SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૩ ૬૧ ૬૨ આવીને દર્ભ સંસ્કાઓ બેસે છે યાવત કૃતમાલ દેવ નિમિતે અહમ ભક્ત ગ્રહણ કરે છે. પૌષધશાળામાં પૌષધિક, બ્રહ્મચારી યાવતુ અમભક્ત પરિણામમાણ થતાં પૌષધશાળાથી નીકળ્યો. નીકળીને જ્યાં નાનગૃહ છે, ત્યાં આવે છે. આવીને સ્નાન કરી, બલિકર્મ કરીકૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ-પાવેજ્યમંગલ પ્રવર વસ્ત્રો પહેરી, અભ પણ મહાઈ આભરણથી શરીર અલંકૃત્ કરી, હાથમાં ધૂપ-પુણ્ય-ગંધ-માલા સહ નાનગૃહથી નીકળે છે. ત્યારપછી જ્યાં તિમિસ ગુફાનાં દક્ષિણી દ્વારના કમાડ હતા ત્યાં જવા નીકળ્યો. ત્યારપછી તે સુષેણ સેનાપતિના ઘણાં રાજા-ઈશ્વર-તલવરમાડુંબિક યાવત સાર્થવાહ વગેરેમાં કેટલાંક હાથમાં ઉત્પલ લઈને યાવતું સુષેણ સેનાપતિની પાછળ-પાછળ જાય છે. ત્યારે તે સુષેણ સેનાપતિની પાછળ ઘણી કુવા ચિત્રાતિકાઓ યાવતું ગિત-ચિંતિત-પ્રાર્થિતને જાણનારી, નિપુણ-કુશલ-વિનીત હતી. કેટલીક હાથમાં કળશ લઈને યાવતુ પાછળ જતી હતી. ત્યારે તે સુષેણ સેનાપતિ સગઢદ્ધિથી સવહુતિથી સાવ નિર્દોષ નાદિતથી જ્યાં તિમિત્ર ગુફાનું દક્ષિણદિશાનું દ્વાર છે, તેના કમાડ પાસે આવે છે. આવીને પોતાની સાથે જ પ્રણામ કરે છે. કરીને મોરપીંછીને સ્પર્શે છે, અને તિમિત્ર ગુફાના દક્ષિણી દ્વારના કમાડને મોરપીંછીથી પ્રમાર્જે છે, પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી પ્રક્ષાલે છે. પછી સરસ ગોશીષ ચંદનથી પંચાંગુલિતવણી થાપા આપે છે. થાપા મારીને અગ્ર શ્રેષ્ઠ ગંધ અને માળા વડે આર્શિત કરે છે. કરીને પુષ્પારોહણ યાવત્ વસ્ત્રારોહણ કરે છે. કરીને ઉપરથી નીચે સુધી ફેલાયેલ, વિસ્તીર્ણ, ગોળ ચંદરવો બાંધ્યો. બાંધીને સ્વચ્છ, ઋણ રજતમય અજીસ dદુલો વડે તિમિસ ગુફાના દક્ષિણના દ્વારના કમાડ આગળ આઠ-આઠ મગલ આલેખે છે - સ્વસ્તિક, શ્રીવન્સ યાવતુ ક્યગ્રહ ગ્રહિત કરતલ પ્રભષ્ટ ચંદ્રપ્રભવજનતૈન્ય વિમલ દંડ યાવતુ ધૂપ આપે છે. આપીને ડાબો ઘૂંટણ ઉંચો કરીને ચાવતું મસ્તકે અંજલિ કરી કમરાડોને પ્રણામ કરે છે. - ત્યારપછી દંડ રતનને હાથમાં લે છે. તે દંડરનનીછી અવયવ યુકત હતું, વજસાનું બનેલ, સીંબુ સેનાનું વિનાશક, રાજાની છાવણી, ગd-દરી-વિષમ પ્રભાગિરિવર પ્રપાતને સમ કરનાર હતું તે રાજાને શાંતિ-શુભ-હિતને કરનારું હતું. રાજાના હૃદયના ઈચ્છિત મનોરથનું પૂર્યુ હતું. દિવ્ય-આપતિહત હતું તે દંડરને લઈને સાત-આઠ પગલાં પાછો ખસ્યો, પાછો ખસીને તિમિસ ગુફાના દક્ષિણના દ્વારના કમાડને ઇડરન વડે મોટા-મોટા શબ્દોથી ત્રણ વખત પ્રહાર કર્યો. ત્યારે તિમિયગુફાના દક્ષિણના દ્વારના કમાડ સુષેણ સેનાપતિ વડે દંડરનથી મોટા-મોટા શબ્દથી ત્રણ વખત આહત કરાતા મોટા-મોટા શબ્દોથી કૌચારવ કરતાં સરસર કરતાં પોતાને સ્થાને સરફયા. ત્યારે સુપેણ સેનાપતિ તિમિસ ગુફાના દક્ષિણના હારના કમાડ ઉઘાડે છે, ઉઘાડીને જ્યાં ભરત રાજા છે, ત્યાં જાય છે. જઈને યાવતુ ભરત રાજાને બે હાથ જોડી, જય અને વિજયથી જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ વધાવે છે. વધારીને આમ કહ્યું – દેવાનપિયા તિમિસ ગફાના દક્ષિણ દિશાના દ્વારના કમાડ ઉઘડી ગયા છે. દેવાનપિયને આ પિય નિવેદન પિય થાઓ. ત્યારે ભરત રાજ સુષેણ સેનાપતિ પાસે આ કથન સાંભળી-સમજી, હર્ષિત-સંતુષ્ટ-આનંદિત ચિત્ત થઈ સાવ4 સુષેણ સેનાપતિને સકારે છે, સન્માને છે. સકારી-ન્સન્માની કૌટુંબિક પુરણોને બોલાવે છે. બોલાવીને આમ કહ્યું- ઓ દેવાનુપિયો ! જલ્દીથી અભિષેક્ય હરિનને સજાવો, અશ-હાથી-થાવર યોદ્ધા પૂર્વવત્ યાવ4 અંજનગિરિકૂટ સમાન શ્રેષ્ઠ હાથી ઉપર તે નરપતિ આરૂઢ થયો. • વિવેચન-9૭ : સૂત્ર નિગદસિદ્ધ છે. સંબંધ સંતતિ સંસ્કાર માગથી વિવરણ કરાય છે. પછી તે ભરતરાજા અન્યદા કોઈ દિને સુપેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને એમ કહ્યું - દેવાનુપ્રિય ! જદી જા. તમિસા ગુફામાં દક્ષિણના દ્વારના કમાડો - x • ઉદ્ઘાટિત કરો યાવતું મને આ આજ્ઞા પાછી સોંપો. અહીં ભરતની આજ્ઞાનું પ્રતિશ્રવણાદિ, નાનગૃહથી નીકળવું ત્યાં સુધી પૂર્વવત્ કહેવું. વિશેષ આ - તમિસાગુફાના દક્ષિણી દ્વારના કમાડો પાસે જવાનો સંકલપ કર્યો. તમિસ ગુફા ગમન સંકલાકરણ પછી ઘણાં રાજા ઈશ્વરાદિ લોકો સુષેણ સેનાપતિની પાછળ ચાલ્યા. અહીં બધું ભરત ચકીની અર્ચાની માફક કહેવું. દાસીસૂત્ર પણ પૂર્વવત્ છે. વિશેષ આ - કેવા લક્ષણવાળી દાસી ? કથન તો દૂર, નયનાદિની ચેષ્ટાથી જ સ્વામીના મનમાં સંકલિત જે - તે પ્રાર્થિત છે તે-તે જાણે છે. તથા અત્યંત કુશલા, આજ્ઞા કારિણી આદિ. પછી તમિસા ગુફાભિમુખ ચાલ્યા પછી તે સુષેણ સેનાપતિ સર્વ વડદ્ધયાદિથી ચાવત નિર્દોષ નાદિતથી તમિસા ગુફાના દક્ષિણી દ્વાર પાસે આવ્યો. આવીને જોતાં જ પ્રણામ કરે છે. પછી બધું ચકરત્નની પૂજાવત્ કહેવું. અંતે ફરી પણ કમાડોને પ્રણામ કરે છે. કેમકે તે - X • શિષ્ણવ્યવહાર ઔચિત્ય છે. પ્રણામ કરીને ડરનને સ્પર્શે છે. હવે અવસરગત દંડન સ્વરૂપ નિરૂપણ કરે છે. - તે દંડ રન અર્થાત્ દંડજાતિમાં રત્ન-ઉત્કૃષ્ટ, ક્યારેય પણ પ્રતિઘાત ન પામનાર, દંડ નામે રન ગ્રહણ કરીને સાતઆઠ પગલાં સરકે છે. તે કેવું છે ? રનમયી કાલિકારૂપ અવયવો જેમાં છે તે. વજનના પ્રધાન દ્રવ્યમય તેના દલિક, સર્વ શમુસેનાનું વિનાશક, નરપતિની છાવણીના પ્રસ્તાવથી જવાને પ્રવૃત થતાં ગd[દિ, પ્રાભાાંત પદો પૂર્વવતું. ગિરિપર્વત. અહીં ગિરિ શબ્દથી ક્ષુદ્રગિરિ લેવા. - x • તે બધાંચી સંરક્ષણીય. પ્રપાત - જતાં લોકોના ખલન હેતુથી પાષાણ કે ભૃગુ હોય તેને સમ કરવા, શાંતિકર - ઉપદ્રવ શામક. [શંકા જો ઉપદ્રવ ઉપશામક છે, તો દંડરનમાં સગર ચકીના પુત્રોને જવલનપભનાગાધિપે કરેલ ઉપદ્રવ કેમ ઉપશાંત ન થયો ? [સમાધાન કેમકે સોપકમ ઉપદ્રવને શાંત કરવાનું જ તેનું સામર્થ્ય છે,
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy