SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૧૨ થી ૨૧૪ અરે ! જંબુદ્વીપ દ્વીપમાં ભગવત્ - તીર્થંકર ઉત્પન્ન થયા છે. તો ત્રણે કાળની દિકુમારીનો આ કલા છે કે ભગવંતનો જન્મ મહોત્સવ કરવો જોઈએ, તો આપણે પણ જઈને જન્મમહોત્સવ કરીએ. એમ કરીને - મનમાં ધારીને, પછી પ્રત્યેકે પ્રત્યેક તેઓ આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહે છે – ઓ દેવાનુપ્રિયો ! જલ્દી અનેકશત સ્તંભો ઉપર રહેલ. લીલાસ્થિત શાલભંજિકાદિ આ ક્રમથી વિમાન વર્ણન કહેવું. તે આ પ્રમાણે છે – ઈહામૃગ, વૃષભ, તુગ, નર, મગરાદિ ચિત્રોથી ચિત્રિત, સ્તંભ ઉપર રહેલ વેદિકાથી રમણીય લાગતા, વિધાધર યમલ યુગલ યંત્ર યુક્ત સમાન, અર્ચીસહસ્રમાલીથી દીપ્ત, હજારો રૂપ યુક્ત, દીપ્યમાન દેદીપ્યમાન, જોતાં જ નેત્રમાં વસી જાય તેવા, સુખ સ્પર્શી, સશ્રીકરૂપ, ઘંટાવલીના મધુર-મનહ-સ્વરયુક્ત, શુભ, કાંત, દર્શનીય ઈત્યાદિ કહેવું, તે ક્યાં સુધી ? એક યોજન વિસ્તીર્ણ દિવ્ય યાનને ઈષ્ટ સ્થાનમાં જવાને માટે વિમાન કે વાહનરૂપ વિમાન, તેને વૈક્રિયશક્તિથી વિકુર્તીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વિમાન-વર્ણન વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. તોરણાદિ વર્ણનોમાં આ વિશેષણની વ્યાખ્યા કરાયેલ છે. ૨૧ પછી તેમણે શું કર્યુ? પછી તે આભિયોગિક દેવો અનેક શત સ્તંભ ઉપર રહેલ વિમાન વિધુર્થી યાવત્ આજ્ઞા પાછી સોંપે છે પછી તે અધોલોક વાસ્તવ્યા આઠે દિકુમારી મહત્તરા હર્ષિત-સંતુષ્ટ આદિથી આલાવો કહેવો. તે આ છે – હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિયુક્ત મનવાળી, પરમ સૌમનસ્વિકા, હર્ષવશ વિકસિત હૃદયવાળી, વિકસિત શ્રેષ્ઠ કમ-નયનવાળી, - ૪ - x - આદિ થઈ સીંહાસનેથી ઉભી થાય છે, ઉભી થઈને પાદપીઠથી ઉતરે છે. ઉતરીને પ્રત્યેકે પ્રત્યેક ૪૦૦૦ સામાનિકો સાથે, ચાર મહત્તકિા સાથે યાવત્ બીજી ઘણી દેવી અને દેવો સાથે પરિવરીને તે દિવ્ય યાન-વિમાનમાં ચડે છે. ચડીને જે પ્રકારે સૂતિકાઘરમાં ઉપસ્થિત થાય છે ? તે કહે છે – આરોહીને સર્વઋદ્ધિ અને સર્વદ્યુતિથી મેઘવત્ ગંભીર ધ્વનિક મૃદંગ, પણવ, ઉપલક્ષણથી બીજા પણ વાજિંત્રો લેવા. વગાડાતા એવા આ બધાંનો જે રવ, તેના ઉત્કૃષ્ટપણાથી, યાવત્ શબ્દથી ત્વરિત અને ચપળ આદિ પદોનો સંગ્રહ કરવો. પૂર્વવત્ દેવગતિથી ભગવંત તીર્થંકરના જન્મનગરમાં, તીર્થંકરના જન્મભવને આવે છે. આવીને ભગવત્ તીર્થંકરના જન્મ ભવનને તે દિવ્ય યાન-વિમાન વડે ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. ત્રણ વખત પ્રદક્ષિણા કરીને ઈશાનખૂણામાં કંઈક ચાર અંગુલ દૂરથી ધરણિતલે તે દિવ્ય યાન વિમાનને સ્થાપે છે. હવે જે કરે છે, તે કહે છે – સ્થાપીને આઠે આઠ દિશાકુમારિકા, ૪૦૦૦ સામાનિકો સાથે પરિવરીને દિવ્ય યાનવિમાનથી ઉતરે છે. ઉતરીને સર્વઋદ્ધિથી અને સર્વતિથી, આ આલાવો ક્યાં સુધી કહેવો? શંખ, પ્રણવ, ભેરી, ઝલ્લરિ, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિ, નિર્દોષના નાદથી, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને ભગવંતને અને તેમની માતાને ત્રણ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પ્રદક્ષિણા કરીને આઠે દિશાકુમારી બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આમ કહે છે – નમસ્કાર થાઓ. કોને ? (માતાને) આપને‚ ભગવંતરૂપ રત્નને કુક્ષિમાં ધારણ કરનારી અથવા રત્નગર્ભાની માફક ગર્ભના ધારકત્વથી બીજી સ્ત્રીઓ કરતાં અતિશાયિત્વથી રત્નરૂપ કુક્ષિને ધારણ કરે છે. બાકી પૂર્વવત્. જગમાં રહેતા લોકોના સર્વભાવોના પ્રકાશકત્વથી પ્રદીપ સમાન ભગવંતની દીપિકા, સર્વ જગત્ મંગલ રૂપ ચક્ષુ સમાન કેમકે સર્વ જગના ભાવ દર્શાવ છે. ચક્ષુના બે ભેદ-દ્રવ્યથી અને ભાવથી, તેમાં ભગવંત ભાવચક્ષુ વડે ઉપમીત કરાય છે. પરંતુ તે અમૂર્ત હોય, તેથી કહે છે – મૂર્તિમત અર્થાત્ ચક્ષુ વડે ગ્રાહ્ય, સર્વ જગા જીવોના ઉપકારી. ઉક્તાર્થે વિશેષણ દ્વારા હેતુ કહે છે હિતકારક અર્થાત્ મુક્તિમાર્ગ - સમ્યજ્ઞાન દર્શન ચાસ્ત્રિરૂપ, તેને કહેનાર, સર્વભાષામાં પરિણમવાથી સર્વવ્યાપી અર્થાત્ બધાં શ્રોતાજનના હૃદયમાં સંક્રાંત, એવા પ્રકારે વાણીની સંપત્તિ, તેના સ્વામી અર્થાત્ સાતિશય વચન લબ્ધિવાળા, જિન-રાગદ્વેષના જિતનાર, જ્ઞાની-સાતિશય જ્ઞાનવાળા, નાયક-ધર્મવચક્રવર્તી, બુદ્ધ-વિદિતતત્વ, બોધક-બીજાને તત્ત્વ સમજાવનાર, સર્વ પ્રાણિવર્ગના બોધિબીજના આધીન અને સંરક્ષણ વડે યોગક્ષેમ કારીત્વર્થી. મમત્વરહિત, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન, ક્ષત્રિય જાતિક, એવા વિખ્યાત લોકોત્તમ ગુણવાળા [તીર્થંકર]ની માતા, તમે ધન્ય છો, પુણ્યવાન છો, કૃતાર્થ છો. હે દેવાનુપ્રિયા ! અમે અધોલોકવાસી આઠ દિશાકુમારી-મહત્તરા, ભગવંતનો જન્મમહિમા કરીશું, તો તમારે ડરવું નહીં. - ૪ - હવે આમનું કર્તવ્ય કહે છે - એમ કહીને તેઓ ઈશાન દિશામાં જાય છે, જઈને અને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે. થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે, કાઢીને તેણી બધી શું કરે છે? તે કહે છે - ૨૨ રત્નોના – વજ્ર, ધૈર્ય, લોહિતાક્ષ, મસાર ગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિસ, અંજન, પુલક, રત્ન, જાત્યરૂપ, અંક, સ્ફટિક, પ્ટિરત્નોના ચચાબાદર પુદ્ગલો છોડે છે, ‘સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી પણ વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થાય છે. આની સવિસ્તર વ્યાખ્યા પૂર્વે ભરતના આભિયોગિક દેવોના વૈક્રિયકરણમાં કરેલી છે, ત્યાંથી લેવી. કિંચિત્ વાક્ય યોજના આ રત્નોના બાદર પુદ્ગલોને છોડીને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. ફરી વૈક્રિય સમુદ્લાતપૂર્વક સંવર્તક વાયુ વિપુર્વે છે - x - વિકુર્તીને - ૪ - શિવ-ઉપદ્રવરહિત, મૃદુક-ભૂમિએ વહેતા વાયુ વડે, અનુર્ધાચારી વાયુથી ભૂમિતલ વિમલ કરીને મનોહર, છ ઋતુ સંભવ સુરભિકુસુમ ગંધથી અનુવાસિત, પિડિત થઈ દૂર જનારી જે ગંધ, તેના વડે બલિષ્ઠ એવા તીર્છા વાયુના વહેવાના આરંભથી ભગવંતના જન્મ ભવનને બધી દિશામાં અને વિદિશામાં, એક યોજન પરિમંડલમાં સંમાર્જે છે - અહીં કર્મકરદારક પદથી દૃષ્ટાંત સૂચવેલ છે, તે આ છે— જેમ કોઈ કર્મકર પુત્ર હોય, તે તરુણ, બળવાન, યુગવાન, યુવાન, અલ્પાાંક, -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy