SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨૦૯ થી ૨૧૧ હવે હૈરણ્યવંત નામનો અર્થ પૂછે છે – ભગવન્ ! કયા હેતુથી તેને હૈરણ્યવંત ક્ષેત્ર કહે છે ? ગૌતમ ! હૈરણ્યવંત ક્ષેત્ર રુકિમ અને શિખરી વર્ષધર પર્વતો વડે બંને તરફથી - દક્ષિણ અને ઉત્તર પાર્શ્વથી સમાલિંગિત અર્થાત્ સીમા કરાયેલ છે. હવે કઈ રીતે આ બંને દ્વારા સમાલિંગિતપણાથી આનું હૈરણ્યવત નામ સિદ્ધ છે ? ૨૦૩ ઝુકમી અને શિખરી, એ બંને પર્વતો યથાક્રમે રૂપ્ય અને સુવર્ણમય છે. તેમાં તેથી વિધમાન હિરણ્યશબ્દથી સુવર્ણ અને રૂપ્ય, પછી હિરણ્ય-સુવર્ણ જેમાં વિધમાન છે, તેથી હિરણ્યવંત, શિખરી હિરણ્ય-રૂણ્ય વિધમાન જેમાં છે તે હિરણ્યવંત-રુકમી, બંને હિરણ્યવંત છે, તેથી આ હૈરણ્યવંત કહ્યું. અથવા લોકો દ્વારા હિરણ્યના આસનપ્રદાનાદિ વડે અપાય છે, અથવા દર્શન મનોહારીપણે તે-તે પ્રદેશમાં લોકો વડે હિરણ્ય પ્રકાશ કરાય છે. તેથી કહે છે – ત્યાં ઘણાં યુગલિક મનુષ્યોને બેસવા-સુવા આદિરૂપ ઉપભોગ્ય યોગ્ય હિરણ્યમય શિલાપટ્ટકો છે અને દેખાય છે. તે મનુષ્યો તે-તે પ્રદેશમાં મનોહારી હિરણ્યમય નિવેશ છે. તેથી હિરણ્ય-પ્રશસ્ય-પ્રભૂત-નિત્યયોગી જેમાં છે તે હિરણ્યવત્, તેથી જ હૈરણ્યવંત નામ છે. અથવા હૈરણ્યવત નામે અહીં પલ્યોપમસ્થિતિક દેવ આધિપત્ય અને પરિપાલન કરે છે. તેથી તેના સ્વામીપણાથી આ ક્ષેત્ર હૈરણ્યવંત નામે ઓળખાય છે. હવે છઠ્ઠો વર્ષધર પર્વત – ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં શિખરી નામે વર્ષધર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! હૈરણ્યવંતની ઉત્તરે, ઐરાવત-કહેવાનાર સાતમા ક્ષેત્રની દક્ષિણે ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે ઉક્ત આલાવાથી જેમ લઘુહિમવંત કહ્યો, તેમ શિખરી પર્વત પણ કહેવો. વિશેષ આ - જીવા દક્ષિણમાં, ધનુ ઉત્તરમાં છે. બાકી બધું પૂર્વવત્. લઘુ હિમવંત પ્રકરણમાં કહ્યા મુજબ છે. તેમાં પુંડરીક દ્રહ છે, તેમાંથી સુવર્ણકૂલા મહાનદી દક્ષિણથી નીકળેલ જાણવી. પરિવારાદિ રોહિતાંશા માફક જાણવો. તે પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે અને આ નદી પૂર્વમાં પ્રવેશે છે. એ પ્રમાણે ઉક્ત આલાવાથી સુવર્ણકૂલાના રોહિતાંશા અતિદેશ ન્યાયથી, જે પ્રમાણે ગંગા-સિંધુ, તે પ્રમાણે તા-ક્તવતી જાણવી. તેમાં પણ દિશાને કહે છે પૂર્વમાં રક્તા, પશ્ચિમમાં સ્તવતી. બાકી બધું ગંગાસિંધુ પ્રકરણમાં કહ્યા મુજબ સંપૂર્ણ જાણવું. હવે અહીં કૂટ વક્તવ્યતા – ભગવન્ ! શિખરી પર્વતમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! અગિયાર કૂટો કહેલા છે, તે આ રીતે – પૂર્વમાં સિદ્ધાયતન કૂટ, પછી ક્રમથી શિખરી વર્ષધર નામથી - શિખરીકૂટ, કૈરણ્યવત ક્ષેત્રદેવકૂટ, સુવર્ણકૂલાનદી દેવી કૂટ, સુરા દેવી દિકુમારી કૂટ, ક્દાવર્તન કૂટ, લક્ષ્મીકૂટ-પુંડરીક દેવી કૂટ, રક્તાવતી આવર્તન કૂટ, ઈલાદેવી દિકુમારી કૂટ, તિમિંછિદ્રહપતિ કૂટ. એ પ્રમાણે આ બધાં કૂટો ૫૦૦ યોજન ઉંચા જાણવા. લઘુહિમવંતકૂટ તુલ્ય વક્તવ્યતા જાણવી. એમના સ્વામીની રાજધાની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે – ભગવન્ ! કયા કારણે તેને શિખરી વર્ષધર જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર પર્વત કહે છે ? ગૌતમ ! શિખરી પર્વત ઘણાં કૂટો શિખરીવૃક્ષ, તે સંસ્થાને સંસ્થિત છે, તે સર્વ રત્નમય છે, તેના યોગથી શિખરી. શો અર્થ છે ? અહીં વર્ષધર પર્વતમાં જે સિદ્ધાયતન કૂટાદિ ૧૧-કૂટો કહે છે, તેથી અતિક્તિ ઘણાં શિખરો વૃક્ષાકાર પરિણત છે. - ૪ - અથવા અહીં શિખરી નામે મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે તેના સ્વામીકન્વી શિખરી ૨૦૮ હવે સાતમું વર્ષ-ક્ષેત્રનો અવસર - ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં ઐરવત નામે ક્ષેત્ર ક્યાં કહેલ છે? ગૌતમ ! શિખરી વર્ષધરની ઉત્તરમાં, ઉત્તર દિશાવર્તી લવણ સમુદ્રની દક્ષિણમાં આદિ પૂર્વવત્. અહીં જંબૂદ્વીપમાં ઐરાવત નામે ક્ષેત્ર કહેલ છે. - ૪ - જેમ ભરતની વક્તવ્યતા છે, તે જ અહીં પણ સંપૂર્ણ કહેવી. જેમ મેરુના દક્ષિણ ભાગમાં છે, તેમ સંપૂર્ણપણે ઉત્તર ભાગમાં પણ થાય છે. જેમકે વૈતાઢ્ય વડે બે ભાગ કરાયેલ ભરત ઈત્યાદિ કહ્યા, તે પ્રમાણે ઐરવત પણ જાણવું. તે કઈ રીતે ? એ કહે છે – સોગવળા - છ ખંડરૂપ ભૈરવત ક્ષેત્રની સાધના સહિત. સનિષ્ક્રમણા - દીક્ષા કલ્યાણકના વર્ણન સહિત, સપરિનિર્વાણ - મુક્તિગમન કલ્યાણક સહિત. ફર્ક માત્ર એ કે - રાજનગરી ક્ષેત્રદિક્ અપેક્ષાથી ઐરાવત ઉત્તરાર્ધ્વ મધ્યમાં તાપ ક્ષેત્રાદિશા અપેક્ષાથી આ પણ દક્ષિણાદ્ધ જ છે. કેવળ અહીં શાસ્ત્રમાં ક્ષેત્ર-દિશા અપેક્ષાથી વ્યવહાર ક્ષેત્રદિક્ છે. - x - તથા વૈતાઢ્યની અહીં વિપર્યય નગર સંખ્યા, જગતીના અનુરોધથી ક્ષેત્રસંકીર્ણથી તેમ કહ્યું. તે પ્રમાણે ઐરવત નામે ચક્રવર્તી વક્તવ્યતા છે. શો અર્થ છે ? જેમ ભરતક્ષેત્રમાં ભરત ચક્રવર્તી, તેનું દિગ્વિજય નિષ્ક્રમણાદિ નિરૂપેલ છે, તે પ્રમાણે ઐવતચક્રવર્તીનું કહેવું. આના વડે ઐવતના સ્વામીપણાના યોગથી ઐરાવત નામ સિદ્ધ છે. અથવા ઐરાવત એ નામ વડે અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, તે અધ્યાહાર છે. તેથી તેના સ્વામીપણાથી ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. એ નિગમન વાક્ય સ્વયં કહી લેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૪-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૦-માગ-૨૬-પૂર્ણ-૦
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy