SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ 9/332,333 ૧૭૩ ૭ ભગવન્ ! હેમંતના ત્રીજા માસને કેટલાં નક્ષત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ-પુષ્ય, આશ્લેષા, મઘા. પુષ્પ ચૌદ અહોરાત્રથી, આશ્લેષા પંદર અને મઘા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે. ત્યારે ૨૦-ગુલ પૌરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે ચરમદિવસ, તે દિવસમાં ત્રણ પદ અને આઠ કુલ પુરુષ છાયા પૌરિસિ થાય. - ૭ ભગવન્ ! હેમંતના ચોથા માસને કેટલાં નો સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ નક્ષત્રો મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂવફિાલ્ગુની પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગુની એક અહોરાત્રથી સમાપ્ત કરે. ત્યારે ૧૬-ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને ચાર અંગુલ પ્રમાણની પોરિસિ હોય. ૭ ભગવન્ ! ગ્રીષ્મના પહેલાં માસને કેટલા નઙ્ગો સમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ નાક્ષત્રો-ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરાફાલ્ગુની ચૌદ અહોરથી, હસ્ત પંદર, ચિત્રા એક અહોરાત્રથી તેને પરિસમાપ્ત કરે છે. ત્યારે ભાર ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે મારાનો જે તે છેલ્લો દિવસ, તે દિવસે ત્રણ પાદ પુરુષ છાયા પ્રમાણ પોિિસ હોય છે. ૭ ભગવન્ ! ગ્રીષ્મના બીજા માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ નામો-ચિત્રા, સ્વાતિ, વિશાખા સમાપ્ત કરે. ચિત્ર ચૌદ અહોરને, સ્વાતિ પંદર અહોત્રને, વિશાખા એક અહોરને પરિસમાપ્ત કરે છે. ત્યારે આઠ અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પાદ અને આઠ ગુલ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ હોય છે. ૭ ભગવન્ ! ગ્રીષ્મના ત્રીજા માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. અનુરાધા આઠ અહોરાત્રથી, જ્યેષ્ઠા સાત અહોરાત્રથી, મૂલ એક અહોરાત્રથી અને વિશાખા ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે. ત્યારે ચાર ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે મહિનાનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં બે પાદ અને ચાર આંગુલ પુરુષ છાયા પ્રમાણ પરિસિ થાય. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ ૦ ભગવન્ ! ગ્રીષ્મના ચોથા મહિનાને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ૧૩૪ ગૌતમ ! ત્રણ નો મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલનક્ષત્ર ચૌદ અહોરાત્રથી, પૂર્વાષાઢા પંદર અહોરાત્રથી, ઉત્તરાષાઢા - એક અહોરાત્રથી પરિસમાપ્ત કરે. ત્યારે વૃત્ત, સમયતુયસંસ્થાન સંસ્થિત, ગ્રોધપરિમંડલ, સકાયઅનુસંગિતા છાયા વડે સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ તે દિવસમાં બે પાદ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ હોય છે. - આ પૂર્વવર્ણિત પદોની આ સંગ્રહણી ગાથા છે . [૩૩૩] યોગ, દેવતા, તારામ, ગોત્ર, સંસ્થાન, ચંદ્ર-સૂર્ય, યોગ, કુલ, પૂર્ણિમા, અમાવાસ્યા, પરિસમાપ્તિ અને છાયા. • વિવેચન-૩૩૨,333 : વર્ષાકાળના ચાતુર્માસ પ્રમાણનો પહેલો માસ - શ્રાવણ, તેને કેટલાં નક્ષત્રો સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપકપણે ક્રમથી લઈ જાય છે. અર્થાત્ વક્ષ્યમાણ સંખ્યાંક સ્વ-સ્વ દિવસોમાં આ નક્ષત્રો જ્યારે અસ્ત પામે ત્યારે શ્રાવણમાસમાં અહોરાત્રની સમાપ્તિ થાય છે, એ અર્થ કહ્યો. આટલાં રાત્રિપરિસમાપકપણાથી રાત્રિ નક્ષત્રો કહેવાય છે. ગૌતમ! ચાર નક્ષત્રો પરિસમાપ્ત કરે છે, ઉત્તરાષાઢા આદિ, પહેલા ચૌદ અહોરાત્રને ઉત્તરપાઢા, પછી અભિજિત સાત અહોરાત્રને, પછી શ્રવણ આઠ અહોરાત્રને પરિસમાપ્ત કરે, એ પ્રમાણે સર્વ સંકલના વડે શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર જમાં, પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ધનિષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. આના નેતૃદ્વારનું પ્રયોજન રાત્રિ જ્ઞાનાદિમાં છે - તેના અનુરોધથી દિનમાનના જ્ઞાનને માટે કહે છે – તે શ્રાવણ માસમાં પહેલાં અહોરાત્રથી આરંભીને પ્રતિદિન અન્યાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી રીતે કંઈક સૂર્ય પરાવર્તિત થાય છે, જે રીતે તે શ્રાવણમાસના અંતે ચાર ગુલ, બે પાદ પોરિસિ થાય, અહીં આટલું વિશેષ છે કે – જે સંક્રાંતિમાં જેટલું અહોરાત્ર પ્રમાણ છે, તેનો ચોથા ભાગ તે પૌરુષી કે યામ કે પ્રહર. અષાઢપૂનમે બે પદ પ્રમાણ પૌરુષી છે, તેમાં શ્રાવણના ચાર અંગુલ ઉમેરતા ચાર અંગુલ અધિક પોરિસિ થાય, - x - આ જ વાતને કહે છે – તે શ્રાવણમાસના છેલ્લા દિવસે બે પાદ, ચાર અંગુલ પોરિસિ થાય છે. હવે બીજા માસનો પ્રશ્ન - વર્ષાકાળનો બીજો-ભાદરવા નામે મહિનો કેટલા નક્ષત્રથી સમાપ્ત થાય આદિ બધું કથન સૂત્રાર્થવત્ જ સમજી લેવું. - x - ચાવત્ આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. ભાવાર્થ પૂર્વવત્. - X - હવે ત્રીજા માસની પૃચ્છા - ભગવન્ ! વર્ષાના ત્રીજા માસને કેટલાં નક્ષત્રો
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy