SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૩ ૩૬ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ ગંભીર પ્રદેશ, તેમાં જે સંપાત શબ્દ વણાના પુદ્ગલો, તેથી સમુસ્થિત જે ઘંટા સંબંધી લાખો પડઘા, તેના વડે સંકુલ થયો. અર્થાત્ ઘંટાના મહા પ્રયત્નથી તાડિત થતાં જે શબ્દ પુદ્ગલો નીકળ્યા, તેનો પ્રતિઘાત વશથી બધી દિશા-વિદિશામાં દિવ્યાનુભાવરી ઉછળેલ પ્રતિશબ્દો વડે સર્વે પણ સૌધર્મ ક૫ બહેરો થઈ ગયો. • X - X - એ પ્રમાણે શબ્દમય સૌધર્મકક્ષ થયા પછી, પદાતિપતિ જે કરે છે, તે કહ્યું - શબ્દ વ્યાપ્તિ પછી તે સૌધર્મકાવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ, જે એકાંતમાં રમણમાં આસક્ત, તેથી જ નિત્યપ્રમત, વિષય સુખમાં મૂર્ણિત હતા, તેઓ સુસ્વરા જે પંક્તિ-સુઘોષા ઘંટાનો સ્વર, તેથી વિપુલ-સકલ સૌધર્મ દેવલોકને ભરી દેનાર જે બોલ-કોલાહલ, વરિત-શીઘ, ચપળ-સંભ્રમસહિત, જાગૃત થયા પછી, - X • આ ઘોષણા શું છે ? તે માટે કાન દઈને, ઘોષણાના શ્રવણના વિષયમાં એક ચિત થઈને, એકાગ્ર ચિતત્વમાં પણ ક્યારેક ઉપયોગ ન રહે કેમકે છાસ્થ છે, તેથી કહે છે - ઉપયુક્ત માનસવાળા થઈને - સાંભળેલ વસ્તુના ગ્રહણ માટે કુશળ મનવાળી થઈને તેિ દેવ-દેવી રહ્યા.] તે પદાતિ સૈન્યાધિપતિ દેવ તે ઘંટારવ સંપૂર્ણ શાંત-અતિ મંદ ભૂત થતાં, પ્રકથિી શાંત-પ્રશાંત થતાં, તે-તે મોટા દેશમાં, તે-તે દેશના એક દેશમાં તાતાર સ્વરથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં એમ કહે છે કે – ઈંત - હર્ષથી, પોત-પોતાના સ્વામીની આજ્ઞાથી જગગુરુનો જન્મ મહિમા કરવાને માટે પ્રસ્થાન આરંભ કરે. સૌધર્મકલાપતિનું આ વચન જન્માંતર કલ્યાણજન્ય સુખમુક્ત છે, તે તમે - સૌધર્મ કાવાસી વૈમાનિક દેવો-દેવીઓ સાંભળો, ઉક્ત અર્થની આજ્ઞા કરે છે. * * * શકના આદેશ પછી, જે દેવે કર્યું તે કહે છે - તે દેવો અને દેવીઓ આ અનંતરોક્ત અને સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ ચાવતું હર્ષના વશથી વિકસીત હૃદયવાળા, થઈને • x - કેટલાંક વંદન-અભિવાદન, પ્રશસ્ત કાયા-વચન-મન પ્રવૃત્તિરૂપ, તેના નિમિતે આપણે ત્રિભુવન ભટ્ટાકના વંદન નિમિતે. પૂજન-ગંધમાથાદિ વડે સમ્યક અર્ચન, સકાર-સ્તુતિ આદિ વડે ગુણોન્નતિકરણ, સન્માન-માનસ પ્રીતિ વિશેષ, દર્શન-પૂર્વે ન જોયેલ જિનને જોવાને માટે. કુતુહલ-આપણે પ્રભુ પાસે જઈ શું કરવાનું ? કેટલાંક શકના વચન મુજબ વર્તતા કેમકે સ્વામીના વચનની ઉપેક્ષા ના કરવી, ચાકર ધર્મ અનુસરવો. કેટલાંક પરસ્પર મિત્રને અનુસરતા અર્થાત્ મિત્રગમના અનુપવૃત. કેટલાંક આને સમ્યગ્દષ્ટિ દેવનો જિન જન્મોત્સવમાં જવાનો આચાર સમજીને આવે છે. ઈત્યાદિ આગમન નિમિત્ત કરીને - ચિતમાં અવધારીને - x - સમીપે આવ્યા. પછી દેવેન્દ્ર શક, તે ઘણાં વૈમાનિક દેવોને ઉપસ્થિત થયેલા જુએ છે, જોઈને હર્ષિત આદિ થાય છે. પાલક નામે વિમાનવિણા કરવાને આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - X • અહીં યાન-વિમાન વર્ણન પૂર્વવત્ વિશેષ એ કે - એક લાખ યોજન પહોળું. અહીં પ્રમાણાંગુલ નિપજ્ઞ લાખ યોજના જાણવા. વૈકિય પ્રયોગ જનિતત્વથી ઉત્સધાંગુલ નિષ્પજ્ઞત્વ ન કહેવું. આગમ વચનથી આનું પ્રમાણાંગુલનિષ્પક્ષપણું જ યુક્તિમત્ છે, આગમવચન શાશ્વતવિમાન અપેક્ષાથી નથી શું ? ના, જો ઉસેંઘાંગુલ નિપજ્ઞ માનશો તો નંદીશ્વરે વિમાન સંકોચન વ્યર્થ થાય. વળી સ્થાનાંગમાં ચોથા અધ્યયનમાં ચાર સમાન વસ્તુ કહી, તેમાં પાલક વિમાનને જંબૂઢીપાદિના પ્રમાણથી સમત્વ પ્રમાણાંગુલી નિષ્પન્ન લેવાથી જ સંભવે છે. ૫૦૦-ન્યોજન ઉચ્ચ, અતિશય વેગવાળા. નિર્વાહિ-પ્રસ્તુત કાર્યને નિર્વાહ કરવાના શીલવાળા, એવા પ્રકારે દિવ્ય ચાનવિમાન વિક્ર્વીને આ આજ્ઞા પાછી સોંપી અર્થાત્ કાર્ય કર્યાનું નિવેદન કરે છે - x - • સૂગ-૨૨૮ : ત્યારે તે પાલકદેવ, દેવેન્દ્ર દેવરાજ શકએ આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થયો યાવત ઐક્રિય સમુદ્દાત વડે સમવહત થઈને તે પ્રમાણે યાન-વિમાન વિદુર્વે છે. - તે દિવ્ય યાન-વિમાનની ત્રણે દિશામાં મિસોપાન પ્રતિરૂપક છે, વર્ણન પૂર્વવત તે પ્રતિરૂપકોની આગળ પ્રત્યેક પ્રત્યેકમાં તોરણો છે. વર્ણન પ્રતિરૂપ છે સુધી પૂર્વવત કરતું. તે યાન વિમાનમાં બહુ સમ રમણીય ભૂમિભાગમાં, જેમ કોઈ આલિંગ પુકર હોય યાવતું ચિત્તા આદિના ચામડા માફક હોય, અનેક શંકુ-સમાન ખીલા ઠોકીને વિસ્તારેલ હોય, તે ભૂમિભાગ આવ-પ્રત્યાવશ્રેણિ-પ્રણિ-સ્વસ્તિકવર્ધમાન-પુષ્યમાનવ-મસ્યઅંડક-મગર અંડક-ર-મર-પુષ્પાવલિ-કમલપત્રસાગરતરંગ-વાસંતીલતા અને પાલતાના ચિત્રાંકન વડે યુક્ત, છાયા-પ્રભાકિરણો અને ઉધોત વડે યુકત છે. તથા વિવિધ પંચવણ મણીઓ વડે શોભિત છે. તે મeણીના વર્ણ, ગંધ અને સ્પર્શ જેમ રાયuસેણઈયમાં કહ્યા છે તેમ કહેવા. તે ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અનેકશન તંભો ઉપર રહેલ એક પ્રેગૃહ મંડપ છે, તે યાવત પ્રતિરૂપ છે, વર્ણન પૂર્વવત તેનો ઉલ્લોક • ઉપરનો ભાગ પSાલતા વડે ચિત્રિત રાવત સંપૂર્ણ તપનીયમય યાવતું પ્રતિરૂપ છે. તે મંડપની બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા છે, તે આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન ઘડી અને સંપૂર્ણ મણિમયી છે, વર્ણન પૂર્વવત. તેની ઉપર એક વિશાળ સિંહાસન છે વનિ પૂર્વવતુ. તેની ઉપર એક મોટું વિજયવત્ર છે, તે સવરનમય છે, વર્ણન પૂર્વવતું. તેના મધ્યદેશ ભાગમાં એક જમય અંકુશ છે. ત્યાં એક મોટી કુંબિકા પ્રમાણ મોતીની માળા છે, તે મોતીની માળા, પોતાનાથી અડધી ઉંચી, આઈ કુંબિકા પ્રમાણ ચાર મોતીની માળા છે ચોતરફથી વીંટળાયેલ છે. તે માળામાં તપનીય લંબૂક લટકે છે. તે વંભૂસક સુવર્ણ પ્રતકથી મંડિત છે. વિવિધ મહિમ-રતન નિર્મિત વિવિધ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy