SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૪ ૧ ૦ કૃદન્તમાલા : આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ ૧ શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્વાભ્યાસ સાહિત્ય : 0 તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦
SR No.009059
Book TitleAgam 26 Mahapratyakhyana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 26, & agam_mahapratyakhyan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy