SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૫૧ થી ૧૬૨ ૧૬૭ છે, તેથી એમ કહે છે – જંબુસુદર્શના. તેનો અર્થ શો ? અનાદૈત દેવની સમાન પોતાનું મહર્તિકવ દર્શન અહીં કૃત આવાસ. શોભન કે અતિશય દર્શન-વિચારણા અનંતરોક્ત સ્વરૂપ ચિંતન, ચાવતુ અનાદંત દેવનું જેના હોવાથી છે તે સુદર્શના. જો કે અનાદેતા રાજધાની પ્રશ્નોત્તર સૂત્રમાં સુદર્શના શબ્દ પ્રવૃત્તિ નિમિત પ્રશ્નોત્તર સૂત્ર નિગમન સૂકાંતર્ગત ઘણી પ્રતોમાં છે, તો પણ - x + વાચકો ન મુંઝાય તે માટે અમે સૂત્રપાઠમાં લખેલ છે. • x - ધે બીજું ગૌતમ ! સાવત્ શબ્દથી જંબૂ સુદર્શના એ શાશ્વત નામ છે. જે કદાપિ ન હતું તેમ નહીં ઈત્યાદિ. નામનું શાશ્વતપણું દેખાયું. હવે પ્રસ્તુત વસ્તુનું શાશ્વતપણું છે કે નહીં તે શંકાને નિવારવા કહે છે – જંબૂ સુદર્શના આદિ પછી રાજધાનીની વિવા-તેમાં જેમ પૂર્વે યમિકા રાજધાનીનું પ્રમાણ કહ્યું, તે જ જાણવું ચાવતુ અનાદત દેવનો ઉપપાત અને અભિષેક સંપૂર્ણ કહેવો. હવે ઉત્તરકુર નામાર્ચ પૂછવાને કહે છે – • સૂત્ર-૧૬૩ થી ૧૬૫ - [૧૬] ભગવદ્ ! તેને ઉત્તરકુરુ કેમ કહે છે ? ગૌતમ ! ઉત્તરકુરુમાં ઉત્તરૂર નામક મહર્તિક ચાવ4 પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે કારણે છે. ગૌતમ “ઉત્તર” એમ કહે છે. અથવા આ નામ શાશ્ચત છે.. ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત નામે વક્ષસ્કાર પર્વત ક્યાં કહે છે ? ગૌતમ! મેરુ પર્વતની ઈશાને નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ઉત્તરકુરની પૂર્વે વલ્સ ચક્રવર્તી વિજયની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. જેમ ગંધમાદનનું પ્રમાણ અને વિષ્ઠભ છે તેમ કહેવું. ફર્ક એટલો કે સર્વ વૈડૂર્યમય છે, બાકી બધું તેમજ છે. ચાવતુ ગૌતમ! નવ ફૂટો કહ્યા છે - [૧૬] સિદ્ધાસતન, માલ્યવંત, ઉત્તસ્કુરુ કચ્છ, સાગર, રજત, શીતોદ, પૂર્ણભદ્ર, હરિસ્સહ-ફૂટ જાણવા. [૧૬] ભગવન્! માલ્યવંત વક્ષસ્કારપર્વતમાં સિદ્ધાયતન નામે કૂટ કર્યા કહેલ છે ? ગૌતમ મેર પર્વતની ઈશાને, માલ્યવંત કુટની નૈઋત્યમાં આ સિદ્ધાયતન કૂટ કહેલ છે. તે પo૦ રોજન ઉd-ઉંચો છે, બાકીનું પૂર્વવતુ ચાવતુ રાજધાની, એ પ્રમાણે માઘવત, ઉત્તરફ, કચ્છકૂટ પણ જણાવા. આ ચારે કૂટો દિશા, પ્રમાણથી સમાન જાણવા. કુટ સર્દેશ નામક દેવો છે. ભગવાન ! માલ્યવંતમાં સાગરકૂટ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! કચ્છકૂટના ઈશાને, રજતકૂટની દક્ષિણે, અહીં સાગરકૂટ નામે કૂટ કહેલ છે. તે પoo યોજન ઊંd ઉંચા છે. બાકી પૂdવતું. ત્યાં સુભોગા દેવી છે. રાજધાની, ઈશાનમાં જકૂટ-ભોગમાલિની દેવી, રાજધાની ઈશાનમાં. બાકીના કૂટો ઉત્તર દક્ષિણમાં જાણવા, સમાન પ્રમાણ છે. • વિવેચન-૧૬૩ થી ૧૬૫ - પ્રનસૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - ઉત્તરકુરુ નામે અહીં દેવ વસે છે, તેથી ઉત્તરકુર ૧૬૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કહ્યું. જે ઉત્તકુરની પશ્ચિમમાં છે, તે માલ્યવંત, જેનું બીજું નામ ગજાંતાકાર ગિરિ છે, તે કહે છે -x - મેરુ પર્વતની ઈશાને નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તસ્કની પૂર્વે, કચ્છ વિજયની પશ્ચિમે, મહાવિદેહમાં માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેલ છે. • x • જેમ ગંધમાદનના પૂર્વોક્ત વાકાર ગિરિના પ્રમાણ અને વિકુંભ છે, તેમજ જાણવું. ફકી માબ એ કે - સંપૂર્ણ વૈર્યરત્નમય છે. ઉત્તર સૂત્રમાં કહેવા છતાં સિદ્ધાયતન કૂટ જે કરી કહેવાયો છે તે સિદ્ધ અને માલ્યવંત ગાવામાં સર્વ સંગ્રહ માટે છે. - સિહાયતન કૂટ, માલ્યવત્ કૂટ, આ વક્ષસ્કારાધિપતિનો નિવાસ કૂટ તે ઉત્તરકુર ફૂટ, કચ્છ વિજયાધિપતિનો કચ્છકૂટ, સાગર કૂટ, રજતકૂટ જે બીજે ચકકૂટ કહેવાય છે. શીતાદેવીનો સીતાકૂટ, પૂર્ણભદ્ર વ્યંતરેન્દ્રનો કૂટ તે પૂર્ણભદ્રકૂટ, ઉત્તર શ્રેણી અધિપતિ વિધુત્ કુમારેન્દ્રનો હરિસ્સહ કૂટ. હવે તેની સ્થાન પ્રરૂપણા - X - મેર પર્વતની ઈશાને, નીકટના માલ્યવંત કૂટની તૈ&ત્યમાં, અહીં સિદ્ધાયતન કૂટ કહેલ છે. તે ૫૦૦ યોજન ઉંચો, બાકી મૂલ વિઠંભાદિ કહેવા, તે ગંધમાદન સિદ્ધાયતનકૂટવત્ કહેવા. ચાવતુ રાજધાની કહેવી. સિદ્ધાયતન કૂટના વર્ણનમાંના કૂટ અને સિદ્ધાયતનાદિ વર્ણક બંને સૂત્રો કહેવા. તેમાં સિદ્ધાયતનકૂટમાં રાજધાની સૂઝ ન આવે તેથી રાજધાની સૂત્ર છોડીને બાકીનું સૂત્ર કહેવું. અહીં ચાવત્ શબ્દ સંગ્રાહક નથી, પણ અવધિવાચી છે. - ૪ - લાઘવાર્થે અતિદેશ કહે છે – એ પ્રમાણે સિદ્ધાયતન કૂટની રીતથી માલ્યવંત કૂટ, ઉત્તરકુરકૂટ, કચ્છકૂટની વક્તવ્યતા જાણવી. હવે આ પરસ્પર સ્થાનાદિથી તુલ્ય છે કે નહીં, તે કહે છે - આ સિદ્ધાયતન કૂટ સહિત ચારે પરસ્પર દિશા અને વિદિશારૂપ પ્રમાણ વડે તત્ય જાણવા. અર્થાત પહેલો સિદ્ધાયતનકૂટ મેરની ઈશાને છે પછી તે દિશામાં બીજો મારવવંતકુટ, તે જ દિશામાં ત્રીજો ઉત્તરકૂટ, તે જ દિશામાં કચ્છકૂટ, છો ચારે વિદિશામાં રહેલ, પ્રમાણથી હિમવંત કુટ મુજબ પ્રમાણશી છે. કૂટ સમાન નામક દેવો છે. અહીં સિદ્ધકૂટ સિવાયના ત્રણે કૂટોમાં કૂટનામક દેવો જાણવા. સિદ્ધાયતન કૂટમાં તો સિદ્ધાયતન જ છે. * * * * * હવે બાકીના કૂટોનું સ્વરૂપ કહે છે - ઉત્તરસૂત્રમાં – કચ્છકૂટની ઈશાને, રજતકૂટની દક્ષિણે, અહીં સાગરકૂટ નામે કૂટ કહેલ છે તે ૫oo યોજન ઉંચો, બાકીના મૂલવિકંભાદિ પૂર્વવતું. અહીં સુભોગા નામે દિકકુમારી દેવી છે. તેની રાજધાની મેરની ઈશાને છે. આંતકૂટ છઠ્ઠો, પૂર્વથી ઉત્તરમાં અહીં ભોગમાલિની દિકકુમારીદેવી છે, રાજધાની ઈશાનમાં છે, બાકીના સીતા આદિ કુટો-પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તરમાં અને ઉત્તર ઉત્તરથી પૂર્વ પૂર્વમાં અર્થાત દક્ષિણમાં છે. બધાં હિમવંત કૂટ પ્રમાણવથી સમાન છે. • સૂત્ર-૧૬૬ : ભગવન્! માલ્યવંતમાં હરિસ્સહ નામે કૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! પુણભદ્રની ઉત્તરે, નીલવંતની દક્ષિણે અહીં હરિસ્સહ નામે કૂટ કહેલ છે. તે ૧ooo યોજન ઉM-ઉંચો, ચમક પ્રમાણપતુ જાણવો. રાજflીની ઉત્તરમાં અસંખ્યાત દ્વીપ પછી, બીજ જંબૂદ્વીપ-દ્વીપની ઉત્તરમાં ૧૨,000 યોજન જઈને અહીં હરિસ્સહ દેવની હરિસ્સહા નામે રાજધાની કહેલી છે તે ૮૪,ooo યોજન લાંબી-પહોળી,
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy