SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧ ૨૫ આતુપ્રત્યાખ્યાન-પ્રકીર્ણક સૂત્ર-૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન E • સૂત્ર-૧ - એક દેશ દેશવિરત સમ્યગ્દષ્ટિ જીવ જે મરે, તેને જિનશાસનમાં બાલપંડિત મરણ કહેલું છે. • વિવેચન-૧ : ત્રસકાયનો એક દેશ, તેના સંકલ્પજન્ય હિંસાની નિવૃત્તિ, તે પણ સાપરાધ અને નિરપરાધ બે પ્રકારે છે. તેમાં સ્વયં ધાત કરવા વડે નિવૃત્ત એવો સમ્યક્ દૃષ્ટિ જો મરે, તેવો શ્રાવક જીવ, તેને જિનશાસનમાં બાલપંડિત મરણ કહ્યું॰ + X + • સૂત્ર-૨ થી ૫ ઃ [૨] દેશ યતિ [વિરતિ] ધર્મમાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષક્તતો હોય છે. સર્વથી કે દેશથી યુક્ત દેશવિસ્ત હોય છે. [3] પ્રાણિવધ, મૃષાવાદ, અદત્ત, પરસ્ત્રીનિયમન, પરિમિત ઈચ્છા, એ બધાંનું નિયમન-વિરમણ તે પાંચ અણુવ્રતો છે. [૪] જે દિગ્વિરમણ, અનર્થદંડ વિરમણ અને દેશાવકાસિક એ ત્રણે ગુણવતો કહેવાય છે. [૫] ભોગનું પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ, ઔષધવિધિ એ સર્વે - ચારે મળી શિક્ષાવ્રત કહેલાં છે. • વિવેચન-૨ થી ૫ - [૨] જેના યોગે દેશયતિ થાય છે, તે વ્રતોને દર્શાવતા કહે છે - પાંચ અણુલઘુવ્રતો કે બીજી વ્રતપ્રતિપત્તિયુક્ત દેશયતિ થાય છે. [3] પ્રાણના વધથી પ્રાણિવધ કેમકે અજીવ વધ અશક્ય છે. મૃષાવાદ ત્રણ ભેદે – મૃષા, મિથ્યા બોલવું, અતૃત્. તે દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારે છે. ક્રોધાદિ ભેદથી ચાર પ્રકારે છે. - ૪ - ન આપેલ તે અદત્ત. તે સ્વામી આદિ ચાર ભેદથી છે. બીજાની સ્ત્રી કે પત્ની તે પરસ્ત્રી. પાંચમું અપરિમિત ઈચ્છા. આ બધાંથી વિરમવું. આ અણુવ્રતો. [૪] દિશાથી વિરમવું તે દિવિરમણ, એ પહેલવું ગુણવ્રત. જે દિશા વ્રત સ્વીકારે, તે ત્યાંના સર્વે જીવોને અભય આપે છે, લોભસમુદ્રને ઉચ્છેદે છે. અનર્થ દંડ-નિષ્પયોજન દંડ, જીવો જેનાથી દંડાય છે તે, તેનાથી જે વિરમવું તે, બીજું ગુણવ્રત. ત્રીજું દિશાનો અવકાશ પ્રતિ દિનમાને થવું તે દેશાવકાશિક. તેનાથી વિરમવું તે. આતુપ્રત્યાખાનપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ મૂલક્રમમાં તેને બીજું શિક્ષાવ્રત કહેલ છે. [જો કે તત્ત્વાર્થ સૂત્રકારે આ જ ગુણવતાદિ પરિપાટીકમ સ્વીકારેલ છે. અહીં પયામાં પણ ગુણવત અને શિક્ષાવ્રતના ક્રમમાં પ્રસિદ્ધ ક્રમ કરતાં ભેદ છે, માટે અવશ્ય આવી કોઈ - પરિપાટી હોય જ, આવશ્યક મૂર્ણિમાં પણ આવો ઉલ્લેખ મળે છે. ૮૦ બધાં વ્રતનો સંક્ષેપ હોવાથી અન્ય આચાર્યોં દેશાવકાસિકને બધાં વ્રતમાં ગુણકારીપણાથી તેને ગુણવ્રત કહે છે. [૫] એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવાય તે પરિભોગ, તેનું પ્રમાણ કરવું તે પહેલું શિક્ષાવ્રત અહીં પ્રસિદ્ધ ક્રમમાં ભિન્નતા છે - ૪ - ધર્મની પુષ્ટિ આપે તે પૌષધ. સમનો આય તે સામાયિક. અતિથિનો સંવિભાગ, તે અતિથિ સંવિભાગ. -સૂત્ર-૬ થી ૯ : [૬] ઉતાવળું મરણ થવાથી, જીવિતની આશા ન તુટવાથી, સ્વજનોએ રજા ન આપવાથી, છેવટની સંલેખના કર્યા વિના... [9] શલ્યરહિત થઈ, પાપ આલોવી, પોતાના ઘેર, સંયારે આરૂઢ થઈને જો દેશ વિરત થઈ મરે તો તે બાલપંડિતમરણ છે. [૮] જે વિધિ ભક્તપરિજ્ઞા વિશે વિસ્તારથી બતાવેલો છે, તે નક્કી બાલપંડિતમરણને વિશે યથાયોગ્ય જાણવો. [૯] કોપન્ન વૈમાનિકને વિશે નિયમથી તેની ઉત્પત્તિ થાય છે, નિશ્ચે કરીને તે સાતમા ભલે સિદ્ધ થાય છે. ♦ વિવેચન-૬ થી ૯ : [૬] મસુર - શીઘ્રકરણ, અવિચારેલ ક્રમે અથવા ક્રમથી જ મરણકાળ આવે ઈત્યાદિ, ત્યારે અંતિમકાળનું કર્તવ્ય સમજી સંલેખના તપ વડે શરીરનું શોષણ કૃત્ય ન કરવું. [9] તે ઘેર કઈ રીતે મરે ? ગુરુ પાસે આલોચના કરી, આપેલ પ્રાયશ્ચિત સ્વીકારી, ભાવશલ્યથી મુક્ત થઈ, પોતાના ઘેર જ સંથારો સ્વીકારી, અનશન કાળે દર્ભ ઉપર સંથારીને મરે. [૮] ભક્તપરિજ્ઞા અધ્યયનમાં જે શ્રાવકની અનશન સ્વીકાર વિધિ કહી, તે જ આ અધ્યયનમાં યથાવિધિ જાણવી. [૯] વૈમાનિકો, જ્યોતિકો પણ હોય, તેથી તેના વિચ્છેદ માટે કોપન્ન કહ્યું. શ્રાવક કલ્પાીતમાં ન જાય. • સૂત્ર-૧૦ ઃ અરિહંત શાસનમાં આ બાલપંડિતમરણ કહેલ છે. હવે હું પંડિત મરણને સંક્ષેપમાં કહીશ. • વિવેચન-૧૦ : પછી પંડિત પંડિત મરણ - સાધુ મરણ કહીશ. - ૪ - શિષ્ય ગુરુને વિજ્ઞપ્તિ કરતો કહે છે કે -
SR No.009058
Book TitleAgam 25 Aturpratyakhyana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 25, & agam_aaturpratyakhyan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy