SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પુષ્યકાચૂલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૨ પુપચૂલિકા-ઉપાંગરા-૧૧ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન છે અધ્યયન-૧ થી ૧૦ છે • સૂત્ર-૧ થી ૩ :[૧] ઉલ્લેપ - પુષ્પચૂલિકાના દશ અધ્યયનો કહેલા છે. [[રી શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસ, ગંધ. [3] જે પુષ્પચૂલા ઉપાંગના દશ અધ્યયન કહ્યા છે, તો પહેલાંનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, સ્વામી સમોસ, પર્ષદા નીકળી. તે કાળે શ્રીદેવી સૌધર્મકલામાં શ્રીવતંસક વિમાને સુધમસિભામાં શ્રી સીંહાસને ૪૦૦૦ સામાનિકાદિ સાથે બહુપુબિકાદેવીવત હતી રાવત નૃત્યવિધિ દેખાડી, પાછી ગઈ. દારિકા ન કહેવી. પૂર્વભવ પૃચ્છા – હે જંબૂ તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, જિતશત્રુરાજ. ત્યાં રાજગૃહનગરમાં સુદર્શન ગાથાપતિ રહેતો હતો. તેને પિયા નામે પત્ની હતી. તેઓની ભૂતા નામે પુત્રી હતી. તે મોટી થવા છતાં કુંવારી જ રહી. જીર્ણ છતાં કુમારી હતી, તેણીના સ્તન શિથિલ અને પડી ગયા હતા. તેમજ પતિ વગરની હતી. તે કાળે, પુરુષાદાનીય પાર્જ અરહંત રાવત નવ હાથના હતા આદિ પૂર્વવત વર્ણન. સમોસર્યા. પર્ષદા નીકળી. ત્યારે ભૂતાએ આ વૃત્તાંત જાણ્યો. હર્ષિત થઈ, માતા-પિતા પાસે જઈને કહ્યું – પાર્થ અરહંત પૂવનુપૂર્વથી વિચરતા ચાવત્ દેવગણથી પરિવૃત્ત વિચરે છે. હે માતાપિતા ! આપની અનુજ્ઞા પામી, પાર્શ્વ અરહંતના પાદવંશનાર્થે જવા ઈચ્છું છું. - - સુખ ઉપજે તેમ કર, પ્રતિબંધ ન કર, પછી ભૂતા કન્યા ન્હાઈ ચાવત શરીરી થઈ દાસીના સમૂહથી રીવરીને પોતાના ઘેરથી નીકળી, બાહ્ય ઉપરથાનશાળાએ આવી, ધાર્મિક વાનપ્રવરે આરૂઢ થઈ. ત્યારપછી ભૂતા પોતાના પરિવારથી પરિવૃત્ત થઈ રાજગૃહીની મધ્યેથી નીકળી, ગુણશીલ ચૈત્ય આવી. તીર્થકરના છત્રાદિ અતિશય જોઈ, ધાર્મિક યાનપવરથી ઉતરી, દાસીવૃંદથી પરીવરી અરહંત પાર્શ્વ પાસે આવી. ત્રણ વખત ચાવત પર્ણપાસે છે. ત્યારપછી પાર્શ્વ અરહતે ભૂતાને અને તે પર્ષદાને ધર્મ કહ્યો. તે સાંભળી, સમજી, હર્ષિત થઈ, વાંદી-નમીને ભૂતા બોલી – ભગવન્! હું નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું ચાવતું તેના માટે અમ્યુત્થિત તે આપ કહો છો, તેમજ છે. વિશેષ એ - માબાપને પૂછીશ. પછી હું ચાવત દીક્ષા લઈશ. યથાસુä
SR No.009055
Book TitleAgam 22 Pushpchulika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 22, & agam_pushpachulika
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy