SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ /૬૨ થી ૬૦ નથી. એમ કરી બાણ મૂકે છે. હવે ભરતના આ પ્રસ્તાવ વર્ણન માટે બે પધ કહે છે - મલકચછબંધ વડે • યુદ્ધોચિત વસ્ત્ર બંધ વિશેષ, જેનો મધ્ય ભાગ સુબદ્ધ છે તે, સમુદ્ર વાતથી ઉાિપ્ત શોભતા વસ્ત્ર વિશેષ જેના છે તે, આશ્ચર્યકારી શ્રેષ્ઠ ધનુષ વડે શોભે છે, તે ભરત. ઈન્દ્ર સમાન સાક્ષાત્ પૂર્વોક્ત સ્વરૂપ મહાચાપ ચંચલ થતાં અથતુ કાંતિ ઝાત કરનાWી, આરોપિત ગુણત્વથી પંચમીના ચંદ્રની ઉપમાથી શોભે છે. નસ્પતિના ડાબા હાથમાં, તે માગધતીર્થને સાધવામાં. - પછી તે બાણ ભરત રાજાએ છોડ્યું, ત્યારે જલ્દીથી બાર યોજન જઈને માગધ તીર્થાધિપતિ દેવના ભવનાં પડ્યું. ત્યારે શું થયું તે કહે છે - ત્યારે તે માગધપતિ દેવે પોતાના ભવનમાં બાણને પડેલ જોઈને જલ્દી ક્રોધના ઉદયથી મૂઢ થયો અર્થાત્ કોપનો ચિલ પ્રગટ થયા, ક્રોધ ઉદિત થયો. ચાંડિક્ય ઉત્પમાં થયું - રૌદ્રરૂપ પ્રગટ્યું. કોપનો ઉદય વધ્યો. ક્રોધાગ્નિ વડે બળતો એવો અથવા આ શબ્દો યોકાર્જિક છે, તે કોપના પ્રકર્ષની પ્રતિપાદનાચેં કહેલ છે. ત્રણ વાક્ય-પ્રકોપથી ઉસ્થિત લલાટની રેખા જેની છે તે. કોપથી વિકૃત ભૂ રૂ૫ કરે છે. સંતરીને એમ કહે છે - કોણ અજ્ઞાતકુલશીલ સહજત્વથી અનિર્દિષ્ટ નામક - X - X • આ બાણ પ્રયોજનાર, અપાર્જિત-કોઈપણ અમનોરચના પ્રસ્તાવથી મરણનો અભિલાષી, જે મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે, તે મરવાનો જ છે. તે દુખાવસાત તુચ્છ લક્ષણવાળો, પુણ્યમાં હીન અને ચૌદશે જન્મેલ, તેમાં ચૌદશ ખરેખર તિથિ - જન્મને આશ્રિત પુણ્યપવિત્ર-શુભ થાય છે, તે પૂર્ણ અત્યંત ભાગ્યવાનું જન્મ વાળો થાય. એ રીતે અહીં આકોશતા કહેલ છે. ક્યાંક “ભિન્નપુજ્ઞ ચાઉસ” કહે છે. તેમાં ભિન્ન-પતિથિના સંગમથી ભેદને પ્રાપ્ત જે પુન્ય ચૌદશ, તેમાં જન્મેલ, લજ્જા અને શોભા વડે રહિત, આ પ્રત્યક્ષ અનુભવાતા, આવા સ્વરૂપના - જે સમયાંતરમાં ભંગુરતાદિ રૂપાંતરને ન પામતાં, તે સ્વર્ગમાં સંભવ જે પ્રધાન એવી દેવોની ઋદ્ધિ તેને, એમ સર્વ જાણવું. વિશેષ એ કે – ધતિ-દીપ્તિ, શરીર-આમરણાદિ સંપત્તિ અથવા તેની યુતિઈષ્ટ પરિવાર દિ સંયોગરૂપ, દિવ્ય-પ્રધાન દેવાનુભાવ વડે - ભાગ્ય મહિમાથી અથવા દિવ્ય-દેવ સંબધી અનુભાવ વડે - અચિંત્ય વૈક્રિયાદિ કરણ મહિમા વડે, લબ્ધજમાંતર અર્જિત, પ્રાપ્ત - અહીં ઉપસ્થિત, અભિસમન્વાગત - ભોગ્યતાને પામેલ - x • x • આદિ કરીને સિંહાસનથી ઉભો થાય છે. ઉભો થઈને જે કર્તવ્ય છે તે કહે છે - જ્યાં તે નામરૂપ અખંડિત ચિહ્ન છે, તે નામાંક. એવા પ્રકારે બાણ ત્યાં [છોડે છે) જાય છે. તે નામાહતાંક બાણને ગ્રહણ કરે છે, પછી વર્ણાનુપૂર્વકમથી વાંચે છે, તે વાંચતા તેનો આવા સ્વરૂપે આત્મવિષયક સંકલ્પ થયો. સંકલ્પ બે ભેદે છે - દયાનાત્મક અને ચિંતામક, તેમાં પહેલો સ્થિર અધ્યવસાય લક્ષણ, તેવા પ્રકારે દેઢ સંહનાનાદિ ગુણયુક્ત છે, બીજો ચલ અધ્યવસાય લક્ષણ છે. તે બેમાં આ ચિંતારૂપ, ચિતના અનવસ્થિતવણી છે તે અનભિલાષાત્મક પણ હોય, તેથી કહે છે - પ્રાર્થનાવિષય ૪૨ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ છે, આ મારા મનોરથ છે. તે મનમાં જ છે પણ બહાર વયન વડે પ્રકાશિત નથી, સંતા ઉપજ્યો. તે જ કહે છે - - X - X - જંબૂદ્વીપ હીપના ભરત ક્ષેત્રમાં ભરત નામે ચાતુરંત ચક્રવર્તી રાજ થયો છે, તેથી અતીત-વમાન-અનાગત માંગધ તીર્થાધિપતિકુમારનો એ આચાર છે, અહીં નાગકુમારના જાતીયવથી કુમારપદનું વાચ્ય છે, તે નામે દેવોનો રાજા - નરદેવને ભેટશું કરવાને ત્યાં જઈશ, હું પણ ભરત રાજાને ઉપસ્થાનિક કરું. એમ મનમાં વિચારી પોતાની ગડદ્ધિને જુએ છે. પછી શું કરે છે ? હાર આદિ જોઈને - x • બાણ ભરતને પાછું આપવાને માટે * * * * * તથા તે માગઘ તીર્થોદક અને રાજ્યાભિષેક ઉપયોગી બધું ગ્રહણ કરીને. ત્યારપછી શું કરે છે ? તે લઈને દિવ્ય ચોવી દેવગતિથી આદિ ચાલ્યો, તે પૂર્વવતુ. વિશેષ એ કે – સિંહગતિ સમાન કેમકે અતિમહતું બળથી આરંભેલ છે. જે પૂર્વ ઋષભદેવના નિર્વાણ કલ્યાણ અધિકારમાં ગતિ આલાપક કથનમાં કહેલ છે, અહીં તેનું કથન વિસ્તારચી છે, તે સૂત્રકારની પ્રવૃત્તિની વિચિત્રતા છે. ' જયાં ભરત રાજા છે, ત્યાં જાય છે, જઈને આકાશમાં રહી, કેમકે દેવો ભૂમિ પર પગ મૂકતા નથી. ક્ષદ્ર ઘંટિકા સાથે રહેલ પંચવર્ષી શ્રેષ્ઠ વો વિધિપૂર્વક પહેરેલ છે. અર્થાત્ જે રીતે પંચવર્ણી વસ્ત્રો પહેરેલા છે, તે રીતે લઘુઘંટિકા પણ જાણવી. અહીં ઘંટિકાના ગ્રહણથી તેના નટાદિ યોગ્ય વેષધારિત્વ દર્શાવવા વડે તેની ભરત પ્રત્યે પ્રગાઢભક્તિને જણાવી છે. અથવા ઘંટિકાથી ઉત્પન્ન શબ્દ વડે સર્વજન સમક્ષ “હું સેવક છું” પણ પ્રગટ નથી તેમ જણાવવાને તેના સહિત આવ્યો. અથવા ઘટિકા બદ્ધ, તે બંધ શોભાના અતિશયને માટે છે. બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને ભરત રાજાને જય અને વિજય વડે વધાવે છે. વધાવીને આમ કહ્યું - આજ્ઞાવશ થઈ બોલ્યો દેવાનુપ્રિય - વંધપાદ વડે સંપૂર્ણપણાથી કેવળજ્ઞાન સમાન ભરતોગને પૂર્વમાં માગધતીર્થ સુધી, તેથી હું આપનો દેશવાસી છું, તેથી કહે છે કે - આપનો આજ્ઞાવર્તી દાસ - સેવક છું. હું આપનો પૂર્વ દિશા સંબંધી આપના આદેશ્ય દેશ સંબંધી ઉપદ્રવોથી રક્ષણ કરીશ તેથી તપાલ છું અર્થાત્ પૂર્વ દિશાના દેશના લોકોનું દેવાદિકૃત સમસ્ત ઉપદ્રવ નિવારક છું. - x • x • તો હે દેવાનુપિયા મારું આ લાવેલ આવા સ્વરૂપનું પ્રત્યક્ષ અનુભવાતું સંતોષદાન - ભેંટણું સ્વીકારો. એમ કરીને હારાદિનું ભંટણું કર્યું. ત્યારપછી તે ભરતરાજા માગધતીર્થકુમાર દેવના આવા સ્વરૂપના પ્રીતિદાનને તેની પ્રીતિ ઉત્પાદન માટે લોભરહિત ગ્રહણ કરે છે. કરીને માગધતીચકુમાર દેવને વાદિ વડે સકારી, ઉચિત પ્રતિપત્તિ વડે સન્માની, સ્વસ્થાને જવાને માટે અનુમતિ આપી. હવે તેનું ઉત્તર કવિ કહે છે - ત્યારપછી ભરત રાજાએ રથને ભસ્તોત્ર અભિમુખ કર્યો. કરીને માગધતીર્થથી લવણ સમુદ્રથી પ્રતિ અવતરે છે. અવતરીને
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy