SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૩૧ ૧૭૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હવે મનુષ્યોગ વક્તવ્યતા કહે છે – “તેમનુષ્યક્ષેત્ર ઈત્યાદિ બધું સુગમ છે. વિશેષ એ કે- માનુષ ફોનના આયામ-વિખંભ પરિમાણ ૪૫-લાખ યોજન છે. તે આ પ્રમાણે - તરફ પણ ચાર લાખ, એટલે કુલ આઠ લાખ, લવણ સમુદ્રના એક તરફ બે લાખ, બીજી તરફ પણ બે લાખ, એ રીતે કુલ ચાર લાખ, જંબૂદ્વીપના એક લાખ, એ રીતે બધી, સંખ્યા મળીને ૧૬+૮+૪+૧ અર્થાત્ ૨૯ લાખ થશે. - આ ર૯ લાખનો વર્ગ કરતાં આવશે - ૮૪૧, તેથી આગળ દશ શૂન્ય. તેને ૧૦વડે ગુણતાં ૮૪૧થી આગળ ૧૧-શૂન્યો આવશે. આવેલ કમનું વર્ગમૂળ કાઢતાં - ૯૧,૭૦,૬૦૫ યથોક્ત પરિધિપરિમાણ પ્રાપ્ત થશે. શેષ વધે છે - 36,33,૯૭૫. આ સંખ્યા જે રહે છે, તેની અપેક્ષાથી વિશેષાધિકq કહ્યું અહીં કાલોદ સમુદ્રમાં - નક્ષત્રાદિ પરિમાણ ૨૮ નક્ષત્રાદિને ૪૨ વડે ગુણીને કહેવા. તે કાલોદ સમુદ્રને પુકવર ઈત્યાદિ સુગમ છે. ગણિત-ભાવના આ પ્રમાણે છે. પુકવરહીપના પૂર્વથી ૧૬ લાખ યોજન અને પશ્ચિમથી પણ ૧૬-લાખ યોજન છે, તેથી કુલ ૩૨-લાખ યોજન થાય. કાલોદધિના પૂર્વથી આઠ લાખ અને પશ્ચિમથી આઠ લાખ, એ રીતે કુલ સોળ લાખથશે. ધાતકીખંડના એકતરફથી ચાર લાખ અને બીજી તરફપણ ચાર લાખ મળીને આઠ લાખ થશે. લવણ સમુદ્રના એક તફથી બે લાખ અને બીજી તરફ બે લાખ મળીને ચાર લાખ અને જંબૂદ્વીપના એક લાખ, એ બધાં મળીને ૩૨૧૬+૮+૪+૧ = ૬૧ લાખ થશે. આ ૬૧,૦૦,૦૦૦નો વર્ગ કરવામાં આવે, તો પ્રાપ્ત શશિ ૩૭૨૧ ઉપર દશ શૂન્યો થશે. તેને દશ વડે ગુણતાં ૩૩ર૧ની આગળ અગિયાર શૂન્યો મૂકતાં જે શશિ આવે, તેટલી સશિ થશે. પછી આ રાશિનું વર્ગમૂળ કાઢતાં યશોક્ત પરિધિ પરિમાણ પ્રાપ્ત થશે. [જે સૂટમાં નોંધેલ છે.] નાગાદિ પરિમાણ-૨૮ નક્ષત્રોને ૧૪૪ વડે ગુણતાં પ્રાપ્ત થશે, તેને સ્વયં વિચારી લેવું. પુકરવરદ્વીપના બહુમધ્યદેશ ભાગમાં માનુષોત્તર નામક પર્વત કહેલો છે. તે વૃત્ત છે. વૃત મધ્યમાં પૂર્ણ પણ હોય. જેમાં કૌમુદી ક્ષણમાં ચંદ્ર મંડલ, તેથી તેની સમાનતાના વ્યવચ્છેદ માટે કહે છે - વલયાકાર સંસ્થાન સંસ્થિત જે પુકરવરદ્વીપને બે ભાગમાં બધી દિશા-વિદિશામાં વિભાગકરતાં-કરતાં રહે છે. કયા ઉલ્લેખથી બે ભાગમાં વિભાજન કરીને રહેલો છે? તેથી કહે છે – અવ્યંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાઈ' ત્ર' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. શું કહેવા માંગે છે? માનુષોત્તર પર્વતની પૂર્વે જે પુખરાદ્ધ છે, તે અત્યંતર પુકરાદ્ધ. વળી જે તે માનુષોત્તર પર્વતથી પછીનો પુકરાદ્ધ છે, તે બાહ્ય પુકરાદ્ધ છે. તે અત્યંતર પુકરાદ્ધ ઈત્યાદિ બધું સુગમ છે. વિશેષ એ છે કે પરિધિ ગણિત ભાવના પૂર્વવતું કરવી જોઈએ. નક્ષત્ર આદિ પરિમાણ ૨૮ આદિ સંખ્યાવાળાનબાદિ કર વડે ગુણીને વિચારવું જોઈએ. એક લાખ જંબૂદ્વીપમાં, પછી લવણસમુદ્રમાં એક તરફ બે લાખ, બીજી તરફ પણ બે લાખ એટલે ચાર લાખ. ધાતકીખંડમાં એક તરફ ચાર લાખ, બીજી તરફ પણ ચાર લાખ એટલે આઠ લાખ, પછી કાલોદ સમુદ્રમાં એક તરફ આઠ લાખ, બીજી તરફ પણ આઠ લાખ એટલે સોળ લાખ, પછી અત્યંતર પુકરાઈ એક તરફ આઠ લાખ, બીજી તરફ પણ આઠ લાખ એટલે સોળ લાખ. સર્વ સંખ્યા- ૧૬+૧૬+૮+૪+૧ = ૪૫ અર્થાત પીસ્તાલીશ લાખ યોજન. પરિધિ ગણિત પરિભાવના તો “વિકંભ વર્ગ દશ ગુણ” ઈત્યાદિ કરણ વશથી સ્વયં કરી લેવું. નક્ષત્રાદિ પરિમાણ તો ૨૮ આદિ સંખ્યાને નક્ષત્રાદિ એક ચંદ્ર પરિવારભૂતને ૧૩૨ વડે ગુણીને સ્વયં જાણવું. અવ નવસંસા ઈત્યાદિ, અહીંગાથાપૂર્વાદ્ધિથી અત્યંતર પુકરાદ્ધનું વિહેંભ પરિમાણ કહેલ છે અને ઉત્તરાદ્ધ વડે માનુષ્ય ક્ષેત્રનું વિકંભ પરિમાણ કહેલ છે. ‘કોટન' ઈત્યાદિ, એક યોજન કરોડ બેંતાલીસ લાખ, કીશ હજાર બસો ઓગણપચાશ ૧,૪૨,૩૦,૨૪૯ એટલા પ્રમાણમાં માનુષ ફોમનો પરિધિ છે. આ આટલા પ્રમાણ જ અત્યંતર કરાઈની પણ પરિધિ છે તેમ જાણવું. ‘બોંતેર ચંદ્ર’ ઈત્યાદિ ગાથા-ત્રણ અત્યંતર પુકરાદ્ધગત ચંદ્રાદિ સંખ્યાની પ્રતિપાદક છે, તે સુગમ છે. જો કે “બગીશ ચંદ્ર” ઈત્યાદિ ત્રણ ગાથા સર્વ મનુષ્ય લોકગત ચંદ્રાદિ સંખ્યા પ્રતિપાદક છે, તે પણ સુગમ છે. ૮૮,૪૪,૦૦૦ બાકીનો અર્થ કહેવાયેલ છે. હવે સર્વ મનુષ્યલોકના તારગણનો ઉપસંહાર કહે છે - આ- અનંતર ગાયામાં કહેલ સંખ્યાક તારાપિંડ સર્વસંખ્યાથી મનુષ્ય લોકમાં કહેલ છે, તેમ જાણવું. વળી મનુષ્યલોકથી જે બહાર છે, તે જિત-સર્વજ્ઞ તીર્થકર વડે કહેલ છે. તે અસંખ્યાત છે. કેમકે દ્વીપ-સમુદ્રોની સંખ્યા અસંખ્યાત હોવાથી તેમ જાણવું. પ્રતિદ્વીપ અને પ્રતિસમુદ્ર યથાયોગ સંખ્યાત અને અસંખ્યાત તારાનો સદ્ભાવ છે. આટલી સંખ્યામાં તાસ પરિમાણ જે અનંતર મનુષ્યલોકમાં કહ્યા, તે જ્યોતિક દેવ વિમાનરૂપ કદંબ પુણવત્ નીચેથી સંકુચિત અને ઉપર વિસ્તીર્ણ ઉત્તાનીકૃત અર્ધકપિથ સંસ્થાન સંસ્થિત છે, ચાર ચરે છે. તથા જગત્ સ્વાભાવથી કહ્યું. તારું ગ્રહણના ઉપલક્ષણ વડે સર્ય આદિ પણ યથોકત સંગાક મનુષ્યલોકમાં તથા જગતું સ્વાભાવ્યથી ચાર ચરે છે, તેમ કહેવું. હવે એમાં રહેલ ઉપસંહારને કહે છે– સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને ઉપલક્ષણથી
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy