SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૨૪૬ થી ૨૪૯ ६८ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ થાય - જંબૂદ્વીપની પરિધિ 3,૧૬,૨૨૩ યોજનાદિ છે. જંબૂલીપવિાકંભ લાખ યોજન છે. તેનો ચતુથશ તે ૨૫,૦૦૦ યોજન છે, તેનાથી ગુણતાં જંબૂદ્વીપ ગણિત પદ આવે. તેથી કહે છે – જંબુદ્વીપ પરિધિ 3,૧૬,૨૨૩ યોજન, તથા ત્રણ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧all અંગુલ છે. યવ આદિની વિવા “ક્ષેત્ર વિચાર'ના સૂpl અને નૃત્યાદિમાં કરેલ નથી, તેથી અમે પણ અહીં કરતાં નથી. હવે આ યોજન સશિને ૫,000 વડે ગુણતાં – ૭,૯૦,૫૬,૭૫,૦૦૦ થાય છે. તથા ત્રણ કોશને ૨૫,ooo વડે ગુમતાં ૩૫,૦૦૦ ગાઉ થશે. તેના યોજન કરવાને માટે ચાર વડે ભાગ દેવાતા ૧૮,૭૫૦ યોજના આવશે. આને સહસાદિ પૂર્વ રાશિમાં ઉમેરતાં આવશે - ૩,૯૦,૫૬,૯૩,૭૫૦. કેમકે ૭૫,૦૦૦ + ૧૮,૩૫૦ કરતાં હજારની સંખ્યા આ પ્રમાણે આવે, કોટ્યાદિ સંખ્યા તો બધે સમાન જ રહેશે. ત્યારપછી ૧૨૮ ધનુને ૫,૦૦૦ વડે ગુણતાં ૩૨,૦૦,૦૦૦ ધનુષ આવશે. ૮૦૦૦ ધનુષે એક યોજન થાય. તેથી યોજન કરવા માટે ૩૨,૦૦,oooને ૮૦૦૦ વડે ભાંગવામાં આવે તો ૪૦૦ યોજન આવે. તેને પૂર્વ રાશિમાં ઉમેરતા- ૭,૯૦,૫૬,૯૪,૧૫૦ સંખ્યા આવશે. ત્યારપછી ૧૩II ગુલને ૨૫,૦૦૦ વડે ગુણતાં 3,૩૭,૫૦૦ અંગુલ આવશે. તેના ધનુષુ કરવા માટે ૯૬ વડે ભાંગવા પડે. તેમ કરતા આવશે – ૩૫૧૫ ઘનુષ્પ અને ૬૦ અંગુલ. આ ધનુ રાશિને ગાઉ કરવા માટે ૨૦eo વડે ભાંગવા જોઈએ. તેનાથી એક ગાઉ અને ૧૫૧૫ ધનુષ શેષ આવશે. એ રીતે સર્વ સંખ્યા આ પ્રમાણે આવે - ૭,૯૦,૫૬,૬૪,૧૫૦ યોજન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬ અંગુલ. એ પ્રમાણે યોજના દ્વાર પૂરું થયું. વર્ષ ક્ષેત્રાદિ સ્પષ્ટ છે. પર્વત દ્વાર સ્પષ્ટ છે. ઉત્તર સૂત્રમાં સંખ્યામીલન માટે કંઈક કહીએ છીએ – છ વર્ષધરો લઘુહિમવંતાદિ, એક મે, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, એ યમલજાતક સમાન બે ગરિ દેવકરવર્તી છે. બે ચમકપર્વત, તે પ્રમાણે ઉત્તરકુરવર્તી છે. ૨૦૦ કાંચનપર્વતો-દેવકુફ અને ઉત્તરકુરવર્તી દશ દ્રહોના ઉભય કિનારે, પ્રત્યેકમાં દશદશ કાંચન પર્વતો અસ્તિત્વમાં છે. તયા - વીસ વક્ષસ્કાર પર્વતો, તેમાં ગજદંતાકારે ગંધમાદનાદિ ચાર, તથા ચાર પ્રકારે મહાવિદેહમાં પ્રત્યેકમાં ચાર-ચારના સદ્ભાવથી ૧૬-ચિત્રકૂટાદિ સરલા બંને પણ મળીને આ વીશ સંખ્યા થાય. તથા ૩૪-વૈતાદ્યોમાં ૩૨-વિજયોમાં અને ભરતઐરાવત પ્રત્યેકમાં એકૈકથી ૩૪-થશે. ચાર વૃતવૈતાઢ્ય હૈમવતાદિ ચાર વર્ષોત્રમાં એકૈકના સદ્ભાવી છે. બાકી પૂર્વવત્ છે. જંબૂદ્વીપ દ્વીપમાં ૨૬૯ ૫ર્વતો છે. આ પ્રમાણ મેં તથા બીજા પણ તીર્થકરોએ કહેલ છે. હવે કૂટો કહે છે - જંબૂદ્વીપ દ્વીપમાં કેટલાં વર્ષધર કૂટો ઈત્યાદિ પ્રસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તસૂત્રમાં ૫૬ વર્ષધરકૂટો કહેલા છે, તે આ રીતે લઘુહિમવંત અને શિખરી, પ્રત્યેકમાં-૧૧, એ રીતે ૨૨ થયા. મહાહિમવંત અને રકમીમાં આઠ-આઠ એટલે-૧૬, નિષધ અને નીલવંતમાં પ્રત્યેકનાં નવ-નવ, એટલે ૧૮. બધાં મળીને ૫૬થયા. વક્ષસ્કાર કૂટો-૯૬ કહ્યા. તે આ રીતે – ૧૬ વક્ષસ્કારોમાં પ્રત્યેકમાં ચાર હોવાથી ૬૪ કૂટો સરલ વક્ષસ્કારના થશે. ગજદંતકૃતિ વાસ્કારમાં ગંધમાદન અને સૌમનસ એ બંનેમાં સાત-સાત એટલે ૧૪ અને માલ્યવંત-વિધુપભમાં નવ-નવ એટલે-૧૮, એમ કુલ ૯૬. ૩૦૬ વૈતાઢ્ય કૂટો છે. તેમાં ભરત-ઐરાવત અને વિજયોના વૈતાઢ્યો ૩૪ થાય છે તેમાં પ્રત્યેકમાં નવના સંભવથી ઉક્ત સંખ્યા આવે વૃતવૈતાદ્યોમાં કૂટનો અભાવ છે. તેથી વૈતાઢ્ય સૂત્રમાં દીર્ધ એવા વિશેષણનો ઉલ્લેખ ન હોવા છતાં દીધવૈતાઢ્ય લેવા. મેરમાં નવ કૂટો છે. તેમાં નંદનવનમાં રહેલ કૂટો લેવા, પરંતુ ભદ્રશાલવનમાં રહેલ દિહતિકૂટો ન લેવા. તે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત હોવાથી સ્વતંત્ર કૂટપણે છે. સંગ્રહણીગાથામાં જે પર્વતકૂટોમાં નથી કહેલ તેનો સમુચ્ચય કરતાં ૩૪-ઋષભકૂટ, આઠ જંબૂવનના, તેટલાં જ શાભલી વનના અને ભદ્રશાલવનના ગણતાં કુલ-૫૮ની સંખ્યા આવશે. - x • x - હવે તીર્થો - પ્રગ્નમમાં તીર્થો, ચકીને સ્વસ્થ ક્ષેત્રની સીમાના દેવની સાધનાર્થે મહાજલના અવતરણ સ્થાનો લેવા. ઉત્તર સૂત્રમાં ભરતમાં ત્રણ તીર્થો કહ્યા, તે આ - માગઘ, પૂર્વમાં ગંગાના સમુદ્રના સંગમમાં, વરદામ-દક્ષિણે પ્રભાસ-પશ્ચિમમાં સમુદ્રમાં સિંધુના સંગમમાં છે. એ પ્રમાણે ઐરાવતનું સૂત્ર પણ વિચારી લેવું. વિશેષ એ કે બંને નદી રક્તા અને રક્તવતીના સમુદ્ર સંગમમાં માગધ અને પ્રભાસ તથા વરદામ કહેવા. વિજયસૂત્રમાં આટલું વિશેષ છે કે - ગંગા આદિ ચાર મહાનદીના યથાયોગ્ય સીતા અને સીતોદાના સંગમમાં માગધ અને પ્રભાસ કહેવા, વરદામતીર્થ તેમની મધ્ય રહેલ છે, તેમ કહેવું એમ ૧૦૩ તીર્ણો થયા. હવે શ્રેણીઓ - ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં ૬૮ વિધાધરના આવાસરૂપ, વૈતાદ્યોના પૂર્વ-પશ્ચિમ સમુદ્રથી પરિચ્છિન્ન આયત મેખલા હોય છે. ચોમીશે વૈતાદ્યોમાં દક્ષિણ-ઉત્તી એકૈક શ્રેણિ છે. એ પ્રમાણે બંને મળીને જંબૂદ્વીપમાં ૧૩૬ શ્રેણીઓ થાય છે. હવે વિજયો - જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચકવર્તી વિજયો છે, તેમાં બત્રીશ વિજય મહાવિદેહમાં અને બે વિજય ભરત અને રવતમાં છે, તે ચક્રવર્તીના વિજેતવ્ય અંડરૂપને ચકવર્તીવિજય શદથી કહેવી. એ પ્રમાણે ૩૪-રાજધાની, ૩૪ મિસાગુફા, પ્રતિ વૈતાદ્યમાં એકેકના સંભવથી છે એ રીતે ૩૪-ખંડપપાત ગુફા, 3૪ કૃતમાલકદેવો, ૩૪-નૃત્ય માલકદેવો, ૩૪-ઋષભકૂટો જાણવા. - x -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy