SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૯ - જલાદિ વડે ભેદ ન પામે તેવો. - x • x - આલંબન-ઉપર જતાં અવલંબનરૂપથી ઢતર ભીંત જેવા આલંબન સહિત ઉભયપાૐ જેના છે તેવો. સંપૂર્ણ રનમય. જો કે અન્યત્ર પાષાણમય કે કાઠમય કહ્યો છે. સુખેથી પગ મૂકી ચલાય તેવો. આવો સેતુ બનાવીને મારી આજ્ઞા પાછી સોંપો. " હવે તે શું કરે છે, તે કહે છે – આ અનુવાદ સૂત્ર હોવાથી બધું પૂર્વવત્. [શંકા ઉન્મનુજલાના જળનો ઉન્મજ્જનનો સ્વભાવ છે, તો તેમાં સંકમાઈક શિલાખંભાદિ કઈ રીતે સુસ્થિત રહે છે ? તે દીર્ધપઢશાલા આકારે છે, જળ ઉપરના કાષ્ઠ આદિમય સંભવતો નથી. કેમકે તેના અસારવથી ભાર સહપ્ત કરી શકતો નથી. (સમાધાન] વર્ધકીરને દિવ્યશક્તિના અચિંત્ય શક્તિાપણાથી કરેલ છે. એના વડે ચકી રાજ્યની પરિસમાપ્તિ સુધી સર્વલોક પણ પાર ઉતરે છે. ચકીના કાળ સુધી ગુફામાં તે મંડલો પણ તેમજ રહે છે, ગુફા પણ ખુલ્લી રહે છે. ચકીના મૃત્યુ બાદ બધી ઉપરમે છે. ઈત્યાદિ - x - ત્યારપછી તે ભરતરાજા રૂંધાવા-રૂપ-બલ સહિત ઉત્પનુ-નીમનુજલા મહાનદી પાર ઉતરે છે. એમ ઉતરતા ચકીને ઉત્તરદ્વારે જે થયું તે કહે છે - ઉત્તર દ્વારના કમાડો સ્વયં જ - દંડનના પ્રહાર વિના જ મોટા-મોટા ક્રૌંચારવથી સરસર કરતાં ખુલી ગયા - X - X - તેનું કારણ એ છે કે – સેનાપતિએ કરેલ કમાડના ઉદ્ગાટન વિધિથી સંતુષ્ટ ગુપાના અધિપતિના અનુકૂળ આશયથી બીજી બાજુના કમાડ સ્વયં ઉઘડી ગયા. - હવે ઉત્તર ભરતાદ્ધ વિજય વિવક્ષા - • સૂત્ર-૮૦ * તે કાળે તે સમયે ઉત્તરાઈ ભરતક્ષેત્રમાં ઘણાં આપાત નામે કિરાતો વસતા હતા, જે આર્ય, દીપ્ત, વિત્ત, વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસનયાન-વાહન, બહુધન-બહુ સુવર્ણ-રજત, આયોગ પ્રયોગ સંપયુક્ત, વિછર્દિત પ્રચુર ભોજન-પાનયુક્ત, ઘણાં દાસી-દાસ-ગાય-ભેસ-પેટા પ્રભૂત હતા, પણ લોકોથી અપરિભૂત-શૂરવીર-વિકાંત, વિસ્તીર્ણ-વિપુલ-બલ-વાહનવાળા, ઘણાં સમર સંપરામાં લબ્ધલશ્ય હતા. ત્યારે તે આપાત કિરાતો અન્યદા કોઈ દિવસે દેશમાં અકસ્માત સેંકડો ઉત્પાત ઉત્પન્ન થયા. તે આ રીતે – અકાલે ગર્જિત, અકાલે વિધુત, અકાલે વૃક્ષો ઉપર પુષ્પો આવવા, વારંવાર આકાશમાં દેવતાનો નાય. ત્યારે તે આપાતકિરાતો દેશમાં ઘમાં સેંકડો ઉત્પાત ઉદ્ભવેલા જુએ છે. જોઈને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું નિન્ને દેવાનુપિયો ! અમારા દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉદ્ભવ્યા છે, જેમકે - અકાળે ગર્જના, અકાળે વિધુત - x - ઈત્યાદિ. તો દેવાનુપિયો ! ન જણે આપણા દેશમાં કેવો ઉપદ્રવ થશે . એમ વિચારી અપહત મનોસંકલાવાળા, ચિંતા-શોક સાગરમાં પ્રવિટ, હથેળી ઉપર મુખ રાખીને આધ્યિાનોપગત, ભૂમિગત દષ્ટિક થઈ ચિંતિત થઈ ગયા. જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર ત્યારે તે ભરતરાજ ચકરતન દર્શિત માર્ગે ચાવત સમુદ્રના રવભૂતની જેમ કરતાં-કરતાં તમિગ્ર ગુફાના ઉત્તરીય દ્વારેથી અંધકારમાંથી નીકળતાં ચંદ્રની જેમ નીકળ્યો. ત્યારે તે આપાત કિરાતો ભરતરાજાના અણસૈન્યને આવતા જએ છે, જોઈને આયુક્ત, દુષ્ટ, ચાંડિફય, કુપિત, ગુસ્સાથી ધમધમતા એકમેકને બોલાવે છે, અને બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપિયો ! આ કોણ અપાચિંતના પાર્થિત, દુરd-ulraણ, હીનયુજ ચાતુર્દશ, હી-શ્રી પરિવર્જિત છે, જે અમારા દેશની ઉપર લલકારે જલ્દીથી આવે છે. દેવાનપિયો ! જલ્દી ત્યાં ધસી જઈએ, જ્યાં આ અમારા દેશની ઉપર બલાત્કારે જલ્દી ન આવે. એમ કહી એકબીજાની પાસે આ નિ સાંભળે છે, સાંભળીને સદ્ધબદ્ધર્મિતકવચવાળા થઈ, ઉત્પીડિત શરાસનપટ્ટિકા, પિનદ્ધ શૈવેયકા, બદ્ધ-આવિદ્ધ-વીમલવર ચિંધપટ્ટ, આયુધ-પહરણ લઈને જ્યાં ભરત રાજાનું અગ્ર સૈન્ય હતું. ત્યાં આવે છે, આવીને તેમની સાથે યુદ્ધ ચડી ગયા. ત્યારે તે આપાત કિરાતોએ ભરત રાજાના અગસૈન્યને હત-મથિત-પવરવીર ઘાતિક-વિપતિત ચિલ-ધ્વજ-પતાકાવાળું કરી દીધું. ત્યારે તે સૈન્ય મુશ્કેલીથી પોતાના પ્રાણ બચાવી અહીં-તહીં ભાગી છૂટયું. • વિવેચન-૮૦ : બીજા આરાને અંતે, જેમાં ભરત ઉત્તર ભરતાદ્ધને જીતવા માટે તમિસા ગુફાથી નીકળે છે, ઉત્તરાઈભરત ક્ષેત્રમાં આપાત નામે કિરાતો વસતા હતા, તેઓ ધનિક, ગર્વિષ્ઠ, તેમની જાતિમાં પ્રસિદ્ધ, અતિ વિપુલ ભવનો તેમાં હતા તથા શયન-આસન, રથાદિ, અશ્વાદિયુક્ત હતા. તેમાં પ્રભૂત ગણિમ-ધરિમાદિ ધન, ઘણાં જાત્યરૂપજત હતા. આયોગ અને પ્રયોગ વ્યાપારમાં જોડાયેલા હતા. તેમને ત્યજેલ-ઘણાં લોકોને ભોજનના દાનથી બચેલું-છાંડેલું સંભવે છે. સવિસ્તર, ઘણાં પ્રકારે, પ્રભૂત ભોજનપાન જેમાં છે તે. ઘણાં દાસી-દાસ ઈત્યાદિ જેમાં છે તે. ઘણાં લોકો વડે અપરિભૂત, પ્રતિજ્ઞાના નિર્વાહ કે દાનમાં શૂર, સંગ્રામમાં વીર, પૃથ્વી ઉપર આક્રમણમાં સમર્થ, અતિ વિપુલ બલવાહનવાળા, ઘણાં યુદ્ધોમાં - આના દ્વારા અતિ ભયાનકવ સૂચવેલ છે, સમરરૂપ યુદ્ધોમાં અમોઘહસ્ત હતા. - x • હવે તે મંડલમાં જે થયું, તે કહે છે - તે આપાતકિરાતોને અન્યદા કોઈ દિને ચક્રવર્તીના આગમન કાળથી પૂર્વે, - x • x • દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો - અરિષ્ઠ સૂચક સેંકડો નિમિતો પ્રગટ થયા. તે આ પ્રમાણે – અકાળે વર્ષા, કાલ વ્યતિરિક્ત કાળે ગર્જના, અકાળે વિજળી, અકાળમાં - વૃક્ષમાં પુષ્પો ઉગવા, વારંવાર આકાશમાં ભૂતવિશેષો નાચે છે. હવે તે આપાતકિરાતો શું કરે છે ? ઉત્પાતુ થયા પછી તેઓ દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો પ્રગટ થયેલા જુએ છે, જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું - x • આપણાં દેશમાં ઘણાં સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થયા છે, જેમકે - અકાળે ગર્જનાદિ, જાણતા નથી કે અમારા દેશમાં - x - કેવા ઉપદ્રવો થશે ? એમ કહીને વિમનરક, રાજ્યભ્રંશ અને ધન અપહારાદિ ચિંતનથી જે શોકની ચિંતાથી
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy