SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૬૭ થી ૧૬૯ પહોળો, બંને તરફ વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ-પૂર્વની કોટિથી યાવત્ બંને તસ્કૃ પૃષ્ટ, ભરતના વૈતાઢ્ય સદેશ, વિશેષ એ કે - બે બાહા, જીવા અને ધનુપૃષ્ઠ ન કહેવું. તે વિજયના વિખુંભ સદેશ લંબાઈથી, વિષ્ઠભ-ઉરાવ-ઉદ્વેધ પૂર્વવત્ તથા વિધાધર અને આભિયોગિક શ્રેણી પૂર્વવત્. વિશેષ એ કે – પંચાવન પંચાવન વિધાધર નગરાવાસ કહેલા છે. આભિયોગિક શ્રેણીમાં સીતાનદીની ઉત્તરની શ્રેણીઓ ઈશાનદેવની છે, બાકીની શક્રની છે. [૧૬૮] ફૂટો-સિદ્ધ, કચ્છ, ખડક, માણિ, વૈતાઢ્ય, પૂર્ણ, તમિસગુફા, કચ્છ, વૈશ્રમણ અને વાઢ્ય. [૧૬૯ ભગતના જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરા કચ્છ નામે વિજય ક્યાં કહી છે? ગૌતમ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, માાવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે, ચિત્રકૂટવક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહીં જંબુદ્વીપ દ્વીપમાં કચ્છવિજય કહી છે યાવત્ સિદ્ધ થાય છે તે બધું પૂર્વવત્. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધ્વ કચ્છમાં વિજયમાં સિંધુકુંડ નામે કુંડ કહેલ છે? ગૌતમ ! માહ્યવંત વાસ્કાર પર્વતની પૂર્વે, ઋષભકૂટની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં સિંધુકુડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો, યાવત્ ભવન, અર્થ અને રાજધાની જાણવા. ભરતના સિંધુકુડ સશ બધું જાણવું યાવત્ તે સિંધુકુંડની દક્ષિણ તોરણથી હિંદુ મહાનદી વહેતી ઉત્તરપૂર્વ કચ્છ વિજયમાં વહેતી-વહેતી ૩૦૦૦ નદીઓ વડે આપૂતિ થતી-થતી તમિસ ગુફાની નીચેથી વૈતાઢ્ય પર્વતને ચીરીને, દક્ષિણ કચ્છ વિજયમાં જઈને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. સિંધુ મહાનદી પ્રવાહમાં અને મૂલમાં ભરતની સિંધુ સર્દેશ પ્રમાણથી યાવત્ બે વનખંડથી પરિવરેલ છે. ૧૭૧ ભગવન્ ! ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભકૂટ નામક પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ ! સિંધુકુંડની પૂર્વે, ગંગાકુંડની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબમાં અહીં ઉત્તરાર્ધકચ્છવિજયમાં ઋષભકૂટ નામે પર્વત કહેલ છે. આઠ યોજન ઉર્ધ્વ ઉંચો, આદિ પ્રમાણ પૂર્વવત્ યાવત્ રાજધાની છે, માત્ર તે ઉત્તરમાં કહેવી. ભગવન્ ! ઉત્તરાર્ધ્વચ્છ વિજયમાં ગંગાકુંડ નામે કુડ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ઋષભ કૂટ પર્વતની પૂર્વે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબ, અહીં ઉત્તરાર્ધ્વ કચ્છમાં ગંગાકુંડ નામે કુંડ કહેલ છે. તે ૬૦ યોજન લાંબો-પહોળો આદિ પૂર્વવત્ ાવત્ જેમ સિંધુ ચાવત્ વનખંડથી પરિવરેલ છે. ભગવન્ ! કચ્છ વિજયને કચ્છવિજય કેમ કહે છે ? ગૌતમ ! કચ્છવિજયમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ગંગા મહાનદીની પશ્ચિમે, સિંધુ મહાનદીની પૂર્વે, દક્ષિણારૂં કચ્છ વિજયના બહુમધ્ય દેશભાગમાં અહીં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તેમા નામે રાજધાની કહેલ છે. તે વિજયા રાજધાની સશ કહેવી. તે તેમા રાજધાનીમાં કચ્છ નામે રાજા ઉપજે છે. તે મહા હિમવંત યાવત્ બધું વર્ણન ભરત સમાન કહેવું. માત્ર નિષ્ક્રમણ ન કહેવું. બાકી બધું કહેવું યાવત્ માનુષી સુખ ભોગવે છે. અથવા 'કચ્છ' નામધારી અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે કારણે ગૌતમ ! કચ્છ વિજય કહે છે યાવત્ નિત્ય છે. ૧૭૨ • વિવેચન-૧૬૭ થી ૧૬૯ ભદંત ! જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે વિજય ક્યાં છે ? સીતા નદીની ઉત્તરે, નીલવંત પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પૂર્વે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામે ચક્રવર્તી વિજેતવ્ય ભૂ વિભાગરૂપ વિજય છે. આ સંજ્ઞા અનાદિ પ્રવાહથી છે. તેથી આ અન્વર્થ માત્ર દર્શન છે, પણ સાક્ષાત્ પ્રવૃત્તિ નિમિત્તે ઉપદર્શન નથી. ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, પલ્ચક સંસ્થાન સંસ્થિત કેમકે ચતુસ છે. ગંગા-સિંધુ નદી અને વૈતાઢ્ય પર્વતથી છ ખંડ કરાયેલ છે. એમ બીજી પણ વિજયો કહેવી. પરંતુ સીતાની પૂર્વે કચ્છાદિ, સીતોદાની પશ્ચિમે પક્ષ્માદિ, ગંગા-સિંધુ વડે છ ભાગ કરાયેલ છે. સીતાની પશ્ચિમે વત્સાદિ, સીતોદાની પૂર્વે વપ્રાદિ ક્દા અને રક્તવતી વડે છ ભાગ કરે છે. ઉત્તર દક્ષિણ લાંબી - ૧૬૫૯૨-૨/૧૯ યોજન લાંબી છે. તે આ રીતે – વિદેહનો વિસ્તાર-૩૩,૬૮૪ યોજન અને ૮-કળારૂપમાંથી સીતા કે સીતોદાનો વિકંભ ૫૦૦ યોજન શોધિ કરી, બાકીનાના અર્ધા કરતાં યયોક્ત પ્રમાણ આવે. - ૪ - ૪ - પૂર્વ-પશ્ચિમમાં - ૨૨૧૩ યોજનથી કંઈક ન્યૂન. તે આ રીતે – મહાવિદેહમાં બંને કુરુ, મેરુ, ભદ્રશાલવન, વક્ષસ્કાર, અંતર્નદી, વનમુખ સિવાય બધે વિજય છે. તે પૂર્વ-પશ્ચિમતુલ્ય વિસ્તારવાળી છે. બધાં વક્ષસ્કાર મળીને ૪૦૦૦ યોજન, બધી અંતર્નાદી ૭૫૦ યોજન, બે વનમુખ મળીને ૫૮૪૪-યોજન, મેરુ-૧૦,૦૦૦ યોજન, ભદ્રશાલ વન-૪૪,૦૦૦ યોજન બધાં મલીને ૬૪,૫૯૪ને જંબુદ્વીપ વિસ્તારમાંથી બાદ કરતાં-૩૫,૪૦૬ યોજન, વિજય-૧૬ છે, ૧૬વડે ભાંગતા-કંઈક ન્યૂન ૨૨૧૩ યોજન થાય. આટલો વિજયનો વિષ્ફભ થાય. આ ભરતવત્ વૈતાઢ્યથી બે ભાગ કરેલ છે તેની વિવક્ષા – કચ્છ વિજયના બહુમધ્યદેશ ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. જે કચ્છ વિજયને બે ભાગમાં વિભક્ત કરીને રહેલ છે - દક્ષિણાદ્ધકચ્છ અને ઉત્તરાર્ધ્વ કચ્ચ. '=' શબ્દથી ઉભયની તુલ્યકક્ષતા જણાવે છે. દક્ષિણાદ્ધ કચ્છને સ્થાનથી પૂછે છે - ૪ - ૪ - વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં, સીતાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારની પશ્ચિમે, માહ્યવંત વક્ષસ્કારની પૂર્વે, અહીં જંબુદ્વીપમાં દક્ષિણાર્ણકચ્છ વિજય છે, વિશેષણ પૂર્વવત્ જાણળા. ૮૨૭૧-૧/૧૯ યોજન લાંબી છે. તેમાં - ૧૬,૫૯૨ યોજન અને ૨-કળામાંથી ૫૦ યોજન પ્રમાણમાં વૈતાઢ્યનો વ્યાસ બાદ કરી, શેષ સ્કમના અર્ધા કરતા ઉક્ત સંખ્યા આવે. આ કર્મભૂમિરૂપ છે કે અકર્મભૂમિરૂપ ? દક્ષિણાર્ધ્વ ભરત પ્રકરણ સમાન અહીં નિર્વિશેષ વ્યાખ્યા કરવી. હવે મનુષ્યનું સ્વરૂપ-તે સ્પષ્ટ છે. હવે વૈતાઢ્યના સ્થાન
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy