SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ થી ૩૩૯ ૧૮૩ સૂર્યવિમાનથી ચંદ્રવિમાન ૮૦ યોજન દૂર ચાર ચરે છે. સૂર્યવિમાનથી ૧૧૦ યોજન દૂર ઉપરિતન તારાપટલ ચાર ચરે છે. ચંદ્રવિમાનથી ૨૦ યોજન ઉપર તારાપટલ ચાર ચરે છે. અહીં સૂચવવા પૂરતું સૂરમાં ન કહ્યા છતાં ગ્રહોની અને નક્ષત્રોની ક્ષેત્રવિભાગ વ્યવસ્થાના મતાંતર આશ્રિત સંગ્રહણીનૃત્યાદિ દર્શિત લખીએ છીએ – ભૂતલથી છ૯૦ યોજન જઈને સર્વથી નીચેના નભસ્તલમાં તારા રહેલ છે, તારાપટલથી ૧૦ યોજને સૂર્યપટલ, ત્યાંથી ૮૦ યોજને ચંદ્ર, ચાર યોજન જઈને નક્ષત્રપટલ, ત્યાંથી ચાર યોજન જઈને બુધ પટલ, શુક-ગુરુ-મંગળ ત્રણ ત્રણ યોજન ઉંચે ક્રમથી પટલ રહેલ છે. - • હવે છઠું દ્વાર કહે છે – • સૂત્ર-3૪૦ થી ૩૪૩ - જંબુદ્વીપ દ્વીપમાં ર૮-નtોમાં કેટલાં નHો સર્વ અવ્યંતર મંડલમાં ચાર ચરે છે ને કેટલાં નામો સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરે છે ને કેટલાં નામો સૌથી નીચે ચાર ચરે છે ? કેટલાં નક્ષત્રો સૌથી ઉપર ચાર ચરે છે ? ગૌતમ અભિજિત નક્ષત્ર સવચિંતર મંડલમાં ચાર ચરે છે, મૂલ નpx સવ બાલ મંડલમાં ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સૌથી નીચે અને સ્વાતિ નti સૌથી ઉપર ચાર ચરે છે. ભગવાન ! ચંદ્ધવિમાન કયા આકારે કહેલ છે ? ગૌમાં આઈ કપિઠ સંસ્થાને રહેલ, સર્વ સ્ફટિકમય, અભ્યગત ઉંચુ, એ પ્રમાણે બધું જાણવું. ભગતના ચંદ્ર વિમાનની લંબાઈ પહોળાઈ કેટલી છે? અને તેનું બાહઉચાઈ કેટલી છે? ૩િ૪૧] ગૌતમ! ચંદ્રમંડલ ૫૬ ભાગથી વિસ્તીર્ણ અને ર૮ ભાગથી બાહલ્યઉંચું છે, તેમ જાણવું. [] સૂર્યમંડલ-૪૮ ભાગ વિસ્તીર્ણ હોય છે, અને નિશે ૨૪-ભાગ તેનું બાહલ્ય-ઉંચાઈ જાણવી. [33] ગ્રહોની પહોળાઈ બે કોશ અને નક્ષત્રોની ૧-કોશ હોય છે. તારાની અર્ધ કોશ હોય. ગ્રહાદિનું બાહલ્ય-ઉંચાઈ તેના તેનાથી અડધી હોય છે. • વિવેચન-૩૪૦ થી ૩૪૩ - ભગવન જંબૂદ્વીપમાં ૨૮-નક્ષત્રો મળે કેટલાં નમ સર્વ મંડલોથી અત્યંતરસવસ્વિંતર છે ? આના દ્વારા દ્વિતીયાદિ મંડલ ચારનો નિષેધ કર્યો. તથા કેટલાં નણ સર્વબાહ્ય - સર્વથી નક્ષત્ર મંડલિકાની બહાર ચાર ચરે છે - ભ્રમણ કરે છે. કેટલાં નક્ષત્રો બધાંથી નીચે ચાર ચરે છે ? કેટલાં નક્ષત્ર બધાં નબોની ઉપર ચાર ચરે છે ? અર્થાત્ બધાં નગની ઉપર ચરે છે ? ગૌતમ ! અભિજિતુ નક્ષત્ર બધાંની અત્યંતર ચાર ચરે છે, જો કે સર્વાત્યંતર મંડલયારી અભિજિતાદિ બાર નો કહ્યા છે, તો પણ આ ૧૧-નક્ષકોની અપેક્ષાથી ૧૮૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/3 મેરની દિશામાં રહીને ચાર ચરે છે, તેથી સર્વાત્યંતર ચારી કહેલ છે. મૂલનક્ષત્ર સર્વબાહ્ય ચાર ચરે છે, જો કે પંદર મંડલ બાહ્મચારી છે - મૃગશિરાદિ છ, પૂવષાઢા-ઉત્તરાષાઢાના ચાર તારામાં બબ્બે તારા કહ્યા, તે પણ આ બહિશારી નક્ષત્રની અપેક્ષાથી લવણની દિશામાં રહી ચાર ચરે છે તેથી સર્વ બાહ્મચારી કહ્યા. ભરણીનu બધાંની નીચે ચાર ચરે છે. સ્વાતિનક્ષત્ર બધાંની ઉપર ચાર ચરે છે. ભાવ એવો છે કે - ૧૧૦ યોજનરૂપ જ્યોતિક્ષક બાહલ્યમાં જે નામોના ક્ષેત્રવિભાગ ચાર યોજન પ્રમાણ છે, તેની અપેક્ષાથી ઉક્ત બંને નમો ક્રમથી અધસ્તન અને ઉપરિત ભાગમાં જાણવા. હરિભદ્રસૂરિજી પણ અધતન ભરણી આદિ અને ઉપરિતન સ્વાતિ આદિ નક્ષત્ર છે, તેમ કહે છે. હવે સાતમું દ્વાર - ભગવતુ ! ચંદ્રવિમાન કયા આકારે છે ? ગૌતમ ! ઉંધુ કરેલ અર્ધકપિલ્ય ફળ સંસ્થાને રહેલ, સર્વસ્ફટિકમય, વિજયદ્વાર આગળ પ્રકંઠકગત પ્રાસાદ વર્ણન, સર્વે પણ વિમાન પ્રકરણથી કહેવું. ચંદ્ર વિમાન માફક બધાં સૂર્યાદિ જ્યોતિક વિમાનો જાણવા • x • [શંકા] જો બધાં જ્યોતિક વિમાનો ઉર્વીકૃત કપિત્થાકારે છે, તો ચંદ્રસૂર્ય વિમાનો અતિ સ્થૂળત્વથી ઉદયકાળે - અસ્તકાળે, જ્યારે તીછ ભમે છે, ત્યારે કેમ તે પ્રકારે ઉપલબ્ધ થતાં નથી ? જ્યારે મસ્તક ઉપર વર્તે છે, ત્યારે તેની નીચે રહેલ લોકોને વર્તુળપણે લાગે છે - X - ઈત્યાદિ પ્રશ્ન. અહીં અર્ધકપિત્ય આકાર સામત્યથી વિમાનનો ન જાણવો, પરંતુ વિમાનની પીઠનો છે, તે પીઠની ઉપર ચંદ્રાદિના પ્રાસાદ છે, પ્રાસાદો તેવી કોઈ રીતે રહેલ છે, જે રીતે પીઠની સાથે ઘણો વર્તુલાકાર થાય છે. • x • તેથી કોઈ દોષ નથી. હવે આઠમં દ્વાર પૂછે છે - ભગવન! ચંદ્રવિમાનની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ કેટલાં કહ્યાં છે ? ઉપલક્ષણથી સૂર્યાદિ વિમાન પણ પ્રશ્મિત જાણવા. પધથી ઉત્તર સૂત્ર કહે છે - ગૌતમ! વિશે પ૬/૧ ભાગ યોજન વિસ્તીર્ણ ચંદ્રમંડલ હોય છે. અર્થાત એક પ્રમાણમુલ યોજનના પ/૧ ભાગથી જેટલું પ્રમાણ થાય છે, તેટલાં પ્રમાણ આનો વિસ્તાર છે, વૃત વસ્તુની સર્દેશ લંબાઈ-પહોળાઈ હોય છે, તેથી લંબાઈ પણ વિસ્તાર જેટલી જાણવી. પરિધિ સ્વયં કહેવી. વૃત્તની સવિશેષ ત્રણગણી પરિધિ હોય. ઉંચાઈ ૨૮ ભાગ જેટલી કહેવી. પ૬નું અડધું આટલું થાય. - ૪ - સૂર્યમંડલ ૪૮ ભાગ વિસ્તીર્ણ હોય છે. ૨૪ ભાગ સુધી તેની ઉંચાઈ કહેવી. તથા બે કોશ ગ્રહોની ઈત્યાદિ સુગાર્ગવત જાણવું. હવે નવમાં દ્વારને પ્રશ્નનો વિષય કરતાં કહે છે – • સૂત્ર-૩૪૪ થી ૩૪૭ :ભગવાન ! ચંદ્ર વિમાનને કેટલાં હજાર દેવો વહન કરે છે ?
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy