SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ /૩૨૯ થી ૩૩૧ ૧૬૮ ઉપકુલને જોડતાં શ્રવણનાગને જોડે છે. કુલોપકુલને જોડતાં અભિજિત નક્ષત્રને જોડે છે. તેથી ત્રીજી શ્રાવણી પૂર્ણિમામાં બાર મુહૂર્તમાં કંઈક સમઅધિક બાકીના ચંદ્રની સાથે યોગને કરે છે. તે શ્રવણના સહસ્થરપણાથી સ્વયં જ તે પૂર્ણિમાને પર્યdવર્તીપણાથી તે પણ તેને પરિસમાપ્ત કરે છે, તેથી યોગ કરે છે કહ્યું. હવે ઉપસંહાર કહે છે – જે કારણે ગણે પણ કુલાદિથી શ્રાવણી પૂર્ણિમાની યોજના છે, તેથી શ્રાવણી પૂર્ણિમાને કુલનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલપકુલનો પણ યોગ કરે છે એમ કહેવું - સ્વ શિષ્યોને જણાવવું. અથવા કુળ વડે યુક્ત થઈ શ્રાવણી પૂર્ણિમા, ઉપકુળથી યુક્ત કે કુલોપકુલ યુક્ત શ્રાવણી પૂર્ણિમા છે, તેમ કહેવાય છે. ભગવન્! ભાદરવી પૂર્ણિમા શું કુળનો યોગ કરે છે, ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! કુલને પણ, ઉપકુલને પણ, કુલોપકુલનો પણ યોગ કરે છે, તેમાં કુળનો યોગ કરતાં ઉત્તરાભાદ્રપદ નમનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં પૂર્વભાદ્રપદા નક્ષત્રનો યોગ કરે છે, અને કુલોપકુલનો યોગ કરતાં શતભિષજુ નામનો યોગ કરે છે. ઉપસંહાર કહે છે - જેથી એ પ્રમાણે ગણે પણ કુલાદિ વડે પૌષ્ઠ પદી પૂર્ણિમાની યોજના છે, તેથી ભાદરવી પૂર્ણિમા કુલોપયુક્ત, ઉપકુલોપયુક્ત, કુલોપકુલ યુક્ત પણ કહેવાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને પ્રતિપાદન કરવું જોઈએ. અથવા કુલ વડે યુક્ત, ઉપકુલ વડે પણ યુક્ત, કુલોપકુલ વડે પણ યુક્ત ભાદરવી પૂર્ણિમા યુક્ત કહેવાય છે. તથા અશ્વયુજી પૂર્ણિમાની પૃચ્છા – ગૌતમ ! કુળનો પણ યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ પ્રાપ્ત નથી. તેમાં કુળનો યોગ કરતાં અશ્વિની નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં રેવતી નક્ષત્રનો યોગ કરે છે. ઉપસંહાર કહે છે – જેથી એ પ્રમાણે બે કુલાદિ વડે આસોજી પૂર્ણિમાનું જોડાણ છે, તેથી આસોજી પૂર્ણિમા કુળનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, તેમ સ્વશિષ્યોને કહેવું. અથવા કુળ કે ઉપકુળ વડે યુક્ત આસોજી પૂર્ણિમા કહેવું. ભગવન્! કાર્તિકી પૂર્ણિમાને શું કુળ આદિ પ્રશ્ન. ગૌતમ ! કુળને પણ જોડે છે, ઉપકુળને પણ જોડે છે, કુલોપકુલને જોડતા નથી. તેમાં કુળનો યોગ કરતાં કૃત્રિમ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલને જોડતાં ભરણી નક્ષત્રનો યોગ કરે છે. કાર્તિકી ઈત્યાદિ ઉપસંહાર પૂર્વવતુ સમજી લેવો. ભગવદ્ ! માર્ગશીર્ષ પૂર્ણિમા શું કુળનો ? પૂર્વવતુ બેનો યોગ કરે છે. શો અર્થ છે ? કુળને પણ, ઉપકુલને પણ યોગ કરે છે, પણ કુલોપકુલનો યોગ કરતી નથી. તેમાં કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુળનો યોગ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કરતાં રોહિણીનો યોગ કરે છે. માર્ગશિર્ષ પૂર્ણિમાનું ઉપસંહાર વાક્ય પૂર્વવત્. હવે લાઘવાર્થે અતિદેશ કહે છે – એ પ્રમાણે બાકીની પણ - પૌષી પૂર્ણિમાદિ ત્યાં સુધી કહેવી જ્યાં આષાઢી પૂર્ણિમા આવે. પોષી અને ઠાની પૂર્ણિમા કુલનો પણ યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલોપકુલનો પણ યોગ કરે છે. બાકીની માળી આદિ કુળનો યોગ કરે છે, ઉપકુલનો પણ યોગ કરે છે, કુલોપકુલનો ન કહેવો. કેમકે તેનો અભાવ છે. હવે અમાવાસ્યાને કહે છે – શ્રાવણમાસ ભાવિની અમાવાસ્યા કયા નામનો યોગ કરે છે ? યથાયોગ ચંદ્રની સાથે સંયોજીને શ્રાવણી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું ગૌતમ! બે નમનો યોગ કરે છે, તે આ પ્રમાણે – આશ્લેષા અને મઘા. અહીં વ્યવહારનયના મતથી જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય છે, ત્યાંથી આરંભીને પૂર્વના પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં અમાવાસ્યા થાય છે. જે નક્ષત્રમાં અમાવાસ્યા છે, ત્યાંથી આરંભીને પછી પંદરમાં કે ચૌદમાં નક્ષત્રમાં પૂર્ણિમા થાય. તેમાં શ્રાવણી પૂર્ણિમા જે શ્રવણમાં, ધનિષ્ઠામાં કહી, તો અમાવાસ્યામાં પણ આશ્લેષા અને મઘા કહ્યા. લોકમાં પણ તિથિ ગણિત અનુસાચી ગયેલ અમાવાસ્યામાં વર્તમાન પણ એકમમાં જે અહોરમાં પહેલાંથી અમાવાસ્યા થાય, તે સર્વ પણ અહોરાત્રનો અમાવાસ્યા રૂપે વ્યવહાર થાય. તેથી મઘા નક્ષત્ર પણ એ પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યામાં પ્રાપ્ત થાય, તેમાં વિરોધ નથી. પરમાર્થથી વળી આ અમાવાસ્યાને આ ત્રણ નબો પરિસમાપ્ત કરે છે - પુનર્વસ પુણ્ય અને આશ્લેષા. આ પાંચે પણ યુગભાવિની નક્ષત્ર ત્રણમાંના કોઈ પણ પૂર્ણ કરે. આના કરણનું ગણિત પૂવૉક્ત છે. ભગવદ્ ! ભાદરવી અમાવાસ્યાને કેટલાં નાનો યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રો યોગ કરે છે, તે આ પ્રમાણે – પૂર્વાફાગુની, ઉત્તરાફાગુની. 'a' શબ્દથી મઘાને ગ્રહણ કરવું. આ ભાદરવી પૂર્ણિમાવર્તી શતભિષજુ વ્યવહારથી પણ કરણરીતિથી, નિશ્ચયથી પૂર્વ ગણનામાં પંદરપણાથી છે. આ પાંચે પણ યુગભાવિની ત્રણ નામો મળે કોઈપણ નાગ સમાપન કરે છે, કરણ પૂર્વવતુ જાણવું. આશયજી અમાવાસ્યાનો કેટલાં નક્ષત્ર યોગ કરે છે ? ગૌતમ ! બે નક્ષત્રમાં યોગ કરે છે, તે આ પ્રમાણે - હસ્ત અને ચિત્રા. આ પણ વ્યવહારથી છે, નિશ્ચયથી તો આશ્વયજી અમાવાસ્યા ત્રણ નક્ષત્રને સમાપ્ત કરે છે. તે આ પ્રમાણે - ઉત્તરા ફાગુની, હસ્ત અને ચિમાં. જે પૂર્વે આશ્વાયુજી પૂર્ણિમામાં ઉત્તરાભાદ્રપદા પૂર્વોક્ત હેતુથી વિવક્ષિત ન કર્યું, પણ નિશ્ચયથી તે આવે છે, તેના
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy