SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૬ થી ૪૨ કે બેઠો ? સુતો હોય કે જાગતો? માતા સુવે ત્યારે સુવે અને જાગે ત્યારે જાગે ? માતા સુખી હોય તો સુખી અને દુઃખી હોય તો દુઃખી રહે ? હા, ગૌતમ ! તેમજ છે. ૧૧૭ સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સભ્યપે પરિપાલન કરે, વહન કરે, તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની અને પોતાની રક્ષા કરે. માતા સુવે ત્યારે સુવે, જાગે ત્યારે જાગે, સુખી હોય તો સુખી અને દુઃખી હોય ત્યારે દુ:ખી થાય છે. તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ ન હોય અને આહાર અસ્થિ, મજ્જા, નખ, કેશ, અન્નુરૂપે પરિણમે છે. આહાર પરિણમન અને શ્વાસોચ્છવાસ બધું શરીર પ્રદેશોથી થાય છે અને તે વાલાહાર કરતો નથી. આ રીતે દુઃખીજીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે. પરમ અંધકારમાં રહે છે. હે આયુષ્યમાન્ ! ત્યારે નવમાં મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે – સ્ત્રી, પુરુષ, નપુંસક, પિંડ. શુક્ર ઓછું – રજ વધુ હોય તો સ્ત્રી, રજ ઓછી - શુક્ર વધુ તો પુરુષ, રજ અને શુક્ર બંને સમાન હો તો નપુંસક માત્ર સ્ત્રી-રજની સ્થિરતા રહે તો પિંડ ઉત્પન્ન થાય. પ્રાતકાળે બાળક માથા અથવા પગથી નીકળે છે. જો તે સીધું બહાર નીકળે તો સકુશલ જન્મે, પણ જો તી થઈ જાય તો મરણ પામે છે. કોઈ પાપાત્મા અશુચિ પ્રસુત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી રહે છે. જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે. તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિ મુખથી બહાર નીકળે છે. ગર્ભગૃહમાં જીવ કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે, જેમ વિષ્ઠામાં કૃમિ ઉત્પન્ન થાય છે, તે જ રીતે પુરુષના પિત્ત, કફ, વીર્ય, લોહી અને મૂત્રમાં જીવ ઉત્પન્ન થાય છે. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહમાં થઈ હોય ? અશુચિથી ઉત્પન્ન અને હંમેશાં દુર્ગંધયુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશાં ચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? • વિવેચન-૨૬ થી ૪૨ - ભગવન્ ! ગર્ભગત જીવ ચત્તો કે ઉન્મુખ સુવે ? પડખે સુવે? આમ્રફળવત્ તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કુબ્જ સુવે ? આદિ પ્રશ્નો-સૂત્રાર્થ મુજબ જ જાણવા. વિશેષ શબ્દોનો અર્થ આ રીતે ચ્છિન્ન - સામાન્યથી રહેલ. વિકેન્દ્ર - ઉર્ધ્વસ્થાનથી, નિર્માન - નિષદન ૧૧૪ - સ્થાનથી, તુ‰જ્ઞ - નિદ્રા વડે સુવું, સફન - ગર્ભમધ્યપ્રદેશ. - ૪ - - સુજ્ઞ - નિદ્રા કરતી, ખારમળી જાગરણ કરતી - નિદ્રા નાશ કરતી. - * - દંત - કોમળ આમંત્રણ કે સ્વીકારવચન છે. હવે પૂર્વોક્ત પધ ચાર ગાથા વડે દેખાડતા કહે છે – સ્થિજાત - સ્થિરીભૂત, રક્ષતિ - સામાન્યથી પાલન કરે છે, સમ્યક્ પ્રયત્નપૂર્વક રક્ષણ કરે છે. સંવત - ગમનાગમનાદિ પ્રકારથી સુવે છે. ક્ષતિ - આહારાદિ વડે પોતાને અને ગર્ભને પાળે છે. - ૪ - ઉદરનો ગર્ભ માતાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય. ઉચ્ચાર-વિષ્ઠા, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ-કફ, સિંઘાણ - નાકનો મેલ, તે ગર્ભને હોતો નથી. માતાના જઠરમાં જીવ આહારપણાથી જે ગ્રહણ કરે તે હાડકાં-મજ્જા-કેશાદિ રૂપે પરિણમે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારે શરીર પ્રાપ્ત થતાં માતાની કુક્ષીમાં કેદખાનામાં પુરેલા ચોર માફક રહે છે. જેમ અગ્નિથી તપેલ સોયો વડે ભેદાતા પાણીને જેવું દુઃખ થાય, તેનાથી આઠ ગણું જે દુઃખ થાય, તેવા દુઃખથી જીવ ગર્ભમાં દુઃખી થાય છે, ત્યાં મહા અંધકાર વ્યાપ્ત છે. તેમાં વિષ્ઠાપૂર્ણ પ્રદેશમાં જીવને રહેવાનું સ્થાન હોય. હે આયુષ્યમાન્ ! ઈન્દ્રભૂતિ ! આઠ માસ પછી નવમો માસ અતિક્રાંત થતાં કે વર્તતા કે અપ્રાપ્ત હોય ત્યારે સ્ત્રી-આદિ રૂપ ચારમાંથી કોઈ એકને માતા જન્મ આપે. (૧) સ્ત્રી કે સ્ત્રી આકારે જન્મે, (૨) પુરુષ કે પુરુષાકારે, (૩) નપુંસક કે નપુંસક આકારે, (૪) બિંબ કે બિંબાકારે - ગકૃિતિ આવિપરિણામ, પણ ગર્ભ નહીં જ. આ ચારે કઈ રીતે થાય? (૧) ઓજ અલ્પ અને શુક્ર વધુ હોય તો પુરુષ જન્મે, (૨) અલ્પ શુક્ર અને બહુ ઓજ હોય તો સ્ત્રી જન્મે, (૩) બંને લોહી અને વીર્ય સરખા હોય તો નપુંસક જન્મે. (૪) સ્ત્રીનું ઓજ વાયુના કારણે સ્થિર થઈ જાય તો તે ગર્ભાશયમાં બિંબ જન્મે છે. હવે જન્મકાળ અવસરે મસ્તકેથી કે બંને પગ વડે આવે છે. સમમ્ - અવિષમ આવે છે. અથવા સમ્યક્ - ઉપઘાત રહિતપણે માતાના ઉદરથી યોનિમાંથી નીકળે છે. તીર્જી થઈને તે જઠરથી નીકળવાને પ્રવર્તે તો વિનિઘાત-મરણ પામે, કેમકે તે રીતે નીકળવાનું અશક્ય છે. કોઈ વળી પાપકારી-ગ્રામઘાતક, જઠર વિદારણ, જિન-મુનિ મહાઆશાતના કરનાર વાત-પિત્તથી દૂષિત કે દેવાદિથી ભિત હોય, તે ઉત્કૃષ્ટ બાર વર્ષ રહે છે. તુ શબ્દથી ગર્ભોક્ત પ્રબળ દુઃખ સહેતો ગર્ભવાસમાં રહે છે. તે ગર્ભવાસ અશુચિ પ્રભવ અને અશુચિરૂપ હોય છે. (શંકા) નવ માસ માત્ર જવા છતાં પૂર્વના ભવને સામાન્ય જીવ કેમ યાદ કરી શક્તો નથી ? ગર્ભથી નીકળતા કે ત્યાં ઉપજતા જે દુઃખ થાય છે અથવા ફરી મરતાં જે દુઃખ થાય છે, તે દારુણ દુઃખથી મહામોહ પામીને પોતાના ભવને તે મૂઢાત્મા પ્રાણી તે યાદ કરી શકતો નથી કે હું પૂર્વભવે કોણ હતો ? તે ન જાણે.
SR No.009061
Book TitleAgam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 28, & agam_tandulvaicharik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy