SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ Ja૬૧ થી ૩૬૩ ૨૦૩ ૨૦૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ છે , જીવ પરિણામ છે? યુગલ પરિણામ છે ? ગૌતમ! તે પૃedી પરિણામ પણ છે, પરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે અને પુગલ પરિણામ પણ છે. ભગવાન ! જંબૂઢીપદ્વીપમાં સર્વે પ્રાણો, સર્વે જીવો, સર્વે ભૂતો અને સર્વે સત્વો પૃedીકાલિકપણે, અકાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. • વિવેચન-૩૬૧ થી ૩૬૩ : આ સૂત્રમાં લંબાઈ-પહોળાઈ-પરિધિ પૂર્વે વ્યાખ્યાત છે. ફરી પ્રશ્ન વિષયીકરણ તો ઉદ્વેધાદિ ક્ષેત્ર ધર્મ પ્રશ્ન કરણના પ્રસ્તાવથી વિસ્મરણશીલ શિષ્યજનોના સ્મરણરૂપ ઉપકારને માટે છે. તેથી ઉઠેઘાદિ સૂત્રમાં જંબૂદ્વીપ દ્વીપ, અહીં દ્વીપ શબ્દનો નપુંસકલિંગે નિર્દેશ છે. • x - કેટલાં ઉઠેધ-ઉંડવથી અર્થાત્ ભૂમિમાં પ્રવિષ્ટવથી કહેલ છે ? કેટલો ઉર્વ ઉચ્ચવવી . જમીનમાંથી નીકળેલ ઉચ્ચત્વથી કહેલ છે ? તથા કેટલો સર્વસંગાથી - ઉડવ અને ઉચ્ચત્ત, બંને મળીને કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ લંબાઈ, પહોળાઈ, પરિધિ વિષયક પ્રશ્નોના ઉત્તર સૂત્ર પૂર્વવત્ જાણવા. ઉદ્વેધાદિ નિર્વચન સૂત્રમાં ૧000 યોજન ઉદ્વેધ કહ્યો. - સાતિરેક ૯૯,૦૦૦ યોજન ઉd ઉચ્ચત્વ કહ્યું. - સાતિરેક ૧,૦૦,000 યોજન સર્વસંખ્યાથી કહ્યા. [શંકા ઉડત્વનો વ્યવહાર જળાશય આદિમાં અને ઉચ્ચત્ત વ્યવહાર પર્વત કે વિમાનાદિમાં પ્રસિદ્ધ છે. આવો વ્યવહાર દ્વીપમાં કઈ રીતે સંભવે છે ? અવ્યવહાર હવે આ જંબૂદ્વીપ કેવા પરિણામવાળો છે, તે પ્રશ્ન – ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપ શું (૧) પૃથ્વી પરિણામ - પૃથ્વીના પિંડમય છે ? (૨) અપૂ પરિણામ - જળના પિંડમય છે ? અને (3) આવા પ્રકારે સ્કંધ - અયિdજ સ્કંધાદિવ અજીવ પરિણામવાળો પણ હોય એવી આશંકાથી પૂછે છે કે - શું જીવ પરિણામ - જીવમય છે ? ઘટાદિ અજીવ પરિણામ પણ હોય છે, એવી આશંકાથી પૂછે છે - શું પુદ્ગલ પરિણામ - પુદ્ગલના સ્કંધથી નિષ્પન્ન અથ િકેવલ પુદ્ગલ પિંડમય છે ? તેજસ તો એકાંતે સુષમાદિમાં અનુત્પન્નત્વથી અને એકાંતે દુષમાદિમાં વિવસ્તપણાથી જંબદ્વીપમાં તેના પરિમાણ અંગીકાર કરવામાં ક્યારેક જ પ્રસંગ આવે. વાયુના અતિયલપણાથી તેના પરિણામમાં દ્વીપના પણ અલવની આપત્તિ છે, તે બંને સ્વતઃ જ સંદેહના અવિષયપણાતી પ્રમ્નસૂત્રમાં કહેલ નથી. ભગવંતે કહ્યું – ગૌતમ ! જંબૂદ્વીપમાં (૧) પર્વતાદિવાળો હોવાથી પૃથ્વી પરિણામ પણ છે, (૨) નદીદ્રહાદિ હોવાથી અપરિણામ પણ છે, (3) મુખ વનાદિમાં વનસ્પતિ આદિ હોવાથી જીવ પરિણામ પણ છે. જો કે સ્વસિદ્ધાંતમાં પૃથ્વી અને અપુ પરિણામત્વના ગ્રહણથી જીવ પરિણામવ સિદ્ધ જ છે, તો પણ લોકમાં તેમના જીવપણે વ્યવહાર ન હોવાથી પૃથક ગ્રહણ કરેલ છે. વનસ્પતિ આદિનો જીવવ વ્યવહાર તો સ્વ-પર બંનેમાં સંમત છે. - પુદ્ગલ પરિણામ પણ મૂfપણાના પ્રત્યક્ષ સિદ્ધાવથી કહેલ છે. તેનો શો અર્થ ? જંબૂલીપ જ સ્કંધરૂપ પદાર્થ છે. તે અવયવ અને સમુદિતપણાથી થાય છે. હવે જો આ જીવપરિણામ છે, તો બધાં જીવો અહીં પૂર્વે ઉત્પન્ન થયા છે કે નહીં, તે આશંકાથી કહે છે – ભગવદ્ ! જંબૂડીપ દ્વીપમાં (૧) સર્વે પ્રાણો - બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, (૨) સર્વે જીવો - પંચેન્દ્રિય, (3) સર્વે ભૂતો - વનસ્પતિ, (૪) સર્વે સવો - પૃથ્વી, અ૫, તેઉ, વાયુકાયિક. આના દ્વારા અહીં સાંવ્યવહારિક રાશિ વિષયક જ પ્રશ્ન છે. - અનાદિ નિગોદથી નીકળેલાં જ પ્રાણ, જીવાદિ રૂપ વિશેષ પર્યાય પ્રતિપત્તિથી. પૃથ્વીકાયિકપણે, કાયિકપણે, તેઉકાયિકપણે, વાયુકાયિકપણે, વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન છે ? - ભગવંતે કહ્યું. હા, ગૌતમ ! એ પ્રમાણે છે. જે રીતે પ્રશ્નણ કહ્યું, તે રીતે જ ઉત્તરમાં પ્રતિ ઉચ્ચારણીય છે – પૃવીકાયિકપણે યાવતુ વનસ્પતિકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયલે છે, કેમકે કાળક્રમથી સંસારનું અનાદિપણું સિદ્ધ છે. જો કે બધાં પ્રાણાદિ જીવ વિશેષો એકસાથે ઉત્પન્ન થયા નથી, કેમકે બધાં જીવોનો એક કાળે જંબૂદ્વીપમાં પૃથ્વી આદિ ભાવથી ઉત્પાદ થાય તો સર્વે દેવનારકાદિ ભેદનો અભાવ થાય, પરંતુ તેવું થતું નથી. કેમકે તેવો જગત્ સ્વભાવ છે. કેટલીવાર ઉત્પન્ન થયા છે, તેમ પૂછતાં કહે છે - અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા કેમકે સંસાર અનાદિ છે. [સમાધાન સમભૂલથી આરંભીને રત્નપ્રભાની નીચે ૧૦૦૦ ચોદન સુધી જતાં અધોગ્રામ વિજયાદિમાં જંબૂદ્વીપના વ્યવહારના ઉપલભ્યમાનવથી ઉડવનો વ્યવહાર છે. તથા જંબૂદ્વીપમાં ઉત્પન્ન તીર્થકર, જંબુદ્વીપના મેરના પાંડુક વનમાં અભિષેક શિલા ઉપર અભિષિકત કરાતા હોવાથી, જંબૂદ્વીપના વ્યપદેશપૂર્વક અભિષેકના થવાને કારણે ઉચ્ચત્વ વ્યવહાર પણ આગમમાં સુપ્રસિદ્ધ જ છે. હવે તેના શાશ્વત અશાશ્વતાદિનો પ્રશ્ન – આ, જે રીતે પૂર્વે પાવરપેદિકાના અધિકારમાં વ્યાખ્યા કરી તે રીતે અહીં પણ જંબૂદ્વીપનો વ્યપદેશ જાણવો. એ પ્રમાણે શાશ્વત-અશાશ્વત ઘટ નિરન્વય વિનશ્વર દેટ, તો આને પણ તેની માફક કેમ ન જાણવો - તે કહે છે. આ પણ પૂર્વે પાવર વેદિકાના અધિકારમાં કહેલ છે.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy