SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૪૧ થી ર૪૩ ૫૩ જંબૂતીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ઉચ્ચારે છે. ત્યારપછી ચાવત રૂંવાટીવાળા સુકુમાલ સુરભીત ગંધકાષાયિક વસ્યાથી ગામોને લુંછે છે. લુંછીને યાવત્ કલાવૃક્ષ સમાન અલંકૃત્વ અને વિભૂષિત કરે છે. ત્યારપછી સાવ નૃત્યવિધિ દેખાડે છે, દેખાડીને સ્વચ્છ-Gણ-રજતમયઉત્તમરસમય ચોખા વડે ભગવંત સ્વામીની આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે – રિસર દર્પણ, ભદ્વારાન, વર્તમાનક, શ્રેષ્ઠકળશ, મસ્જ, શ્રીવત્સ, સ્વસ્તિક અને બંધાd. એ આઠ મંગલ આલેખ્યા. [૨૪] તેનું આલેખન કરીને પૂજોપચાર કરે છે. શેના વડે ? પાડલ, મલ્લિકા, ચંપક, અશોક, પુષ્પગ, ચૂતમંજરી, નવમાલિકા, બકુલ, તિલક, કણેર, કુદ, કુર્જક, કોરંટમ, દમનકના ઉત્તમ સુગંધ ગંધ વડે ગંધિત પુણોને કચગ્રહ ગૃહિત કરલથી પ્રભષ્ટ મૂકાયેલ એવા પંચવણ પુપોનો ઢગલો થતાં ત્યાં વિચિત્ર અને જાનુપમાણ માત્ર ઉંચો ઢગલો કરે છે. કરીને.... ચંદ્રપભ, રન, વજ, વૈડૂર્યમય વિમલદંડયુક્ત, સુવર્ણ-મણિ-રતન વડે ચિકિત, કાળો ગરુ-અવર કુંટુરુક-તુર્કની ધૂપથી ગંધોમથી વ્યાપ્ત અને ધૂપશ્રેણિને છોડતાં વૈડૂર્યમય કડછાને પકડીને પ્રયત્નપૂર્વક ધૂપ દઈને જિનવરેન્દ્રની સન્મુખ સાત-આઠ પગલાં ચાલીને દશ આંગુલ વડે આંજલિ કરીને, મસ્તકે લગાડી, વિશુદ્ધ પાઠપૂર્વક ૧૦૮ મહાવૃત્તો - મિહિમા સ્તુતિ વડે, કે જે અપુનરુકત છે, અથિી યુકત છે, એ પ્રમાણે સંતવના કરે છે. ત્યારપછી ડાબો ઘુંટણ ઉંચો કરે છે, કરીને વાવ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહે છે - નમસ્કાર થાઓ. [કોને] સિદ્ધ, બુદ્ધ, નીરજ શ્રમણ, સમાહિત, સમg, સમયોગી, શચકન, નિર્ભય, નીરાગદોષ, નિમમ, નિસંગ, નિ:શલ્ય માનમૂરણ, ગુણરન, શીલસાગર, અનંત, આપમેય, ભાવિ-ધર્મવર-ચાતુરંત ચક્રવર્તીને, અરહેતા આપને નમસ્કાર થાઓ. એમ કહી વાંદે છે - નમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને અતિદૂર નહીં તેમ અતિ નીકટ નહીં તેવા સ્થાને શુશ્રુષા કરતા ચાવતું પર્યાપાસે છે. એ પ્રમાણે જેમ સુતેન્દ્ર કહ્યા તેમ ઈશાનેન્દ્ર સુધી બધું વર્ણન કરવું. એ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, જ્યોતિક ઈન્દ્ર સુધીના બધાં પોતાના પરિવાર સહિત પ્રત્યેકે પ્રત્યેક અભિસિંચન-જિન અભિષેકકૃત્ય કરે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ ઈશાન [પોતાના જેવા] પાંચ ઈશાનેન્દ્ર વિદુર્વે છે. વિકવી એક ઈરાનેન્દ્ર તીર્થકર ભગવંતને રતલ સંપૂટ કરીને ગ્રહણ કરે છે, પછી શ્રેષ્ઠ સીંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. એક ઈશાનેન્દ્ર પાછળ છ> ધરે છે. બે ઈશાનેન્દ્રો બંને પડખે ચામર ઢોળે છે, એક ઈશtlને હાથમાં મૂળ લઈ આગળ ઉભો રહે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક અભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે, તેઓ પણ તે પ્રમાણે સામગ્રીને લાવે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક તીર્થકર ભગવંતની ચારે દિશામાં ચાર ધવલ વૃષભ વિકુવે છે, જે વૃષભ શંખચૂર્ણની જેમ વિમળ, નિમળ, દીન દહીં, ગાયના દૂધીના ફીણ, ચંદ્ર જ્યોનાવતું શ્વેત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ, હતો. ત્યારપછી તે ચરે ધવલ વૃષભોના આઠ શીંગડા વડે આઠ જળધાસ નીકળે છે, તે આઠે જલધારા ઉંચે આકાશમાં ઉડે છે, ઉડીને એક સાથે ભેગી થાય છે. ભેગી થઈને તીર્થકર ભગવંતના મસ્તકની ઉપર નિયતિત થાય છે - પડે છે. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક, પોતાના ૮૪,૦૦૦ સામાનિકો આદિ પરિવાથી પરિવૃત્ત થઈ, તીર્થકરનો અભિષેક કરે છે યાવન હે અરહેતા આપને નમસ્કાર થાઓ, એમ કહીને વંદન કરે છે, નમસ્કાર કરે છે, આવતું પર્સપાસના કરે છે. • વિવેચન-૨૪૧ થી ૨૪૩ : ત્યારે તે અચ્યતેન્દ્ર પરિવાર સહિત સ્વામીને અનંતરોકત સ્વરૂપે અતિશય મહાન અભિષેક વડે અભિષિક્ત કરે છે. નિગમન સૂઝ હોવાથી પુનરુકિત નથી. અભિષેક કરીને બે હાથ વડે ગ્રહણ કરીને મસ્તકે સાંજલિ કરી પૂર્વોક્ત સ્વરૂપ જયવિજય વડે વધાવે છે . આશિષ આપે છે. પછી તેવા પ્રકારના વિશિષ્ટ ગુણયુક્ત, શ્રોતાને પ્રિય લાગે તેવી, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ વાણી વડે જય-જય શબ્દ ઉચ્ચારે છે. અહીં જય-વિજય વડે વધાવીને ફરી જય-જય શબ્દપ્રયોગ મંગલવચન રૂપ છે. તેથી તે પુનરુક્તિ દોષ ન કહેવો. હવે અભિષેક પછીનું કર્તવ્ય કહે છે - પ્રયોજીને પહેલા - આધ રૂપે રૂંવાટીવાળા સુકુમાર સુરમ્ય ગંધકપાયદ્રવ્ય વડે પરિકર્મિત નાની શાટિકા [ટુવાલ જેવું વ] વડે શરીરને લુંછે છે. એ પ્રમાણે ઉકત પ્રકારે કલ્પવૃક્ષ સમાન વસ્ત્રાલંકારચી અલંકૃત અને આભરમ અલંકારથી વિભૂષત કરે છે. ચાવત્ શબ્દથી લુછીને સરસગોશીષચંદન વડે ગણોને લીધે છે, લીંપીને, નાકના નિઃશ્વાસથી ઉડી જાય તેવું ચક્ષુહર, વણી સ્પર્શયુક્ત, ઘોડાની લાળ જેવું સૂમ, ધવલ, છેડે સુવર્ણ વડે ખચિત દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. ઉક્તસૂમની વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – દેવદૂષ્યયુગલ પહેરાવવા રૂપ ઉત્તરીય વસ્ત્ર પરિધાન કરાવે છે. ફૂલની માળા પહેરાવે છે. નાટ્યવિધિ દેખાડે છે. દેખાડીને સ્વચ્છ, ગ્લણ, રજતમય, સ-રસ ચોખા વડે ભગવંત સ્વામી આગળ આઠ અષ્ટમંગલ આલેખે છે, તે આ પ્રમાણે - દર્પણાદિ. તે સુગમ છે.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy