SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૨૦/૭૯ થી ૮૫ પરિમાણવાળા થતા નથી. પણ તેનાથી પૃયત બીજા પણ લક્ષણોથી યુક્ત છે. તેથી લક્ષણ સંવત્સર પૃથક્ પાંચ ભેદે થાય છે. તેમાં પહેલાં નક્ષત્ર સંવત્સર કહે છે– તેમાં નક્ષત્ર સંવત્સરને આશ્રીને પાંચ ભેદે કહેલ છે અર્થાત્ નક્ષત્ર સંવત્સરના પંચવિધ લક્ષણો કહેલા છે. તે આ – જે સંવત્સરમાં સમક-એક કાળે જ ઋતુ સાથે જતાં ઉત્તરાષાઢા આદિ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. એ રીતે તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તથા સમક-એક કાળે જ તેના-તેના વડે પરિસમાપ્ત કરતાં પૂર્ણિમા સાથે નિદાધ આદિ ઋતુઓ પરિસમાપ્તિને લઈ જાય છે. અહીં આ ભાવના છે - જે સંવત્સરમાં નક્ષત્ર માસ સĚશનામક વડે તે-તે ઋતુનો પર્યન્તવર્તી મારા પરિસમાપ્ત થાય છે. તેમાં તે-તે પૂર્ણિમાને પરિસમાપ્તિમાં તેતે પૂર્ણિમા સાથે ઋતુ પણ નિદાઘાદિને પરિસમાપ્ત કરે છે. ૩૯ જેમ ઉત્તરાષાઢા નક્ષત્ર આષાઢી પૂર્ણિમાને પૂરી કરે છે, તે આપાટીપૂર્ણિમા સાથે નિદાધ ઋતુ પણ સમાપ્તિને પામે છે, તે નક્ષત્ર સંવત્સર, નક્ષત્રના અનુરોધથી તેના તથા તથા પરિણમમાનપણાથી કહેલ છે. આના દ્વારા બે લક્ષણો કહેલા જાણવા. - તથા - જેમાં ઉષ્ણરૂપ પરિતાપ વિધમાન નથી, તે ન અતિ ઉષ્ણ તથા જેમાં અતિશય શીત વિધમાન નથી, તે ન અતિશીત, ઘણું ઉદક જેમાં છે તે બદક, એ રૂપ પાંચ સમગ્ર લક્ષણ વડે યુક્ત નક્ષત્ર સંવત્સર થાય છે. હવે ચંદ્ર સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં નક્ષત્રો, વિષમચારી-માસ વિસĚશનામો, ચંદ્રની સાથે યોગને પામે છે. તે-તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. જે કટુક-શીત, આતપ રોગાદિ દોષ બહુલતાથી પરિણામ દારુણ અને બહૂદક, તેને મહર્ષિઓએ ચંદ્ર સંબંધી સંવત્સર કહેલ છે. ચંદ્રના અનુરોધથી તેમાં માસોની પરિસમાપ્તિ ભાવથી છે, મારા સદેશ નામના નક્ષત્રના અનુરોધથી નહીં. હવે કર્મ સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળ પલ્લવ અંકુર, તેની યુક્તતાથી પરિણમે છે તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ્પ અને ફળને આપે છે. તથા જે સંવત્સરમાં મેઘ સમ્યક્ પાણી વર્ષાવતો નથી, તેને મહર્ષિઓએ કર્મ સંવત્સર કહેલ છે. હવે સૂર્ય સંવત્સરલક્ષણ કહે છે – પૃથ્વીના ઉદકના તથા પુષ્પો અને ફળોના રસ, આદિત્ય સંવત્સર આપે છે, તથા થોડી પણ વર્ષા વડે સસ્ય [એક ધાન્ય]નું નિષ્પાદન કરે છે. - ૪ - અર્થાત્ શું કહે છે? જે સંવત્સરમાં પૃથ્વી તથાવિધ ઉદકના સંપર્કથી અતીવ સ-રસ થાય છે, ઉદક પણ પરિણામે સુંદર રસયુક્ત પરિણમે છે, મધૂકાદિ સંબંધી પુષ્પો, ચૂતફલાદિ ફળો પ્રચુર રસ સંભવે, થોડી જ વર્ષા વડે ધાન્ય બધે સમ્યક્ નિષ્પન્ન થાય, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ ઋષિ કહે છે. અભિવદ્ભુિત સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં ક્ષણલવ દિવસો સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઋતુઓ આદિત્યના તેજથી કરીને અતીવ તપ્તપણે પરિણમે છે અને જે બધાં જ નિમ્ન સ્થાનો છે, તે જળ વડે પૂરી દે છે. તે સંવત્સરને અભિવદ્ધિત સંવત્સર જાણ, તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. એ પ્રમાણે લક્ષણ સંવત્સર કહ્યું. હવે શનૈશ્વર સંવત્સરને કહે છે – શનૈશ્વર સંવત્સર અઠ્ઠાવીસ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે – અભિજિત્ શનૈશ્વર સંવત્સર, શ્રવમ શનૈશ્વર સંવત્સર એ પ્રમાણે યાવત્ ઉત્તરાષાઢા શનૈશ્વર સંવત્સર. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્રની સાથે શનૈશ્વર યોગને પામે છે, તે અભિજિત્ શનૈશ્વર સંવત્સર, શ્રવણ નક્ષત્ર સાથે જે સંવત્સરમાયોગને પામે છે, તે શ્રવણ શનૈશ્વર સંવત્સર. એ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. ४० 'વા' શબ્દ બીજા પ્રકારને જણાવવા માટે છે. તે સર્વ નક્ષત્ર મંડલ શનૈશ્વર મહાગ્રહ ત્રીશ સંવત્સર વડે પૂર્ણ કરે છે. આટલો કાળ વિશેષ ૩૦ વર્ષ પ્રમાણ શનૈશ્વર સંવત્સર છે. ૦ પ્રાકૃતપામૃત-૨૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦ જે પ્રામૃત-૧૦, પ્રાતૃપામૃત-૨૧ ૦ એ પ્રમાણે દશમાં પ્રામૃતનું વીસમું પ્રામૃતપ્રામૃત કહ્યું. હવે એક્વીસમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે. જેમકે “નક્ષત્રચક્રના દ્વારો કહેવા.” તે વિષયક સૂત્ર – • સૂત્ર : ભગવન્ ! નક્ષત્ર જ્યોતિષના દ્વાર કઈ રીતે કહ્યા છે ? તેમાં આ પાંચ પ્રતિપત્તિઓ કહી છે - તેમાં (૧) એક એ પ્રમાણે કહે છે કે – કૃત્તિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે. (૨) બીજો વળી એમ કહે છે કે – મઘાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા કહેલા છે. (૩) ત્રીજો વળી એમ કહે છે કે – ધનિષ્ઠા આદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારિકા કહેલા છે. (૪) ચોથો વળી એમ કહે છે કે – અશ્ર્વિની આદિ સાત નક્ષત્રો પૂર્વ દ્વારિકા કહેલા છે અને (૫) પાંચમો વળી કોઈ કહે છે કે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારિકા અર્થાત્ પૂર્વદ્વારવાળા કહેલા છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે કૃત્તિકાદિ સાત નો પૂર્વદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આર્ટ, પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા. સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે – મઘા, પૂફિાલ્ગુની, -
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy