SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૨૯ પાર્શ્વમાં વૃદ્ધિ થાય. એ પ્રમાણે બધે વિચારવું. જેમ ગંગામાં અન્યત્ર અવતરે છે તેમ સિંધુનું સ્વરૂપ પણ જાણવું. ચાવત્ તે પદ્મદ્રહના પાશ્ચાત્ય તોરણથી સિંધુ મહાનદી નીકળી પશ્ચિમાભિમુખ ૫૦૦ યોજન પર્વતમાં જઈને સિંધુ આવર્તને કૂટે વળીને ૫૨૩-૩/૧૯ ભાગ દક્ષિણાભિમુખી પર્વતમાં જઈને મોટા ઘટમુખ પ્રવૃત્તિથી ચાવત્ પ્રપાતથી પડે છે. સિંધુમહાનદી જ્યાંથી પડે છે, અહીં મોટી જિહ્નિકા કહેવી. જ્યાં સિંધુ મહાનદી પડે છે, ત્યાં સિંધુ પ્રપાતકુંડ કહેવું. તેમાં સિંધુદ્વીપ કહેવો. તે ગંગાદ્વીપની પ્રભા અને વભિાવત્ સિંધુદ્વીપની પ્રભા અને વર્ણાભા પદ્મો સિંધુદ્વીપ કહેવાય છે. તે સિંધુ પ્રપાતકુંડના દક્ષિણી તોરણથી સિંધુમહાનદી નીકળી ઉત્તરાર્ધ્વ ભરતક્ષેત્રમાં વહેતી-વહેતી હજારો નદી દ્વારા આપૂતિ કરે છે. તમિસાગુફાની નીચેથી વૈતાઢ્ય પર્વત ચીરીને દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગે જઈને પશ્ચિમાભિમુખી થઈને ૧૪,૦૦૦ નદીથી પૂર્ણ જગતીને નીચેથી ચીરીને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. આ સિવાય પ્રવહ મુખમાનાદિ ગંગાના માન સમાન જ જાણવા. ૧૨૯ હવે પદ્મદ્રહથી નીકળતી ત્રીજી નદીનું સ્વરૂપ કહે છે – સ્પષ્ટ છે. વિશેષ એ કે - ૨૭૬-૬/૧૯ યોજન એટલી હૈમવત ક્ષેત્રાભિમુખ પર્વતમાં જઈને હૈમવા વ્યાસથી દ્રહનો વ્યાસ બાદ કરી બાકીના હિમવત્ વ્યાસને અડધો કરીને આટલા યોજનનો જ લાભ થાય. - ૪ - ૪ - ૪ - ગંગાના ગિરિમધ્યવર્તી પૂર્વદિશાના તોરણથી નીકળી ૫૦૦ યોજન પૂર્વાભિમુખ જીને દક્ષિણદિક ગામિની પોતાના વ્યાસ રહિત ગિનિા વ્યાસનું અર્ધગામિત્વ છે. એ પ્રમાણએ સિંધુ પણ ૫૦૦ યોજન પશ્ચિમ અભિમુખ જઈને પછી આ ઉત્તરદિક્ તોરણથી નીકળી ઉત્તરગામિની દ્રહ વ્યાસ શુદ્ધગિરિ વ્યાસાર્ધ ગામી છે, એટલો ભેદ છે. હવે આની જિહ્નિકા કહે છે – તે સ્પષ્ટ છે. વિશેષ એ કે – લંબાઈમાં યોજન વિખંભમાનમાં ૧૨ા યોજન, પહોળાઈ ક્રોશ છે કેમકે ગંગાની જિહ્નિકાથી આ બે ગણી છે. હવે કુંડ સ્વરૂપ-પ્રાયઃ પ્રકટાર્થ છે. પરંતુ લંબાઈ-પહોળાઈમાં વીશ અધિક છે. કેમકે ગંગાપ્રપાત કુંડથી આ બેગણું છે. હવે દ્વીપ કહે છે – તે પ્રગટાર્થ છે - x - હવે આ જે તોરણથી નીકળી, જે ક્ષેત્રની સ્પર્શના, જેટલો નદી પરિવાર, જેમાં સંક્રમ છે, તે કહે છે – રોહિતાંશ પ્રપાત કુંડના ઉત્તરના તોરણથી રોહિતાંશા મહાનદી નીકળી હૈમવત વર્ષમાં જતા-જતા ૧૪,૦૦૦ નદી વડે આપૂરિત થતાં શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતથી અર્ધયોજન દૂર રહી પશ્ચિમાભિમુખી આવૃત્ત થઈ, હૈમવંત ક્ષેત્રને બે ભાગે વિભાગ કરી, ૨૮,૦૦૦ નદી વડે પરિપૂર્ણ જગતીની નીચેથી ચીરીને પશ્ચિમ લવણસમુદ્રમાં પ્રવેશે છે. આનો જ મૂલ વિસ્તાર કહે છે – રોહિતાંશા મૂળમાં ૧૨॥ યોજન વિધ્યુંભથી, પૂર્વ ક્ષેત્રની નદીથી બમણાં વિસ્તારથી છે. ક્રોશ ઉદ્વેધથી છે. પછી માત્રાના ક્રમે ક્રમે પ્રતિયોજન સમુદિત બંને પડખે ૨૦ ધનુષની વૃદ્ધિથી પ્રતિ પાર્શ્વ દશ-દશ ધનુપ્ વધતાં-વધતાં સમુદ્ર પ્રવેશમાં ૧૨૫ યોજન વિખંભથી થાય - ૪ - બાકી પૂર્વવત્. હવે 26/9 ૧૩૦ હિમવંત કૂટો વિશે કહે છે– - સૂત્ર-૧૩૦ : જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ભગવન્ ! લઘુ હિમવંત વર્ષધર પર્વતના કેટલા ફૂટ કહેલા છે ? ગૌતમ ! ૧૧-કૂટો કહ્યા છે. તે આ – સિદ્ધાયતન, લઘુહિમવંત, ભરત, ઈલાદેવી, ગંગાદેવી, શ્રી, રોહિતશ, સિંધુદેવી, સુરદેવી, હેમવત અને વૈશ્રમણ-ફૂટ ભગવન્ ! લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન નામક ફૂટ ક્યાં કહ્યો છે? ગૌતમ! પૂર્વી લવણસમુદ્રના પશ્ચિમે, લઘુહિમવંતકૂટની પૂર્વે આ સિદ્ધાયતનકૂટ નામે ફૂટ કહેલ છે. તે ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉંચો, મૂળમાં ૫૦૦ યોજન, મધ્યે ૩૭૫ યોજન અને ઉપર ૨૫૦ યોજન પહોળો છે. મૂળમાં ૧૫૮૧ યોજનથી કંઈક વિશેષ, મધ્યમાં કંઈક ન્યૂન ૧૧૮૬ યોજન અને ઉપર કંઈક ન્યૂન ૩૯૧ યોજન પરિધિથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત અને ઉપર પાતળો, ગોપુચ્છ અકારે, સર્વરત્નમય, નિર્મળ છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટળાયેલ છે. સિદ્ધાયતનકૂટની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, યાવત્ તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યાદેશ ભાગમાં અહીં એક મોટું સિદ્ધાયતન કહેલ છે તે ૫૦ યોજન લાંબુ, ૨૫ યોજન પહોળું, ૩૬ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી યાવત્ જિનપ્રતિમા વર્ણન કહેવું. ભગવન્ ! લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં લઘુહિમવંતકૂટ નામે ફૂટ ક્યાં કહેલ છે ? ગૌતમ ! ભરતકૂટની પૂર્વે, સિદ્ધાયતનકૂટની પશ્ચિમે આ લઘુહિમવંત વર્ષધર પર્વતમાં કહેલ છે. એ પ્રમાણે જે કંઈ સિદ્ધાયતનકૂટના ઉચ્ચત્ત-વિખંભપરિધિ છે યાવત્ બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટું પ્રાસાદાવતંક કહેલ છે. તે ૬ યોજન ઉંચો, ૩૧૪ યોજન પહોળું, ઘણું ઉંચુ ઉઠેલ છે. વિવિધમણિ-રત્નથી ચિત્રિત વાયુથી ઉડતી વિજય-વૈજયંતી પતાકા અને છત્રાતિછત્ર યુક્ત, ઉંચા, ગગનતલને ઉલ્લંઘતા શિખર યુક્ત છે. તેની જાળીમાં જડેલ રત્ન સમૂહ તે પ્રાસાદ પોતાના નેત્રો ઉઘાડતો હોય તેવા છે. મણિરત્નની સ્તુપિકા છે, તેના ઉપર વિકસિત શીતપત્ર-પુંડરીક-તિલકરાં અર્ધચંદ્રના ચિત્રો અંકિત છે. વિવિધ મણીમય માળાથી અલંકૃત્ છે. અંદર અને બહાર શ્લક્ષ્ય વજરત્ન તપનીય રુચિર વાલુકાના પ્રસ્તટ છે તેનો સ્પર્શ સુખદ, સશ્રીકરૂપ, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે પ્રાસાદાવાંસકના અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવત્ સપરિવાર સીંહાસન કહેવું. ભગવન્ ! લઘુહિમવંતકૂટને લઘુહિમવંતકૂટ કેમ કહે છે ? ગૌતમ ! લઘુહિમવંત નામક મહર્ષિક યાવત્ દેવ વસે છે. ભગતના લઘુહિમવંત ગિકુિમાર દેવની લઘુહિમવંતા નામે રાજધાની કાં કહી છે? ગૌતમ! લઘુહિમવંતની દક્ષિણમાં તીછાં અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી બીજા ત્રંબુદ્વીપ દ્વીપની દક્ષિણે ૧૨,૦૦૦ યોજન જઈને અહીં લઘુ હિમવંતના
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy