SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ થી ૮૩ જોઈને આશરકતાદિ વિશેષણ વિશિષ્ટ કમલાપીડ કે કમલામેલ નામે અશ ઉપર બેઠો. હવે અક્ષરનનું વર્ણન કરે છે - x - તે પ્રસિદ્ધગુણ નામના કમલામેલ અશ્વનને સેનાપતિ સન્નાહાદિ પરિધાનવિધિથી બેઠો. તે અશ્વ કેવો હતો ? ૮૦ અંગુલ ઉંચો, ગુલ એ અહીં પ્રમાણ છે, ૯૯ ગુલ પ્રમાણ મધ્ય પરિધિવાળો, ૧૦૮ અંગુલ લાંબો, ઘોડાની ઉંચાઈ-ખુરથી આરંભીને કર્ણ સુધી, મધ્ય ભાગ-પૃષ્ઠ-પાર્થઉદાંતર સુધી, લંબાઈ-મુખતી પૂંછડા સુધી. -x • x • બનીશ ગુલ ઉંચાઈ, ચાર ગુલ પ્રમાણ કાન કેમકે નાના કાન એ જાત્ય અશ્વનું લક્ષણ છે. આ કાનની ઉંચાઈથી સ્થિર ચૌવનવ જણાવેલ છે. ઘોડાનાં યૌવનનું પતન થતાં સ્ત્રીના સ્તનની માફક અને બંને કર્મોનું પતન થાય છે. • X - X - ૨૦ અંગુલ પ્રમાણ બાહા - શિરોભાગના અધોવર્તી અને ઘૂંટણની ઉપરવત ચરણ ભાગ, ચાર અંગુલ પ્રમાણ ઘુટણ-બાહા અને જાંઘની સંધિરૂપ અવયવ, ૧૬-અંગુલ પ્રમાણ જંઘા- જાનુ નીચેના ખુર સુધીના અવયવ, ચાર અંગુલ ઉંચી ખુર-પગના તલરૂપ અવયવ, આ બધાં અવયવોના સરવાળાથી પૂર્વોક્ત ૮૦-અંગુલરૂપ થાય. શ્રેષ્ઠ અશ્વમાનને આશ્રીને છે. જો કે પારાસર નામે લૌકિક ગ્રંથમાં આ વિષયમાં ત્રણ ગાથા વૃત્તિકારે નોંધી છે. જો • X - X - X - જો કે તેમાં પ્રમાણમાં ફેરફાર છે. અમે તે મતાંતર નોંધેલ નથી.] હવે અવયવોમાં લક્ષણોપેતત્વ સૂચવે છે. મુક્તોલી-નીચે અને ઉપર સંકીર્ણ, પણ મળે કંઈક વિશાળ કોઠી વતુ સમ્યગ્રવર્તુળ, વળવાના સ્વભાવવાળો પણ સ્તબ્ધ નહીં તેવો મધ્યભાણ, અહીં મધ્ય પરિધિરૂપ જ વિચારતા ઉચિત ઉપમા થશે. કંઈક ગુલ સુધી નમવાને આરંભેલ, કેમકે અતિ નમેલ હોય તો બેસવું દુઃખદ બને છે. પૃષ્ઠ • પયણ સ્થાન, અર્થાત્ બેસનારને સુખાવહ પીઠ છે. સમ્યમ્ - નીચેનીચેના ક્રમે નમેલ પૃષ્ઠ જેની છે તે, સંગત-દેહ પ્રમાણોચિત પૃષ્ઠ જેવું છે તે. સુજાત-જમદોષ હિત પૃષ્ઠવાળો. પ્રશસ્ત-લક્ષણાનુસાર પીઠવાળા. બીજું કેટલું કહીએ ? પ્રધાનપૃષ્ઠવાળો. પૃષ્ઠ વર્ણન કહ્યું. હવે તેના જ બાકીના ભાગને કહે છે - હરિણીની જાનવતુ ઉન્નત અને બંને પડખાં વિસ્તૃત તથા ચમ ભાગમાં સ્તબ્ધ સુદઢ પૃષ્ઠવાળો. વેગ, લતા, ચર્મદંડ, તર્જન વિશેષ આઘાતથી રહિત કેમકે તે અસવારના મનને અનુકૂળ ચારિપણે છે તપનીયમય દર્પણ આકારે અન્નાલંકાર વિશેષ છે જેમાં તેનું મુખ સંયમન વિશેષવાળો. વકનકમય શોભનપુષ્પ અને સ્થાયક તેના વડે ચિકિત રનમયી રજુ •x • પયણિના દેઢી કરણાર્થે અશ્વના બંને પડખે બંધાતી પટ્ટિકા, સુવર્ણયુકત મણિમય પત્રિકા નામે ભુષણ, •x• વિવિધ ઘંટિકાજાલ અને મૌક્તિક જાલ, તેના વડે પરિમંડિત પૃષ્ઠ વડે શોભતા કŠતનાદિ રનમય મુખમંડનાયેં રચિત પ્રીતમાણેક અશ્વના મુખના ભૂષણ વડે ભૂષિત કનકમય પાથી સુથુકૃતુ તિલક. દેવમતિથી વિવિધ પ્રકારે સતિ સુરેન્દ્રનું વાહન-અa, તેને યોગ્ય - ૪ - x • જેવો બુસ્લીશ્રમ દેવ અન્ન કરે છે, તેવો આ પણ કરે છે. સુરૂપ-સુંદર, હીં ૪ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ તહીં દોલાયમાન કેમકે સહજ ચંચલ અંગો છે, ગળું-મસ્તક-ભાલ-બે કાનના મૂળમાં વિનિવેશથી પાંચ સંખ્યાવાળા જે ચારુ ચામર તેને મસ્તકમાં ધારણ કરેલ. • x • અહીં માઈડ શબ્દના વ્યાખ્યાનમાં મસ્તકના અલંકાર રૂપે જ કહેલ છે, કર્ણાદિ અલંકારરૂપે નહીં. લોકમાં પણ તે રીતે પાંચ ચામર કહેવાય છે. દેવમતિ વિકલિાતાદિ વિશેષણ વિશિષ્ટ ઉચ્ચઃશ્રવા નામે શકનો અશ્વ પણ થાય, તેથી કહે છે - અનભચારી, કેમકે અભયારી અશ્વ ઉશ્રવા છે, તેનાથી અન્ય. - x • અભેલ-દોષાદિ વડે અસંકુચિત નયન જેના જ છે. તેથી જ કોકાસિતવિકસિત દેઢ કેમકે અથુપાત નથી કરતા, પદ્મવાળી પણ રોમરહિત આંખો જેની નથી તેવો. શોભાને માટે કે દંશ-મશકાદિથી રક્ષાયેં પ્રચ્છાદન પયુક્ત, તે નવા સુવર્ણના-સ્વર્ણતંતુ યુક્ત પ્રચ્છાદન પર્ફ છે. તપ્ત તપનીયવત્ લાલ તાળવું અને જીભ જેના છે તેવા મુખવાળો. લક્ષ્મીના અભિષેક નામક શારીરિક લક્ષણયુક્ત નાસિકા જેની છે તે. અથવા પાઠાંતરથી શિરિષપુષ્પવત અતિશેત નાસિકા જેવી છે તે. જેમાં કમલદલ સમાન જળબિંદુઓ છે તેવો અર્થાત્ જેમ પુકn જળમાં રહીને વાયુની આહતથી જળબિંદયુક્ત થાય છે, તેમ આ પણ સલિલ અર્થાતુ લાવણ્યમય છે. તેના બિંદુ-છાટાથી યુકત, બિંદુના ગ્રહણથી અહીં પ્રત્યંગ લાવણ્ય સૂચવેલ છે. - x • - અચંચલ-સ્વામીનું કાર્ય કરવામાં સ્થિર, ચંચલ-શરીરના જાતિસ્વભાવથી. • x • ચોહા-સ્નાન કરેલ, ચરક-ઘાટિભિક્ષાચર પરિવ્રાજક, તે ચરકપરિવ્રાજક, * * • અશુચિના સંસર્ગની શંકાથી પોતાને સંવરતો એવો - x • હવે આ ક્રિયાવિશેષથી જાચવ બતાવે છે - ખુર પ્રધાન ચરણો, આઘાત વિશેષથી તેના વડે ઘરણિતલને ઠોકતો-ઠોકતો -x-x- સવારના પ્રયોગથી નૃત્ય કરતો જ અશ્વ અગ્રપાદને ઉંચા કરે છે, તેમાં આ શક્તિને વિશદ્વારથી દશવિ છે - બંને પણ ચરણોને એકસાથે મુખમાંથી નીકળતા હોય તેમ કાઢતો એવો - X - X - ફરી બીજી ક્રિયાના દર્શનથી આ જ વસ્તુને વિશેષથી કહે છે - લાઘવ વિશેષથી પદાનાલના તંતુ અને જળ, તે પણ દુગદિકને સંચરતા અર્થાત્ જેમ બીજે સંચરતા મૃણાલ તંતુ ઉદકમાં પણ સ્થિર થતા નથી, તેવો આ નથી. - X - માતૃપક્ષ, પિતૃપક્ષ, સંસ્થાન, વિશ્વાસ્થતાથી તે પ્રશસ્ત છે, કેમકે પ્રદક્ષિણાવહત્વ અને શુભસ્થાનશ્ચિતત્વ છે, વળી બાર આવર્ત જેમાં છે તે. - X - X - વરાહ કહે છે, તે શ્લોકની કંઈક વૃત્તિ જણાવે છે - પ્રપાણ-ઉત્તરોહનું તલ, ગલ-કંઠ, જેમાં રહેલ દેવમણિ નામક આવર્ત અશ્વના મહાલક્ષણપણે પ્રસિદ્ધ છે બંને કાન, એટલાં સ્થાનોમાં રહેલ તથા પૃષ્ઠ-૫યણ સ્થાના મધ્ય, ચક્ષની ઉપર રહેલ, બંને હોઠ, સકિથ-પાછળના બંને પગના ઘૂંટણના ઉપરના ભાગે, ભુજા-બંને પગના ઘૂંટણનો ઉપરનો ભાગ, કુક્ષિ-બંને પડખામાં રહેલ, લલાટ એટલા સ્થાનો આવર્ત સહિત હતા. અહીં કાન અને નયન આદિ સ્થાનો બળે સંગાપણે હોવા છતાં જાતિની અપેક્ષાથી બાર જ સ્થાનો ગમવા. સ્થાન મેદાનુસાર સ્થાનીભેદો પણ બાર જ છે.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy