર્ય કિરણો વડે તરુણ - અભિનવ, તે કાળે વિકાસિત જે પંકજ તેની જેમ ગંભીર અને વિકટ નાભિ જેની છે તે. સમાન આયામાદિ પ્રમાણથી અવક, અવિરલ સુજાત સ્વાભાવિક સૂમ કૃષ્ણ - કાળા અથવા કૃન - અભિન્ન સ્નિગ્ધ, સૌભાગ્યવંત, મનોજ્ઞ, અત્યંત કોમળ અને રમણીય રોમની સજિ - આવલિવાળા, મત્સ્ય પક્ષીની જેમ સુજાત, ઉપચિત, જઠર દેશવાળા. પડાવતુ વિકટ નાભિ જેની છે તે. સંગત પાવાળા, નીચે નીચે નમતા તે સન્નત પાવાળા, તેવી જ સુંદર, સુજાત અને પાર્શ ગુણોપેત પાર્થવાળા છે. માત્રા યુક્ત અને પરિમિત આ બંને એકાઈક પદ છે, તેથી અતિ માત્રા યુક્ત, પણ ઉચિત પ્રમાણથી હીન-અધિક નહીં તેવા, ઉપચિત અને રમણીય પાર્થવાળા તે મિતમાતૃક પીતરતિદ પાસ્વ. માંસના ઉપયિતપણાથી જેને પાર્શ્વનું હાડકું નથી તેવા. કાંચન કાંતિ, સ્વાભાવિક અને આગંતુકમલ રહિત, સુનિષ્પન્ન, રોગાદિ થકી અનુપહત શરીરને ધારણ કરે છે છે. પ્રશસ્ત બત્રીસ લક્ષણવાળા, તે આ પ્રમાણે - છત્ર, વજ, ચૂપ, સુપ, દામિણી, કમંડલ, કળશ, વાવ, સ્વસ્તિક, પતાકા, ચવ, મત્સ્ય કૂર્મ, શ્રેષ્ઠ સ્થ, મકરધ્વજ, મૃગ, સ્વાલ, કાંકુશ, ચૂતલક, સ્થાપનક, ચમર, લક્ષ્મીનો અભિષેક, તોરણ, મેદિની, સમુદ્ર, પ્રધાનમંદિર, ગિરિવર, શ્રેષ્ઠ દર્પણ, લીલા કરતો હાથી, વૃષભ, સીંહ, ચામર. કનકશિલાતલ સમાન ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, માંસલ, અતિ વિસ્તીર્ણ હદયવાળા છે. શ્રીવત્સથી અંકિત છાતીવાળા, નગની અબદ્ધ અર્ગલા જેવી વૃત ભુજાવાળા, ભુજંગરાજનું વિપુલ જે શરીર, તેની જેમ, આદેય ખ્ય જે અર્ગલા, સ્વસ્થાનથી નિકાશિત હોય તેના જેવી દીર્ધ બાહુવાળા, ચૂપ સમાન માંસલ, રમણીય, મહાંત પ્રકોઠવાળા, સંસ્થાન વિશેષવાળા - સુનિચિત - ઘન - સ્થિર-સુબદ્ધ સ્નાયુ વડે સારી રીતે બદ્ધ, અતિશય વર્તુળ સુધન મનોજ્ઞ પવસ્થિ સંધાનવાળા, ઉપયિd કોમળ માંસવાળા સુનિપજ્ઞ પ્રશસ્ત સ્વસ્તિક ગદા ચક શંખ કલ્પવૃક્ષ ચંદ્ર સૂર્ય આદિ ચિહ્નવાળા, અવિરલ અંગુલિ સમુદાય હાય જેના છે તે. ઉપચિત વર્તુળ નિષા કોમલ શ્રેષ્ઠ અંગુલિવાળા, લાલ પાતળા પવિત્ર દીપ્ત નિષ્પ નખોવાળા, ચંદ્ર જેવી હસ્તરેખા જેને છે તે, એ પ્રમાણે સૂર્યપાણિરેખા, સ્વસ્તિક પાણિ રેખા, ચકપાણિરેખા, તેની પ્રકર્ષતા બતાવતા સંગ્રહવચન કહે છે - શશિ રવિ શંખ ચક સ્વસ્તિક રૂપ, વિભાગવાળા વિરચિત હાથમાં રેખા જેને છે તે. શ્રેષ્ઠ મહિષવરાહ સિંહ શાર્દૂલ વૃષભનાગવર સમાન પ્રતિપૂર્ણ ઉન્નત તુંગ મૃદુ બંને સ્કંધ જેના છે તે. પોતાના ચાંગુલ પ્રમાણ ચાર અંગુલ સુથું પ્રમાણવાળા, પ્રધાન શંખ સદેશ ઉન્નત ત્રણ વલિયોગની સમાન કંઠવાળા. ઘટતા કે વધતા નહીં તેવા સુવિભક્ત ચિત્ર-શોભા વડે અદ્ભુત એવા કૂચકેશ જેમને છે તેવા. માંસલ સંસ્થિત પ્રશસ્ત શાર્દૂલની જેમ વિપુલ ચિબુક વાળા, પરિકર્મિત જે વિદ્યુમ, બિંબફળ સમાન લાલપણાથી નીચેનો દંત છદ જેને છે તે, પાંડુર જે ચંદ્રખંડ તેની જેમ આગંતુક મલ સહિત, સ્વાભાવિક મલ રહિત જે શંખ તેની જેમ ગાયના દુધના ફીણ સમાન, કુંદપુષ્પવત, દકરજવતુ પદિાની મૂલવત્ ધવલ દતપંક્તિવાળા, પરિપૂર્ણ દાંતવાળા, સજિરહિત અવિરત સનિષ્પ સુજાત દાંતવાળા, જેમાં એક દાંત છે તેવી એક દંતા શ્રેણિવાળા તથા દાંતના અતિ ધનત્વથી એક દંત શ્રેણી જેવા ઝીશ દાંતવાળા અથવા એકાકાર દંતશ્રેણિ જેની છે તેની જેમ પરસ્પર અનુપલક્ષ્યમાણ દંત-વિભાગવથી અનેક દાંત જેના છે તેવા. - x - અગ્નિ વડે નિર્દષ્પ પ્રક્ષાલિતમલ અને તપ્ત-ઉષ્ણ જે સુવર્ણ વિશેષ, તેની જેમ લોહિતરૂપ તાળવું અને જીભવાળા. સારસ પક્ષી વિશેષવત્ મધુર શGદવાળા, નવા મેઘવતુ ગંભીર સ્વરવાળા, કૌંચપક્ષી માફક નિર્દોષવાળા, ભેરીવત્ સ્વરવાળા, તેમાં સ્વર :- શબ્દ પ૪, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાધ રૂપ છે તેનું વિસ્તૃત સ્વરૂપ સ્થાનાંગાદિથી જાણવું ઘંટના અનુપવૃત રણકારની જેમ જે શબ્દ, તે ઘોષ કહેવાય. ગરડની જેમ લાંબી ઋજુ ઉન્નત નાકવાળા, સૂર્યના કિરણથી વિકાશિત જે શેત કમળ તેના જેવા વદનવાળા. વિકસિત થતાં પ્રાયઃ પ્રમુદિતપણાથી શેત પંડરીક અને પમવાળા લોચન જેના છે તે, કંઈક નમેલ જે ધનુષ, તેની જેમ શોભના કૃણચિકર સજિ સુસંસ્થિત અથવા કૃષ્ણ ભૂરાજિ સુસંસ્થિત સંગત દીર્ધ સુનિષા ભ્રમરવાળા. અલીન પ્રમાણયુક્ત કાન જેના છે તે. તેથી જ સુશ્રવણા - શબ્દોપલંભવાળા, માંસલ કપોલ લક્ષણ દેશ ભાગ - વદનનો અવયવ જેને છે તે.
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy